Only Gujarat

Health

તમે લેમન ટીના શોખીન છો તો આજે જ છોડી દેજો નહીં તો તમારાં શરીરમાં થઈ શકે છે આ બિમારી

ચામાં લીંબુ મિક્સ કરીને પીવાથી અનેક ફાયદા થઈ શકે છે, તો સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકસાન પણ થઈ શકે છે. લેમન ટી પીવાથી પેટથી લઈને હાડકાંને નુકસાન થઈ શકે છે.

મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત ચાના કપથી કરે છે. કહેવાય છે કે ચા પીવાથી દિવસની શરૂઆત તાજગી સાથે થાય છે. આપણાં દેશમાં ચા જુદી-જુદી રીતે બનાવવામાં આવે છે. કેટલાક લોકો દૂધ સાથે ચા પીવે છે તો કેટલાકને ગ્રીન ટી તો કેટલાકને બ્લેક ટી પીવી પસંદ હોય છે. ઘણા લોકોને લેમન ટી પણ પીવી ગમે છે.

લીંબુ અને ચાની પત્તી બંનેમાં એન્ટિઓક્સિડેન્ટ જોવા મળે છે. આ જ કારણ છે કે લોકો ઘણીવાર તેમની ચામાં થોડો લીંબુનો રસ ઉમેરી દે છે. પરંતુ તેને પીવાના પણ ગેરફાયદા છે. ચાલો જાણીએ લેમન ટીના શું ગેરફાયદા છે.

ચામાં લીંબુનો રસ ઉમેરવાથી શરીરમાં એસિડનું પ્રમાણ વધી જાય છે અને ડાઇજેશન પ્રક્રિયા ધીમી પડી શકે છે.તેનાથી હાર્ટબર્ન, એસિડ રિફ્લક્સ, પેટનું ફૂલવું અને કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે.

શરીરમાં એસિડનું વધુ પડતું પ્રમાણ મેટાબોલિઝ્મમાં અવરોધ ઉત્પન્ન કરે છે. જેના કારણે શરીરમાં પાણીની ઉણપ પણ થઈ શકે છે. જેના કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે.

લીંબુમાં એસિડનું પ્રમાણ વધુ હોય છે, જે દાંતના ઇનેમલ માટે ખતરો પેદા કરી શકે છે. જ્યારે ચા અને લીંબુ એકસાથે પીવામાં આવે છે, ત્યારે એસિડનું સ્તર વધી જાય છે, જેનાથી દાંતની સમસ્યાઓ વધી શકે છે.

લીંબુ પેશાબ દ્વારા કેલ્શિયમ દૂર કરવાનું કામ કરે છે. જ્યારે તેને ચામાં ઉમેરવામાં આવે છે, ત્યારે તે શરીરમાં રહેલા એલ્યુમિનિયમને શોષી લે છે. આ હાડકાં માટે ઝેર જેવું કામ કરે છે.

You cannot copy content of this page