Only Gujarat

Health

ભૂલથી પણ બટાકાની છાલને નકામી સમજીને ફેંકી ના દેશો, બહુ કામની છે આ વસ્તુ

અમદાવાદઃ નાનાં હોય કે મોટાં સૌને બટાકાંનું શાક તો ભાવતું જ હોય છે. આ બટાકાં વાળ માટે ખૂબજ ફાયદાકારક ગણાય છે. બટાકાંની છાલ ખૂબજ ફાયદાકારક ગણાય છે. સામાન્ય રીતે જે છાલને આપણે ફેંકી દેતા હોઇએ છીએ, તે વાળ માટે કેટલી ફાયદાકારક હોય છે એ તમે નહીં જાણતા હોય. બટાકાની છાલ વાળને ખરતા રોકે છે અને વાળને કાળા કરવામાં પણ ખૂબજ મદદરૂપ છે.


બટાકાંની છાલને તમે નકામી સમજીને ફેંકી દેતા હોય તો, ચેતી જાઓ, તેમાં પોલીફેનોલ ઓક્સીડેઝ નામનું એન્ઝાઇમ હોય છે, જે વાળને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં આયર્ન, ઝિંક, કોપર, કેલ્શિયમ, પોટેશિયમ, નિયાસિન અને મેગ્નેશિયમ ભરપૂર હોય છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ બટાકાની છાલ સફેદ વાળને કેવી રીતે કરે છે કાળા.


ઉપયોગી સામગ્રી: – 8-10 બટાકાંની છાલ – 2-3 કપ પાણી – ગુલાબ જળ – સ્વચ્છ સુતરાઉ કપડું


બનાવવાની રીત: સૌપ્રથમ એક પેનને ગેસ પર મૂકો. ગેસની આંચ મીડિયમ રાખવી. પેનમાં પાણી નાખી ત્રણથી પાંચ મિનિટ સુધી ઉકળવા દેવું. પાણી ગરમ થવા લાગે એટલે અંદર બટાકાની છાલ નાખો અને પેનને ઢાંકી દો. બટાકાની છાલને પાણીમાં 30-35 મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ ગેસની આંચ બંધ કરી છાલને 15-20 મિનિટ સુધી પાણીમાં ઉકળવા દો. ત્યારબાદ ગરણી કે સુતરાઉ કપડાથી પાણીને ગાળી લો. ત્યારબાદ આ પાણીમાં થોડું ગુલાબજળ નાખી તેને ઠંડુ પડવા દો. ત્યારબાદ આ પાણીને સ્પે બોટલમાં ભરીને તેનો ઉપયોગ કરવો.


કેવી રીતે ઉપયોગ કરવો: સૌપ્રથમ વાળને શેમ્પુથી ધોઇ લો. ત્યારબાદ તેને સૂકવી તેના પર સ્પ્રેથી આ પાણી લગાવી દો. અઠવાડિયામાં એક કે બે વાર આ પ્રક્રિયા કરવી. બહુ જલદી તેની અસર જોવા મળશે.

વિટામિન અને આયર્નથી ભરપૂર: બટાકાંની છાલમાં રહેલ વિટામિન-સી, આયર્ન અને વિટામિન બી વાળને મજબૂત કરે છે અને વાળને મૂળમાંથી ખરતા અટકાવે છે. છાલના રસથી સ્કાલ્પમાં મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. જેનાથી વાળ ઝડપી વધે છે.


કુદરતી કંડિશનરઃ બટાકું વાળ માટે કુદરતી કંડિશનરનું કામ કરે છે. અઠવાડિયામાં 3-4 દિવસ વાળમાં બટાકાંની છાલનો રસ કે પેસ્ટ લગાવવાથી વાળ ચમકદાર અને સિલ્કી બને છે.


સ્કાલ્પમાં પહોંચાડે ઓક્સિજન: બટાકાંની છાલમાં ઘણાં એવાં તત્વો અને વિટામિન્સ હોય છે, જે સ્કાલ્પમાં ઓક્સિજનનો સંચાર કરે છે અને કોલેજનને હેલ્ધી બનાવે છે. કોલેજન એક કનેક્ટિવ ટિશ્યૂ હોય છે, જે વાળને મજબૂત કરે છે અને સાથે-સાથે ગ્રોથ વધારવામાં પણ મદદ કરે છે. કોલેજન સ્કિનમાં પણ હોય છે.


વાળને સફેદ થતા કેવી રીતે અટકાવવા? – વજન નિયંત્રણમાં રાખવું અને પુષ્કળ પાણી પીવું. – પ્રદૂષણ અને રસાયણોના સંપર્કમાં ન આવવું. – તમારા વાળને તડકા અને ધૂળ-માટીથી બચાવો. – સ્ટ્રેસ ઓછો લો, જેથી સ્ટ્રેસ હોર્મોન મેલેનિનના ઉત્પાદનને ધીમું કરી દે.

You cannot copy content of this page