Only Gujarat

Health

બીજા પુરુષ તરફ કેમ આકર્ષાય છે મહિલાઓ? એક્સ્ટ્રા અફેર્સ માટે જવાબદાર છે આ 6 કારણો

અમદાવાદ: સામાન્ય રીતે એવી માન્યતા પ્રવર્તે છે કે પુરુષોમાં મહિલાઓ કરતાં અફેર્સનું પ્રમાણ વધું હોય છે.

જોકે હવે આ માન્યતામાં પરિવર્તન આવી રહ્યું છે. અમુક મહિલાઓ પણ મેરેજ સિવાયના અફેર્સ રાખે છે. અફેર્સના કારણો દર વખતે એક સરખાં હોતા નથી. વ્યક્તિ વ્યક્તિએ અને પરિસ્થિતિ પ્રમાણે આ કારણો અલગ-અલગ હોય છે. તો આજે આપણે મહિલાઓના એક્સ્ટ્રા અફેર્સ માટે જવાબદાર કારણોની વાત કરીશું.

(1) ઘણીવાર કામના ટેન્શનમાં અને સમયના અભાવના કારણે પુરુષો પત્નીઓને પૂરતો સમય આપી શકતા નથી અને સાથે આ સમયે મહિલાઓ પોતાની ઇચ્છાઓને સારી રીતે વ્યક્ત કરી શકતી નથી. તેના માટે તેઓ અન્ય પુરુષો પાસેથી અપેક્ષાઓ રાખે છે. જો આ સમયે તેમને થોડો પોઝિટિવ સપોર્ટ અન્ય પાસેથી મળે છે તો તેઓ પોતાના સંબંધમાં નવો સંબંધ ઉમેરે છે અને નવા અફેર્સમાં જોડાઇને પોતાની ઇચ્છાઓને સંતોષે છે.

(2) ક્યારેક પુરુષોના અફેર્સ રહેવાના કારણે મહિલાઓ પણ તેને પાઠ ભણાવવાનું નક્કી કરે છે. તેઓ સાબિત કરવા માગં છે કે તેઓ પણ તેમનાથી ઉતરતી નથી અને તે માટે તેઓ પણ આ રીતે અફેર્સમાં જોડાઇ જાય છે. આ સમયે તેઓ ફક્ત બદલો લેવાની ભાવનાના કારણે આ રીતના સ્ટેપ્સ લેતી હોય છે. જે ક્યારેક તેમની લાઇફ માટે જોખમી બની જાય છે.

(3) જ્યારે મહિલાઓ પોતાના પાર્ટનરથી શારીરિક અસંતુષ્ટ હોય છે ત્યારે પણ બીજા પુરુષોના વિશે વિચારે છે. આ સમયે એવું નથી હોતું કે તેમની વચ્ચે પ્રેમ નથી હોતો. પરંતુ સમયના અભાવે તેઓ પરસ્પરની લાગણીઓને સમજી શકતા નથી અને સાથે અન્ય પુરુષો તરફ વળી જતા હોય છે. તે વાત તેમના સંબંધને નુકશાન કરી શકે છે.

(4) ઘણા કિસ્સાઓમાં પાર્ટનર તરફથી મળતી શારીરિક કોમેન્ટોના કારણે પણ બીજા પુરુષો વિષે વિચારતી થઇ જાય છે. જેમ કે ‘તારું ફિગર પેલી જેવું નથી’, ‘તારો રંગ કાળો છે’ આ વાતો ભલે પાર્ટનર દ્વારા મજાકમાં કહેવાઇ હોય પણ તે ક્યાંક તો અસર કરે જ છે. આ સમયે જો કોઇ તેમના વખાણ કરે છે તો તેઓ તે તરફ વળી જાય છે.

(5) પુરુષો મહિલાઓને કહી દે કે તેમનું શારીરિક સ્ટ્રક્ચર પણ એટલું સારું નથી. તો તે વાત મહિલાઓને માટે નેગેટિવ ઇફેક્ટ કરે છે. આ સમયે તે પોતાની જાતને સાબિત કરવા માટે બીજા પુરુષો તરફ આકર્ષાય છે. આમ કરીને તે પોતાનું મહત્વ વધારવાની કોશિશ કરે છે. એકસ્ટ્રા અફેરમાં આ વાત મુખ્ય રહેતી જોવા મળે છે.

You cannot copy content of this page