Only Gujarat

Health

વજન ઘટાડવું છે?? તો માત્ર સાત દિવસ ખાવ આ ફ્રૂટ અને પછી જુઓ કમાલ

અમદાવાદઃ આજકાલ લોકો વધતા વજનને કારણે મુશ્કેલીમાં છે. આપણે આજુબાજુમાં જોઈએ તો દસમાંથી ત્રણ લોકો વધતા વજનને કારણે પરેશાન હશે. વજન ઘટાડવા માટે મોટા ભાગે વર્કઆઉટ કરે છે, જીમ જાય છે અને ડાયટ કરે છે. જોકે, કેટલાંક સરળ ઉપાય પણ છે, જેનાથી વજન સહજતાથી ઓછું થશે.

કીવી ફ્રૂટ ઘણું જ સ્વાદિષ્ટ છે. તેની સાથે ઝડપથી વજન ઓછું થાય છે. કીવીમાં અનેક પોષક તત્વો હોય છે, જે તમારા શરીરને સ્વસ્થ રાખે છે. જેથી વજન ઓછું થવામા લાભદાયી થાય છે.

કીવીમાં વિટામીન સી, કે, ઈ ફોલેટ તથા પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ સાથે જ એસટિનિડેન નામનું એન્ઝાઈમ હોય છે, જે પ્રોટીન પચાવવાની સાથે જ અણુઓને નાના-નાના ટુકડામાં તોડવાનું કામ કરે છે. કીવી ખાવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે.

કીવી સ્મૂદી રોજ પીવામાં આવે તો શરીરમાં વધારાની ચરબી જમા થતી નથી. તમે વર્કઆઉટ કર્યાં બાદ કીવી સ્મૂદી પી શકો છો. કીવી સ્મૂદી પીવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું છે, તેમ લાગે છે. આ પીધા બાદ તમને વારંવાર ભૂખ લાગશે નહીં અને વજન કંટ્રોલમાં રહેશે.

LEAVE A RESPONSE

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page