ફટોફટ વજન ઊતારવું છે? તો રોજ સવારે પીઓ આ ચમત્કારિક પાણી ને પછી જુઓ પરિણામ!

અમદાવાદઃ લૉકડાઉનમાં ઘરે બેસી બેસીને વજન વધી ગયું છે? વજન ઊતારવું ક્યારેય સરળ હોતું નથી. વધુ માત્રામાં કેલરી તથા ફેટી ફૂડ ખાવાને કારણે શરીર પર ચરબી જમા થઈ જાય છે. આ ફેટ બર્ન થવામાં ખાસ્સો સમય લાગે છે. આ જ કારણ છે કે વજન ઊતારવા માટે ધૈર્યની જરૂર છે. 

વજન વધવાને કારણે શરીરમાં અનેક હાનિકારક પદાર્થો જમા થવા લાગે છે. ઝેરયુક્ત પદાર્થો શરીરની બહાર નીકળે તે માટે શરીરને ડિટોક્સિફાઈ થવામાં થોડો સમય લાગે છે. આ ઉપરાંત ચરબીયુક્ત ભોજન આપણા શરીરની મેટાબોલિઝ્મ સિસ્ટમને સીધી અસર કરે છે. આને કારણે વજન ઊતારવું મુશ્કેલ બની જાય છે. શરીરને ડિટોક્સ કરવા માટે તુલસી તથા અજમાનું પાણી સૌથી બેસ્ટ છે. આજે આપણે જાણીએ કેવી રીતે આ પાણી બને છે. 

વજન ઘટાડવા માટે તુલસી તથા અજમાનું પાણીઃ તુલસી તથા અજમાનું પાણી ઘણું જ ફાયદાકારક છે. તુલસી શરીરને ડેમેજ કણોથી બચાવે છે, જ્યારે અજમો પેટને સ્વસ્થ રાખે છે. વજન ઘટાડવામાં મદદ કરે છે. 

તુલસી અને અજમાનું પાણી કેવી રીતે બનાવશો? 1 ગ્લાસ પાણીમાં એક ચમચી અજમાને પલાળી દો. બીજા દિવસે સવારે આ પાણી એક વાસણમાં લો અને તેમાં એક મુઠ્ઠી તુલસીના પાન નાખો અને ઉકાળો. પાણી અડધું રહે ત્યારે પાણીને ગળી લો. વજન ઘટાડવા માટે રોજ સવારે આ પાણી પીઓ. જોકે, માત્ર અડધો ગ્લાસ જ પાણી પીવું. સ્વાદ માટે લીંબુના થોડાં ઉમેરી શકાય.

તુલસીના ફાયદાઃ તુલસી શરીર માટે નેચરલ ડિટોક્સનું કામ કરે છે. આ શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. સાથે જ પાચનક્રિયા સ્ટ્રોંગ બને છે. મેટાબોલિઝ્મ વધે છે. આ ઉપરાંત શ્વસન સાથે જોડાયેલા રોગો દૂર કરીને બીપીને કંટ્રોલમાં કરે છે. સ્ટ્રેસને દૂર કરે છે. આટલું જ નહીં કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે. વાના દુખાવામાં રાહત રહે છે. 

અજમાના ફાયદાઃ અજમો શરીરની મેટાબોલિઝ્મ સિસ્ટમને સ્ટ્રોંગ કરે છે. જ્યારે મેટાબોલિક રેટ વધે છે ત્યારે વજન ઘટાડવું સરળ થઈ પડે છે. અજમામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. જેને કારણે ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે. અજમામાં થાઈમોલ હોવાથી નસમાં કેલ્શિયમને અટકાવે છે અને બીપીને કંટ્રોલ કરે છે. અસ્થમાની સમસ્યા દૂર કરે છે. 

(નોંધઃ આ માત્ર માહિતી માટે આર્ટિકલ આપવામાં આવ્યો છે. જો તમને બીપી, ડાયાબિટીસ કે અન્ય બીમારી હોય તો ડોક્ટરની સલાહ વગર આ ઉપાય અજમાવો નહીં. વજન ઊતારવા માટે ડાયટ પણ એટલું જ મહત્ત્વનું છે. તો પાણીની સાથે ડાયટ પણ કરશો તો તરત જ ફેર દેખાશે.)

You cannot copy content of this page