Only Gujarat

Gujarat

વાપીમાં નરાધમ પિતાની કરતૂત વાંચી તમારું પણ લોહી ઉકળી ઉઠશે, છ-છ વર્ષ સુધી સગી દીકરીનો દેહ…

વલસાડના વાપીમાં પિતા અને દીકરીના પવિત્ર સંબંધોને શર્મસાર કરતી ઘટના બની હતી. એક પિતાએ જ દીકરીને જ પોતાની હવસનો શિકાર બનાવી હતી અને તેની જિંદગી નર્ક સમાન બનાવી દીધી હતી. સતત છ વર્ષ સુધી નરાધમ પિતાના હવસનો શિકાર બનેલી માસૂમ દીકરીને સહન ન થયું તો તેણે સમગ્ર હકીકત તેની માતાને કરી હતી. માતાએ તરત જ નરાધમ પતિ અને દીકરીના બાપ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તેને જેલના સળિયા પછળ ધકેલી દીધો હતો.

માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ

ઉદ્યોગપતિ પિતાએ પોતાની સગી દીકરી પર છ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. જોકે દીકરીએ હિંમત કરીને તેની માતાને તમામ હકીકત જણાવતાં હવસખોર પિતાનો ભાંડો ફૂટી ગયો છે. દીકરીના વાત સાંભળીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને દીકરીને લઇને માતા પોલીસ સ્ટેશન પહોંચી હતી. દીકરી ઉપર દુષ્કર્મ આચરનાર પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી નરાધમ પિતાની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.

વાપી તાલુકામાં રહેતા અને સંઘ પ્રદેશમાં ફેક્ટરી ચલાવતા ઉદ્યોગપતિએ વર્ષ 2016માં 13 વર્ષની સગીર વયની દીકરી ઉપર પ્રથમ વખત દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ વારંવાર પિતા દ્વારા તેની સગી દીકરી ઉપર દુષ્કર્મ આચરી હવસનો શિકાર બનાવતો રહ્યો હતો, જેનાથી કંટાળેલી દીકરીએ હિંમત કરીને તેની માતાને તમામ હકીકત જણાવી હતી.

કોઈને ન કહેવાની ધમકી આપતો

વાપી ખાતે રાજસ્થાની પરિવારના ઉદ્યોગપતિએ નજીકમાં આવેલા સંઘ પ્રદેશમાં ઉદ્યોગની શરૂઆત કરી હતી. વર્ષ 2013માં રાજસ્થાની પરિવારના ઉદ્યોગપતિએ તેની 13 વર્ષની સગીરા ઉપર નજર બગાડી હતી. તેના જ ઘરમાં વર્ષ 2016માં તેની જ 13 વર્ષની ફૂલ જેવી દીકરી ઉપર નરાધમ પિતાએ પ્રથમ વખત દુષ્કર્મ આચરીને હવસ સંતોષી હતી અને દીકરીને ઘટનાની જાણ કોઈને ન કહેવાનું કહ્યુ હતું. ત્યાર બાદથી નરાધમ પિતા એકલતાનો લાભ લઇને દીકરીને હવસનો શિકાર બનાવતો હતો.

પિતા વારંવાર દુષ્કર્મ આચારતાં દીકરી પિતાની હરકતોથી કંટાળી ચૂકી હતી. તાજેતરમાં દીકરીએ હિંમત ભેગી કરીને નરાધમ પિતાની તમામ હરકતો તેની માતાને જણાવી હતી. પતિની હરકતો સામે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વાપી પોલીસે યુવતીનું નિવેદન નોંધીને યુવતીનું મેડિકલ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી. દીકરી ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમ પિતાની વાપી ટાઉન પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

You cannot copy content of this page