Only Gujarat

Bollywood

અક્ષય સાથે સગાઈ તૂટ્યાં બાદ રવિનાની થઈ ગઈ હતી આવી હાલત, ગલીઓમાં મારતી હતી આટાંફેરા

એક સમય હતો જ્યારે રવીન ટંડન અને અક્ષય કુમારના અફેરની ચર્ચા થતી હતી. બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતા.

બંનેની સગાઈ પણ થઈ ગઈ હતી, પરંતુ આ પ્રેમ લગ્ન સુધી ન પહોંચ્યો અને બંનેની સગાઈ તૂટી ગઈ. અક્ષયથી અલગ થયા બાદ રવિનાએ તેના પર છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો હતો.

અક્ષય કુમાર સાથે સગાઈ તોડ્યા બાદ રવિના ટંડન તૂટી ગઈ હતી. વર્ષો પહેલા ઝૂમને આપેલા એક ઈન્ટરવ્યૂમાં રવિનાએ કહ્યું હતું કે અક્ષયથી અલગ થયા બાદ તેનું દિલ તૂટી ગયું હતું, તે કાર લઈને રસ્તા પર ફરતી હતી.

અભિનેત્રીએ કહ્યું, ‘મારી સગાઈ તૂટી ત્યારે હું બેરોજગાર હતી. મને સમજાતું ન હતું કે મારી સાથે શું થઈ રહ્યું છે. જ્યારે મને રાત્રે ઊંઘ ન આવતી ત્યારે હું મારી કાર લઈને મ્યુઝિક ચાલુ કરીને બહાર જતી રહેતી.

‘એક રાત્રે મારી નજર ઝૂંપડીઓ પર ગઈ. ત્યારે મને સમજાયું કે આને જ જીવન કહેવાય. તમારી પાસે બધુ જ છે. તમે મર્સિડીઝ ચલાવો છો, તમારા બંને હાથ અને પગ ઠીક છે.લોકો તમને સુંદર કહે છે, તમે તમારા રૂમમાં પાછા જશો, એસી ચાલુ કરશો અને સૂઈ જશો’

‘…પણ તે ઝૂંપડીમાં એક વ્યક્તિ દારૂના નશામાં તેની પત્નીને મારતો હતો. બાળક વરસાદમાં પણ ભીનું થઈ રહ્યું હતું. એક મહિલા તેના ઘરે પ્લાસ્ટિક મૂકી રહી હતી. આ બધું જોઈને મને લાગ્યું કે મારામાં કોઈ ખામી નથી તો હું શા માટે રડી રહી છું’.

‘ પછી મેં વિચાર્યું કે ભગવાને મને બધું જ આપ્યું છે. હાથ-પગ સલામત છે, હું બીજું કંઈક કરીશ.તેણે જે કર્યું તે તેનું કર્મ છે.હું મારી ફરજ નિભાવીશ અને આજે ભગવાને મને બે સુંદર બાળકો આપ્યા છે. આ બધું કહેતાં રવિના ટંડન ભાવુક થઈ ગઈ હતી.

You cannot copy content of this page