Only Gujarat

FEATURED Gujarat

આ યુવકે કાઠિયાવાડી સ્ટાઈલમાં કરાવ્યું ફોટોશૂટ, જાણો કેવી રીતે બન્યો રાતોરાત સ્ટાર?

અમરેલી: સાવરકુંડલા તાલુકાના નાનકડાં ગાધકડા ગામના યુવકે લગ્નને યાદગાર બનાવવા માટે એક અદભુત કંકોત્રી બનાવી હતી. 9 ફેબ્રુઆરીએ લગ્નગ્રંથીથી જોડાયેલા સંકેત સાવલિયાએ વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપતી લગ્ન કંકોત્રી છપાવીને એક અનોખી પહેલી શરૂ કરી હતી. આ કંકોત્રી જોતાં એક નજરે એવું લાગે કોઈ સરકારી યોજનાની કોપી જોઈ રહ્યા હોય. આ કંકોત્રીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. સંકેત અને તેની પત્નીએ લગ્ન પહેલાં અદભુત ફોટોશૂટ કરાવ્યું હતું. સંકેતે ગુજરાતી સ્ટાઈલમાં પોતાનું ફોટોશૂટ કરાવ્યું હતું જે જોઈને તમે પણ અચંબામાં પડી જશો.

ઘણાં લોકો લગ્ન થઈ જાય પછી કંકોત્રી ફેંકી દેતાં હોય છે પરંતુ આ નાનકડા ગામના યુવાને એવી કંકોત્રી છપાવી હતી કે તમારે ફેંકવી હશે તો પણ નહીં ફેંકી શકો. સંકેતે વિવિધ યોજનાઓની માહિતી આપતી કંકોત્રી છપાવી હતી જેને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી હતી. સંકેત અને અંકિતાએ ગામડામાં ફોટોશૂટ કરાવ્યું હતું.

પોતાની લગ્ન કંકોત્રી અંગે વાત કરતાં સંકેત સાવલિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં વર્ષોથી ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ, આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ માટે અસંખ્ય યોજનાઓનો અમલ કરવામાં આવ્યો છે પરંતુ નાના-નાના ગામડાંઓમાં અશિક્ષિત વર્ગ સુધી આવી યોજનાઓ ઘણીવાર પહોંચી શકતી નથી. અમારા માતા-પિતા સહિત પરિવારજનોના ઘણાં સભ્યો સંપૂર્ણ રીતે અશિક્ષિત હોવાથી આ તકલીફોથી વાકેફ છીએ.

વધુમાં સંકેતે જણાવ્યું હતું કે, એમને પડતી મુશ્કેલીઓએ મને શિક્ષણ અને સમાજમાં કંઈક યોગદાન આપવાની પ્રેરણા આપી છે. મારી લગ્ન કંકોત્રી મારા શિક્ષક મિત્રોએ ફેસબુક, વોટ્સઅપ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરી હોવાથી આજે અસંખ્ય લોકો સુધી પહોંચી ગઈ છે. જો આ કંકોત્રી બધાં લોકોમાંથી માત્ર 10% લોકોને કંઈ મદદરૂપ થશે તો હું મારા પ્રયત્નોને સફળ માનીશ.

સંકેત સાવલિયાએ પ્રાથમિક શાળામાં અભ્યાસ મેળવ્યો હતો ત્યાર બાદ અમદાવાદથી બી.કોમ અને એમ.કોમ કર્યું છે અને હાલ સમાજ કાર્યમાં માસ્ટર ડિગ્રી મેળવી રહ્યો છે. આ સાથે સંકેત હાલ IIMની એજ્યુકેશનલ ઈનોવેશન બેંકમાં પ્રોજેક્ટ એન્ડ રિસર્ચ એસોસિએટ તરીકે કામ કરે છે.

પોતાના કામને લીધે તે ઘણીવાર શ્રેષ્ઠ શૈક્ષણિક કાર્ય કરતી શાળાઓ તેમજ શિક્ષણ સંસ્થાનોની મુલાકાત લેવાની હોય છે. આ લગ્ન કંકોત્રીમાં સંકેત સાવલીયાએ માં અમૃતમ યોજના, માં વાત્સલ્ય યોજના, શૈક્ષણિક અભ્યાસ યોજના, વિદેશ અભ્યાસ લોન માટેની યોજના, ભોજન બિલ સહાય, વિવિધ ઉચ્ચ અભ્યાસ માટેની કોચિંગ સહાય અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે તાલીમ સહાય સહિતની તમામ વિગતો છપાવી હતી. તેઆ ઉપરાંત ધોરણ 10 અને 12 પછી અભ્યાસ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું છે.

આ ઉપરાંત લોકોને વધુ ઉપયોગી એવા આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ જેવા તમામ કાર્ડ કઢાવવાની લિંક પણ કંકોત્રીમાં છપાવી હતી. આ ઉપરાંત ગુજરાતમાં શ્રેષ્ઠ કાર્ય કરતી શાળાઓના શ્રેષ્ઠ ઉદાહરણોની તસવીરો સહીતની સંપૂર્ણ માહિતી પણ રસપ્રદ રીતે પુરી પાડે છે.

આખી કંકોત્રી જોવા અહીં ક્લિક કરો…..

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page