Only Gujarat

Gujarat

ટિક્ટોક ગર્લ કીર્તિ પટેલ આકારા પાણીએ, કહ્યું- નહીંતર હું અહીં જ દવા પીને મરી જઈશ

ટિક્ટોક ગર્લ કીર્તિ પટેલ ફરી ચર્ચામાં આવી છે. કીર્તિ પટેલનો નવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે જૂનાગઢના ભેંસાણ પોલીસ સાથે બોલચાલી કરતી જોવા મળી રહી છે. કીર્તિ પટેલે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી અને તેના ભત્રીજા જમન ભાયાણી સામે સણસણતા આરોપ મૂક્યા છે.

વાઈરલ થઈ રહેલા વીડિયોમાં કીર્તિ પટેલ રસ્તા પર પોલીસ સાથે વાત કરી જોવા મળી રહી છે. જેમાં કીર્તિ પટેલે કહી રહી છે કે ‘આજે છોકરીની ઈજ્જત નીકળે ને તો કોઈ સામું ન જોવે’. કીર્તિ પટેલે એવું પણ કહ્યું હતું કે ‘આપના ચૂંટાયેલા ધારાસભ્ય ભુપત ભાયાણીના કહેવાથી આ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.’

કીર્તિ પટેલે કહ્યું કે ‘મને મારો ન્યાય જોઈએ અને મને મારી ઈજ્જત પાછી જોઈએ. આ રીતે તમે મને રોકી ના શકો. અમે કોઈ ગુનેગાર છીએ? અમે કોઈ આતંકવાદી છીએ? તો આ બંદોબસ્ત કેમ? તમે પણ ચાલો મારી જોડે તેના ઘરે. મારે તેને હાથ પણ નથી અડાડવો. મારે મારા સવાલોના જવાબો જોઈએ છે.’

કીર્તિ પટેલે એવી પણ ચીમકી આપી હતી કે ‘ન્યાય નહીં મળે તો હું અહીં જ દવા પી લઈશ. હું દવા પી મરીશને તો તેના માટે ભુપત ભાયાણી, જમન ભાયાણી અને ભેંસાણની પોલીસ જવાબદાર રહેશે. હું કમસથી કહું છું કે આજે મને ન્યાય નહીં મળે કે મારા સવાલોના જવાબ નહીં મળે તો હું મરી જઈશ.મારા પિતાએ મને કાઢી મૂકી છે, મારી સગાઈ તૂટી ગઈ છે આવા લોકોના કારણે.’

આ પહેલા પણ કીર્તિ પટેલનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં તે કહે છે કે ‘મને હમણા હમણા આપમાંથી ચૂંટાયેલા ભુપત ભાયાણી અને તેમના ભત્રીજા કે ભાણેજ જમન ભાયાણીએ મને ધમકી આપી છે અને બહેન-દીકરીઓ માટે ખરાબ શબ્દો બોલે છે. આના માટે હું કાલે બપોરે ભેંસાણ જવાની છું. અને મને કંઈ પણ થાય તો તેના માટે જવાબદાર ભુપત ભાયાણી રહેશે.’

You cannot copy content of this page