Only Gujarat

National

ઉર્વીને રિયાઝે કારમાં બેસાડી અને… દીકરીના મોત બાદ માતાનું કરુણ આક્રંદ

27 વર્ષની યુવતીની ઘાતકી હત્યાના બનાવે બધાને હચમચાવી દીધા છે. યુવતીની હત્યા બીજા કોઈએ નહીં પણ તેના જ પરિણીત બોયફ્રેન્ડે કરી હતી. યુવકને ત્રણ-ત્રણ પત્નીઓ હોવા છતાં તેણે યુવતીને ફસાવી હતી. યુવતીની લાશ પાસેથી પોલીસે ચપ્પલ મળ્યા હતા. તેના આધારે ફિલ્મ ઢબે પોલીસે તપાસ હાથ ધરી આરોપીને દબોચી લીધો હતો. દીકરીની હત્યાના સમાચાર મળતાં જ તેની માતા ભાંગી પડી હતી.

શું હતો બનાવ?
પ્રાપ્ત વિગત મુજબ નવી મુંબઈના પનવેલના ધામની ગામના બ્રિજ પર ગઈ તારીખ 17મી ડિસેમ્બરના રોજ એક યુવતી લટકતી લાશ મળી આવી હતી. મૃતકની ઓળખ ઉર્વી ઉર્ફે ઉમા વૈષ્ણવ તરીકે થઈ હતી. ઉર્વી રાજસ્થાનના બુંદી શહેરની રહેવાસી હતી. તે નવી મુંબઈના કોપરખેરણની એક હોટેલમાં વેઈટરનું કામ કરતી હતી.

ભાઈએ નોંધાવી બહેન ગુમ થયાની ફરિયાદ
ગઈ 14મી ડિસેમ્બરના રોજ ઉર્વી વૈષ્ણવના ભાઈ આરુષે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની બહેન ગુમ થઈ ગઈ છે. પોલીસે ફરિયાદ બાદ તેની શોધખોળ હાથ ધરી પણ તેની કોઈ જાણકારી મળી નહોતી.

ચપ્પલના આધારે પોલીસ શોરૂમ પર પહોંચી
બીજી તરફ પનવેલ પાસે બ્રિજ પર મળેલી લાશને આધારે ત્યાંની પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ અધિકારી રવિેન્દ્ર પાટિલે જણાવ્યું કે યુવતીની લાશ પાસેથી ચપ્પલ મળ્યા હતા. જેના પર શોરૂમનું નામ લખ્યું હતું. પોલીસે તે શોરૂમ પર જઈને સીસીટીવી તપાસ્યા તો તેમાં ઉર્વી સાથે રિયાઝ નામનો યુવક નજરે પડ્યો હતો. પોલીસે રિયાઝની ધરપકડ કરીને પૂછપરછ કરી તો તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

રિયાઝ અને ઉર્વી પ્રેમમાં પડ્યા અને…
પોલીસની પૂછપરછમાં રિયાઝે જણાવ્યું કે તે જીમ ટ્રેનર છે અને તેનું નવી મુંબઈના ઘનસોલીમાં જીમ છે. તે અવાર-નવાર હોટેલના બારમાં જતો હતો. જ્યાં તેની ઓળખ ઉર્વી સાથે થઈ હતી. ત્યાર પછી બંને વારંવાર મળવા લાગ્યા અને બંન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાઈ ગયો હતો. જેના થોડા દિવસ પછી ઉર્વી રિયાઝ પર લગ્ન કરવાનું દબાણ કરવા લાગી હતી.

ઉર્વી લગ્ન માટે દબાણ કરતી
રિયાઝે પોલીસને જણાવ્યું હતું કે તે પહેલાથી પરિણીત હતો એટલું જ નહીં તેને ત્રણ-ત્રણ પત્નીઓ હતી. બીજી તરફ ઉર્વી પણ લગ્ન કરવા માટે વારંવાર દબાણ કરી રહી હતી. એટલે તે પરેશાન થઈ ગયો હતો. તેને ડર લાગ્યો હતો કે ઉર્વી તેની સામે કોઈ કેસ ન કરી દે. એટલા માટે તેણે મર્ડરનો પ્લાન બનાવ્યો હતો. રોજની જેમ 14 ડિસેમ્બરે ઉર્વી હોટેલ જવા માટે નીકળી તો તેને છોડવાનું બહાનું કાઢી કારમાં લઈ ગયો હતો.

કારમાં જ દોરડાથી ગળું દબાવી દીધું
કારમાં રિયાઝ સાથે તેનો દોસ્ત ઈમરાન શેખ પણ હાજર હતો. ત્યાર બાદ તેમણે કારમાં જ દોરડાથી ગળું દબાવીને ઉર્વીને ઘાતકી હત્યા કરી નાખી હતી. પછી સૂમસામ જગ્યાએ લઈ જઈને બ્રીજ પર લાશને લટકાવી દીધી હતી. એટલું જ નહીં કોઈને તેના પર શંકા ન જાય એટલા માટે લાશને લટકાવ્યા બાદ તે પરત આવી ઉર્વીના ભાઈ પાસે ગયો હતો. જ્યાં તેણે કહ્યું કે મારા માથામાં દર્દ થાય છે તો તેના ભાઈએ કોફી બનાવીને પીવડાવી હતી. ત્યાર પછી તે ત્યાંથી ચાલ્યો ગયો હતો.

ભાઈ આરુષે રિયાઝ પર હત્યાની શંકા વ્યક્ત કરી હતી
ઉર્વી રોજ સાંજે 5 વાગ્યે ભાઈ આરુષને કોલ કરતી હતી. તે દિવસે કોલ ન આવ્યો તો આરુષે રિયાઝને કોલ કર્યો હતો અને તેને ઉર્વી બાબતે પૂછ્યું હતું. પણ તેણે કોલ કટ કરી નાખ્યો હતો અને પછી કોલ રિસીવ કર્યો નહોતો. તે દિવસે ઉર્વી ઘરે પરત ન આવી તો તેના ભાઈએ નેરુલ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. 17 ડિસેમ્બરે જ્યારે ઉર્વીની લાશ મળી તો તેના ભાઈએ રિયાઝ પર જ હત્યાનો આરોપ મૂક્યો હતો.

You cannot copy content of this page