Only Gujarat

FEATURED Religion

નસીબમાં બસ હશે પૈસા જ પૈસા, બસ રાખો ખાલી આ પાંચ બાબતોનું ધ્યાન

અમદાવાદઃ આપણા આસપાસના વાતાવરણમાં હંમેશાં એક ઉર્જા હોય છે, જે આપણા જીવનને પ્રભાવિત કરે છે. જોકે, આ ઉર્જા હકારાત્મકને બદલે નકારાત્મક હોય તો ઘરના લોકો પર તેની ખરાબ અસર પડે છે. જેને કારણે પરિવારમાં મતભેદ સર્જાય છે. શું તમને ખ્યાલ છે કે ઉર્જા સકારાત્મક હોય તો ઘરમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ રહે છે.

વાસ્તુ શાસ્ત્રમાં આ રીતના અનેક ઉપાય બતાવવામાં આવ્યા છે, જેનો અમલ કરીને તમે તમારા જીવનમાં તથા ઘરમાં શાંતિ લાવી શકો છે. તમારે આના માટે વધારે કંઈ કરવાનું નથી પરંતુ ઘરના સામાનને યોગ્ય દિશામાં રાખવાનો છે. આનાથી તમે વાસ્તુ દોષથી છુટાકારો મેળવી શકશો.

ફેંગશૂઈની પાંચ ટિપ્સઃ મોટા ભાગે લોકો ઘરનું ઈન્ટિરિયર વાસ્તુ પ્રમાણે કરાવે છે. બાથરૂમમાં પણ વાસ્તુનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ. બાથરૂમમાં જો પાણી ભરેલી ડોલ રાખવામાં આવે તો ઘરમાં ખુશીઓ આવે છે. આ સાથે જ લક્ષ્મીજીનો વાસ પણ થાય છે. એમ પણ કહેવામાં આવે છે કે જો બાથરૂમમાં પાણીની ડોલ ભરેલી હોય તો ક્યારેય પૈસાની તંગી આવશે નહીં.

ફેંગશૂઈના મતે, બાથરૂમમાં હંમેશા વાદળી રંગની ડોલ ભરી રાખવી જોઈએ. આ ડોલ હંમેશાં પાણીથી ભરીને રાખવાથી ઘરમાં ક્યારેય પૈસાની અછત આવશે નહીં.

બાથરૂમના દરવાજાની સામે જ અરીસો લગાવવો જોઈે નહીં. આ ઉપરાંત બાથરૂમમાં એકથી વધુ અરીસા હોવા જોઈએ નહીં.

ઘરમાં પૂરા પરિવારની તસવીરને પશ્ચિમ દિશામાં લગાવવી. કહેવાય છે કે આ દિશામાં સંયુક્ત પરિવારની તસવીર લગાવવાથી ક્યારેય ઘરમાં ભાગલા પડતા ની. આ સાથે જ ઘરના દક્ષિણ તથા પશ્ચિમ ખૂણામાં પતિ-પત્નીની તસવીર લગાવવાથી ઘરમાં ખુશીઓ આવે છે અને ઘરના લોકો વચ્ચે પ્રેમ વધે છે.

ફેંગશૂઈના મતે, ત્રણ પગવાળો દેડકો ઘણો જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેને પોતાના ઘરના મુખ્ય દરવાજાની આસપાસ રાખવો. દેડકાને કિચન કે શૌચાલયની આસપાસ ભૂલથી પણ ના રાખવો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page