Only Gujarat

Gujarat

રંગીલા રાજકોટની શાનમાં વધારો, મળ્યું નવું મોર્ડન બસ સ્ટેશન, જુઓ ખાસ તસવીરો

રાજકોટ: રાજકોટવાસીઓ માટે ખુશીના સમાચાર છે. રંગીલા રાજકોટને ફાઈવ સ્ટાર હોટેલને ટક્કર મારે એવું નવું મોર્ડન બસ સ્ટેશન મળ્યું છે. 156 કરોડના ખર્ચે બનેલા આ બસ સ્ટેશનનું ગઈકાલ શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું. અંદાજે 11 હજાર ચોરસ મિટરમાં ફેલાયેલા આ બસ સ્ટેશનમાં મલ્ટીપ્લેક્ષ અને મોલ સહિતની એકથી એક ચડિયાતી ફેસિલીટી ઉપલબ્ધ છે.


ગુજરાતમાં વડોદરા, અમદાવાદ બાદ હવે રાજકોટને મોર્ડન બસ સ્ટેશન મળ્યું છે. બસ સ્ટેશનમાં તમે પ્રવેશ કરો એટલે તમે કોઈ ફાઈવ સ્ટાર હોટેલમાં આવી ગયા હોવ એવું લાગે છે. મોર્ડન ડિઝાઈન, ઈન્ટીરીયર અને લાઈટિંગના કારણે બસ સ્ટેશનનો લૂક એરપોર્ટને મળતો આવે છે.

નવા બસ સ્ટેશનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 20 જેટલા પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે. જ્યાંથી અંદાજે રોજની 1450થી વધુ બસો આવન જાવન કરશે.

આ બસ સ્ટેશનમાં મુસાફરો માટે ટિકિટ કાઉન્ટર, પૂછપરછ કેન્દ્ર અને ડિજિટલ ડિસ્પ્લેની સુવિધા રાખવામાં આવી છે. આ ઉપરાંત પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, જીપીએસ સિસ્ટમ પણ છે.

આ આખું બસ સ્ટેશન સીસીટીવી કેમેરાથી સજ્જ છે. આ ઉપરાંત વેઈટિંગ રૂમની ફેસિલિટી ઉપલબ્ધ છે.

નવા બસ સ્ટેશનમાં વ્હિલચેર, લગેજ ટ્રોલી, કેન્ટીન તથા રેસ્ટોરેન્ટ, અને ડોરમેટરીની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.

આ બસ સ્ટેશનમાં સુપર માર્કેટ, શોપિંગ મોલ, ફૂડ કોર્ટ, શો-રૂમ, ગેમઝોન અને સિનેમા સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

આ બસ સ્ટેશનમાં ઉપરના ચાર માળમાં 350થી વધુ કોમર્શિયલ શોપ હશે.

બસ સ્ટેશનમાં અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. જેમાં એક સાથે 1000 બાઈક અને 300 કાર આરામથી પાર્ક થઈ શકશે.

પ્લેટફોર્મ પર દરેક રૂટની બસોના ડિજિટલ સાઈન બોર્ડ મુકવામાં આવશે. જેથી મુસાફરોની અગવડતા ઓછી થશે.

1.14 લાખ મુસાફરોનું રાજકોટ ડિવિઝન એક દિવસમાં સંચાલન કરે છે અને 1450થી વધુ બસ રોજ આવન-જાવન કરે છે.

રાજકોટ ડિવિઝન દ્વારા અંદાજે બે લાખ કિલોમીટરનું એક દિવસમાં સંચાલન થાય છે.

You cannot copy content of this page