Only Gujarat

Bollywood FEATURED

યુવાનીના દિવસોમાં પ્રિયંકા ચોપરા ખોટું કામ કરતાં રંગે હાથે પકડાઈ હતી અને

કોરોનાના કેસ સતત ઘટી રહ્યાં છે. દેશમાં આગામી દિવસોમાં વેક્સિનનો બીજો ડૉઝ પણ કોરોના વૉરિયર્સ અને ફ્રન્ટલાઇન વર્કસને આપવામાં આવશે. સામાન્ય લોકોની જેમ સેલેબ્સ પણ પોતાના કામથી ઘરની બહાર નીકળી રહ્યાં છે. આ દરમિયાન પ્રિયંકા ચોપરાની પોતાની બાયોગ્રાફી બૂક ‘અનફિનિશ્ડ’ 9 ફેબ્રુઆરીએ લોન્ચ થઈ છે. આ બૂકમાં પ્રિયંકાએ તેમની જિંદગી સાથે જોડાયેલાં દરેક નાના-મોટા પ્રસંગો લખ્યા છે. એવામાં દેશી ગર્લ જ્યારે સ્કૂલમાં ભણતી હતી તે સમયનો એક રસપ્રદ પ્રસંગ અમે તમને જણાવીએ.

પ્રિયંકાએ બૂકમાં તે કિસ્સો શેર કર્યો છે જ્યારે તે અમેરિકામાં પોતાના રિલેટિવને ત્યાં રહેતી હતી અને સ્કૂલ જતી હતી. ત્યારે તેમને એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો.

પ્રિયંકાએ જણાવ્યું કે, ‘અમેરિકામાં રહેતી વખતે મને એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો.’ જોકે, બૂકમાં તેમણે તે છોકરાને કાલ્પનિક નામ બૉબ આપ્યું છે અને જણાવ્યું છે કે, ‘એક દિવસ તે બૉબ સાથે મુશ્કેલીમાં પડી હતી.’

પ્રિયંકાએ વધુમાં લખ્યું કે, ‘જ્યારે હું 10માં ધોરણમાં હતી, પોતાની માસી કિરણ સાથે ઇન્ડિયાનાપોલિસમાં રહેતી હતી. ત્યાં સ્કૂલમાં મારી મુલાકાત બૉબ સાથે થઈ હતી. જેણે પોતાની રોમેન્ટિક અને મજાક કરવાના અંદાજમાં મને તેની દિવાની કરી દીધી હતી.’

બૉબે પ્રિયંકાને ગિફ્ટમાં પોતાની ચૅઇન આપી હતી. તે સ્કૂલમાં તેમનો હાથ પકડી રાખતો હતો. પ્રિયંકા તેના પ્રેમમાં હંમેશા ખોવાયેલી રહેતી હતી. રસપ્રદ વાત છે કે, પ્રિયંકાએ બૉબ સાથે લગ્ન કરવાનું પણ વિચારી લીધું હતું.

પ્રિયંકાએ એક ઘટનાનો ઉલ્લેખ કરતાં પોતાની બાયોગ્રાફી બૂકમાં લખ્યું છે કે, ‘એકવાર બૉબનો અને હું એકબીજાનો હાથ પકડી કાઉચમાં બેસી ટીવી જોતાં હતાં. ત્યારે મેં બારીમાંથી માસીને આવતાં જોયાં. હું ઘબરાઈ ગઈ. ત્યારે બપોરના બે વાગ્યા હતા અને હું તે સમય તેમનો ઘરે આવવાનો હતો.’

પ્રિયંકાએ વધુમાં લખ્યું કે, ‘બૉબનો ઘરે જવાનો કોઈ રસ્તો નહોતો. અમે બંને રૂમની અંદર દોડ્યા અને મેં તેને પોતાના કબાટમાં છુપાવી દીધો. મેં તેને કહ્યું કે, હું પોતાની માસીને સામાન લેવા દુકાન મોકલું નહીં ત્યાં સુધી અહીં રહેજે.’

પ્રિયંકાએ વધુમાં લખ્યું કે, ‘કિરણ માસી ઘરની અંદર આવ્યા અને રૂમને ચારેય તરફથી જોવા લાગ્યાં. હું પોતાના બેડ પર પોતાની બાયોલોજીની બૂક વાચવાનું નાટક કરવા લાગી હતી. તે મારા દરવાજા સુધી આવ્યાં અને બોલ્યા કે, ખોલ આને અને મેં કહ્યું શું ખોલું. પોતાના કબાટનો દરવાજો ખોલ.’

પ્રિયંકાએ લખ્યું કે, ‘હું ઘબરાઈ ગઈ, કેમ કે મેં ક્યારેય મારી માસીને આટલા ગુસ્સામાં જોયા નહોતાં. મેં કબાટનો દરવાજો ખોલ્યો અને તેમાંથી એક છોકરો બહાર નીકળ્યો.’

પ્રિયંકા ચોપરાએ વધુમાં લખ્યું કે, ‘આ પછી માસીએ મમ્મીને ફોન કર્યો અને કહ્યું, હું વિશ્વાસ નથી કરી શકતી કે તે મારી સામે ખોટું બોલી. કબાટમાંથી એક છોકરો નીકળ્યો છે.’ વાત પ્રિયંકાના વર્કફ્રન્ટની કરીએ તો હાલમાં તેમની ફિલ્મ ‘ધી વ્હાઇટ ટાઇગર’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેમની સાથે રાજકુમાર રાવ હતો.

You cannot copy content of this page