Only Gujarat

Bollywood

‘સોરી મારા બચ્ચા, મને માફ કરી દેજે’- સુશાંત માટે બહેને કરેલી આ પોસ્ટ વાંચી તમે રડી પડશો

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના સમાચારે તમામ લોકોનું દિલ તોડી નાખ્યું છએ. તેઓએ રવિવાર 14 જુને પોતાના ઘરમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી. રિપોર્ટ્સ પ્રમાણે તેઓ ઘણા સમયથી ડિપ્રેશનનો શિકાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. તેમના જવાથી પરિવારની સાથે ફેન્સમાં પણ શોકની લાગણી છે. સોમવારે 15 તારીખે મુંબઇના વિલે પાર્લે શ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અંતિમ સંસ્કારમાં તેમના પિતા, બહેન અને કાકા હાજર હતા. પોલીસ હાલ મામલાની તપાસ કરી રહી છે. તેઓએ આ મામલે અનેક લોકોનું નિવેદન પણ દાખલ કર્યું છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં રહેતી સુશાંતની બહેન અંતિમ સંસ્કારમાં સામેલ થઇ શકી ન હતી.

અમેરિકામાં રહેતી તેમની બહેન શ્વેતા સિંહ કીર્તિ સમય પર ટિકિટ ન મળવાને કારણે ભાઇના અંતિમ સંસ્કારમાં સામેલ થઇ શકી ન હતી. તેઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી જ પોતાનો શોક વ્યક્ત કર્યો હતો. હવે તેઓએ રડાવી દે તેવી વાત કરી હતી. શ્વેતાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે સુશાંતના મૃત્યુ પર તેઓએ પોતાના 5 વર્ષના પુત્રને આ વાત જણાવી જેના પર તેના પુત્રએ આંખી ભીની થઇ જાય તેવી વાત કરી હતી.

શ્વેતાએ ફેસબૂક પર પોસ્ટ કરતાં લખ્યું કે જ્યારે મેં મારા પુત્રને ખબર સંભળાવી કે તેના મામા નથી રહ્યાં તો તેણે ત્રણ વખત એક જ વાત કરી, પુત્રએ કહ્યું કે ‘તે તમારા દિલમાં જીવતા છે’ શ્વેતાએ આગળ લખ્યું કે જ્યારે એક પાંચ વર્ષનો બાળક એવું કહે છે કે તો વિચારો કે આપણે બધાને કેટલું મજબૂત થવું જોઇએ.

આ અંગે શ્વેતાસિંહ કીર્તિએ એક ઈમોશનલ પોસ્ટ પણ કરી છે. જેમાં તેણે લખ્યું, ”મારું બેબી, મારો બાબુ, મારો બચ્ચો હવે આપણી સાથે શારીરિક રીતે હાજર નથી. મને ખબર છે કે તુ ખૂબ દર્દમાં હતો અને મને ખબર છે કે તું એક યોદ્ધા હતો અને બહાદુરીથી લડી રહ્યો હતો. સોરી મારા સોના…તે બધા માટે માફ કરી દેજે, જે દર્દથી તારે પસાર થવું પડ્યું. જો હું કરી શકતી હોત તો તે બધા દર્દ તારી પાસેથી લઈ લેત અને મારી બધી ખુશીઓ તને આપી દેત. તમારી ટમટમાટી આંખોએ દુનિયાને શીખવાડ્યું છે કે કેવી રીતે સપના જોવાય. તારી માસૂમ મુસ્કાને તારા દીલની સાચી પવિત્રતાને દેખાડી છે.”

શ્વેતાએ આગળ લખ્યું,”મારા બેબી હું તને હંમેશા ખૂબ પ્રેમ કરતી રહીશ. તું જ્યાં પણ રહે મારા બચ્ચા હંમેશા ખુશ રહેજે. અને તને બધા જ લોકો પ્રેમ કરતાં હતા, કરે છે અને હંમેશા કોઈ પણ શર્ત વગર પ્રેમ કરતાં રહેશે.”

ઉલ્લેખનીય છે કે શ્વેતા સિંહ મંગળવારે અમેરિકાથી ભારત આવવા માટે રવાના થઇ છે. તે દિલ્હીના રસ્તેથી મુંબઇ પહોંચશે. જો કે તે કોરોનાના લીધે ક્વોરેન્ટાઇનને લઇને પણ ચિંતિત છે.

પુત્ર સાથે સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ.

You cannot copy content of this page