Only Gujarat

National

નદીમાં ચાલતું હતું ખોદકામ, નીકળ્યું આદિકાળનું મહાકાય મંદિર, જુઓ તસવીરો

નદી કિનારે બનેલા રેતીની ભેખડનું ખોદકામ ચાલી રહ્યું હતું કે ત્યાં અચાનક ચમત્કાર થયો અને ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઇ ગયા. તેઓની સામે રેતીમાં દબાયેલું એક વિશાળકાય મંદિર નજર આવ્યું. કહેવામાં આવી રહ્યું છે કે આ મંદિર આદિકાળનું છે. આ રીતે મંદિર બહાર આવતા લોકો આને ભગવાનનો ચમત્કાર માનવા લાગ્યા છે અને દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.

આ મંદિર આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં મંગળવારે 16 જુને બહાર નિકળ્યું છે. નેલ્લોર જિલ્લાના પેરુમલ્લપાડુ ગામમાં પેન્ના નદીના કાંઠે આ મંદિર નિકળ્યું છે.

ANIના રિપોર્ટ પ્રમાણે આ એક શિવ મંદિર છે જે સ્થાનિક લોકો 200 વર્ષ જુનું હોવાનું કહી રહ્યાં છે. તો કેટલાક લોકોનું કહેવું છે કે આ મંદિર આદિકાળ જુનું છે.

મીડિયાના રિપોર્ટ પ્રમાણે આ મંદિરની બનાવત ઐતિહાસિક નાગેશ્વર સ્વામી મંદિર જેવી પ્રતીત થયા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ મંદિરનું નિર્માણ ભગવાન પરશુરામે કરાવ્યું હતું.

હાલ આ મંદિર અંગે પુરાતત્વવિદ્દોની પાસે કોઇ ઠોસ જવાબ નથી. તેઓ ઘટનાસ્થળે જઇને ડિટેલ સ્ટડી કરશે ત્યારે જઇને મંદિરના યોગ્ય ઇતિહાસ અંગે જાણકારી સામે આવશે.

You cannot copy content of this page