મુંબઇઃશ્રીદેવીની નાની કરી ખુશી કપૂર હાલના દિવસોમાં ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીમાં અભ્યાસ કરી રહી છે. અમેરિકામાં વધી રહેલા કોરોના વાયરસના ખતરાના કારણે ખુશી કપૂર ભારત પરત ફરી છે. કોરોના વાયરસના ખતરાથી ગભરાયેલા પપ્પા બોની કપૂર દીકરીને લેવા માટે અડધી રાત્રે એરપોર્ટ પહોંચ્યા હતા. ખુશીને જોઇને બોની ખુશીથી હસી ઉઠ્યા હતા. આ અવસર પર ખૂબ સિમ્પલ જોવા મળ્યા હતા.
ખુશીના લૂકની વાત કરીએ તો તે એરપોર્ટ પર ગ્રે ટ્રેક પેન્ટ્સ, બ્લેક કલરની રાઉન્ડ નેક ટીશર્ટ અને બ્લેક જિપર પહેર્યા હતા.
બોની કપૂર જેવા દીકરી સાથે પોતાની કાર સુધી પહોંચ્યા તો તેમણે ખુશીને એક ઇશારો કર્યો હતો. કારમાં બેસતા જ સૌ પ્રથમ ખુશીએ પોતાના હાથ સેનિટાઇઝરથી સાફ કર્યા હતા.
ખુશીની મોટી બહેન જાહનવી કપૂરે ફિલ્મ ધડકથી ડેબ્યૂ કર્યું હતું. જાહનવી ટૂંક સમયમાં ફિલ્મ ગુંજન સક્સેનામાં જોવા મળશે
રિપોર્ટ્સ અનુસાર, ખુશી પણ બોલિવૂડમાં એન્ટ્રી મારશે. તે વિદેશમાં અભ્યાસ કરી રહી છે.
બોની કપૂર સાથે દીકરી ખુશી