Only Gujarat

Bollywood FEATURED

પત્નીને વિદેશ છોડી અભિનેત્રી અમૃતા સિંહ સાથે રોમાન્સ કરતો હતો સની દેઓલ પછી…..

મુંબઈઃ એક્શન પેક્ડ ફિલ્મ અને દમદાર ડાયલૉગ્સ થકી લોકપ્રિય થયેલા એક્ટર સની દેઓસ 64 વર્ષના થઈ ચૂક્યા છે. સનીનો જન્મ 19 ઓક્ટોબર 1956ના સાહનેવાલ, પંજાબમાં થયો હતો. રીલ લાઈફમાં રોમાન્સ અને એક્શન કરતા સની દેઓલ રિયલ લાઈફમાં ઘણા શરમાળ હતા. ઘણી બ્લોકબસ્ટર ફિલ્મ્સમાં કામ કરતા સમયે સની વિશે ઘણા ઓછા લોકો જાણતા હતા કે તેમણે ફિલ્મ્સમાં આવતા પહેલા જ પૂજા નામની યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. સનીએ ‘બેતાબ’ (1983)થી એક્ટ્રેસ અમૃતા સિંહ સાથે ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મની શૂટિંગ દરમિયાન બંને વચ્ચે અફેરનો પ્રારંભ થયો. જોકે તે સમયે સનીએ અમૃતાથી એ વાત છુપાવી હતી કે તે પહેલાથી પરિણીત છે.

‘બેતાબ’ની શૂટિંગ દરમિયાન અમૃતા સિંહ હેન્ડસમ અને ગુડ લુકિંગ સની તરફ આકર્ષિત થઈ હતી. ઓનસ્ક્રિન બંનેની જોડી જામી હતી અને ઓફસ્ક્રિન પર પણ એ જ સ્થિતિ જોવા મળી રહી હતી. ફિલ્મમાં બંને વચ્ચે એક સ્મૂચ સીન પણ હતો. આ સાથે જ અમુક ઈન્ટિમેટ સીન પણ શૂટ કરવામા આવ્યા હતા. બંને વચ્ચેનું રીલ લાઈફ રોમાન્સ રિયલ લાઈફ રોમાન્સ તરફ આગળ વધ્યું.

અમૃતા સનીના ગળાડૂબ પ્રેમમાં હતી. તે સમગ્ર વિશ્વ સમક્ષ એક્ટર સાથેના સંબંધોનો સ્વીકાર કરવા માગતી હતી પરંતુ સની આ માટે તૈયાર નહોતા. તેઓ આ સંબંધ છુપાવવા માગતા હતા. અમૃતાને લાગતું હતું કે સની તેના લાઈફ પાર્ટનર બનવા માટે પરફેક્ટ છે. સની પર પરિવારની જવાબદારી હોવાના કારણે તેમણે પોતાના અને અમૃતાના સંબંધો છુપાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે અમૃતાની માતા પણ આ સંબંધની વિરુદ્ધમાં હતા. તેઓ ઈચ્છતા હતા કે અમૃતાના લગ્ન એવા યુવક સાથે થાય જે સમૃદ્ધ પરિવારમાંથી આવતો હોય.

સનીનું કરિયરનો તો હજુ પ્રારંભ થયો હતો. એક અહેવાલ અનુસાર, પોતાની માતાની ઈચ્છાને ધ્યાનમાં રાખતા અમૃતાએ સનીના પરિવારની તપાસ હાથ ધરી હતી. અમૃતાની સામે ત્યારે જ એક એવું સત્ય આવ્યું કે તે સંપૂર્ણ પણે ભાંગી પડી. તેને સનીના લગ્ન અંગે જાણ થઈ. લંડનમાં પૂજા નામની યુવતી સાથે સનીના લગ્ન થઈ ગયો હોવાનું તેને ખબર પડી હતી. અમૃતાની આ તપાસ બાદ સનીના ઘરમાં પણ માહોલ બગડ્યો હતો. તેની માતા પ્રકાશ કૌર દીકરાના અમૃતા સાથેના સંબંધો મંજૂર નહોતા.

અમૃતાની માતા રુખસાના સુલ્તાના પ્રારંભથી જ સની સાથેના સંબંધો વિરુદ્ધ હતા. સનીની માતાએ પણ આ સંબંધ સામે વાંધો ઉઠાવ્યો કારણ કે તેમને દીકરાના લગ્ન થઈ ગયા હોવાની જાણ હતી. સનીની પોલ ખુલતા જ અમૃતાએ તેની સાથેના સંબંધો તોડી નાંખ્યા અને જીવનમાં આગળ વધવાનો નિર્ણય કર્યો. જે પછી અમૃતાનું નામ રિવ શાસ્ત્રી જોડાયું પરંતુ આ સંબંધ પણ વધુ ના ચાલ્યો. જે પછી અમૃતાના જીવનમાં સૈફ અલી ખાનની એન્ટ્રી થઈ હતી. સૈફ અને અમૃતાએ 1991માં લગ્ન કર્યા હતા.

સિમી ગ્રેવાલ સાથેની ચેટ શોમાં સૈફ અને અમૃતાએ પોતાની ફર્સ્ટ ડેટ અંગે ઘણી વાતો જાહેર કરી હતી. સૈફ વિશે પણ અમૃતાએ ઘણા ખુલાસા કર્યા હતા. અમૃતાએ જણાવ્યું કે, સની સાથેના ખરાબ અનુભવને કારણે પણ તે સૈફને ઈગ્નોર કરતી હતી. સનીના લગ્ન બિઝનેસ એગ્રીમેન્ટ હેઠળ થયા હતા.

જોકે ધર્મેન્દ્ર નહોતા ઈચ્છતા કે ‘બેતાબ’ના રીલિઝ થતા પહેલા સનીના લગ્નની વાત સામે આવે. કારણ કે તેના કારણે સનીની રોમાન્ટિક ઈમેજ પર નેગેટિવ અસર થતી. ફિલ્મની રીલિઝ સુધી પૂજા લંડનમાં હતી. તે સમયે સની ચુપચાપ તેને લંડનમાં મળતા હતા. જે પછી લગ્નની વાત મીડિયામાં આવી તો સનીએ તેનો ઈન્કાર કર્યો હતો.

સનીના લગ્ન વિશે બધુ જાણ્યા બાદ અમૃતાએ તેને છોડી દીધો પરંતુ સનીના જીવમાં ડિમ્પલ કાપડિયાની એન્ટ્રી થઈ. એવું કહેવાય છે કે, સનીએ ડિમ્પલને પોતાની પત્ની જેવા અધિકારો આપી રાખ્યા હતા જ્યારે કે સની પહેલાથી જ પરિણીત હતો. બંનેએ પોતાના સંબંધોને ઘણા સમય સુધી છુપાવી રાખ્યા અને કોઈને આ અંગે શંકા થવા દીધી નહીં. જોકે તેઓ સની અને ડિમ્પલે લગ્ન કરી લીધા હોવાના સમાચારોને વહેતા અટકાવી શક્યા નહોતા.

સનીએ ફિલ્મ ‘બેતાબ’(1983)થી ડેબ્યૂ કર્યું હતું. જે પછી સનીને ફિલ્મફેર બેસ્ટ એક્ટરના એવોર્ડ માટે નોમિનેટ કરવામા આવ્યો. જે પછી ‘અર્જુન’, ‘સલ્તનત’, ‘ડકૈત’, ‘ઘાયલ’, ‘દામિની’, ‘ઘાતક’, ‘બોર્ડર’, ‘ગદર’, ‘ઈન્ડિયન’, ‘અપને’, ‘યમલા પગલા દિવાના’ અને ‘ઘાયલ વન્સ અગેન’ જેવી ઘણી ફિલ્મ્સમાં કામ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ‘ઘાયલ’ (સ્પેશિયલ જ્યૂરી) અને ‘દામિની’ (બેસ્ટ સપોર્ટિંગ રોલ) માટે તેને નેશનલ એવોર્ડ મળી ચૂક્યા છે. સનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલ તેમની પાસે કોઈ ફિલ્મ નથી. તેમણે 2019માં દીકરા કરણ માટે ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ બનાવી હતી, જે સુપર ફ્લોપ રહી હતી.

You cannot copy content of this page