Only Gujarat

Business FEATURED

7 સીટર WagonRનો નવો લુક આવ્યો સામે, શું ટૂંક સમયમાં લૉન્ચ કરશે છે મારુતિ?

નવી દિલ્હીઃ ફરી એકવાર મારુતિ સુઝુકીની 7 સીટર વેગનઆરના સમાચાર સામે આવી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મારુતિ સુઝુકી પોતાની 7 સીટર વેગનઆરને લૉન્ચ કરી શકે છે. વેગનઆર મારુતિની સૌથી વધુ વેચાતી કારમાંથી એક છે.

indiacarnewsની રિપોર્ટ અનુસાર, દિલ્હીની પાસે 7-સીટર વેગનઆર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી. જેનાથી સંકેત મળી રહ્યાં છે કે મારુતિ સુઝુકી 7 સીટર વેગનઆર પર કામ કરી રહી છે. ગતવર્ષે પણ 7 સીટર વેગનઆર અંગે અહેવાલ સામે આવ્યા હતા. સ્ટાન્ડર્ડ મારુતિ વેગનઆરની સરખામણીએ ટેસ્ટિંગ દરમિયાન જોવા મળેલી કાર થોડી લાંબી હતી.

રિપોર્ટ અનુસાર 7-સીટર વેગનઆરની લંબાઈ સ્ટાન્ડર્ડ મૉડલ કરતા અમુક મિલીમીટર વધુ હોઈ શકે છે. પરંતુ કંપની તેને 4 મીટર કરતા ઓછાના સેગમેન્ટમાં જ લૉન્ચ કરશે. જોકે કંપનીએ 7-સીટર વેગનઆર અંગે કોઈ માહિતી શેર કરી નથી. 7 સીટર વેગનઆરમાં સ્ટાન્ડર્ડ મૉડલની સરખામણીએ ફેરફારો જોવા મળી શકે છે.

નવી વેગનઆર ગ્રિલ, ફ્રન્ટ તથા રિયર બમ્પર અને અલગ હેડલેમ્પ તથા ટેલલેમ્પ સાથે જોવા મળશે. જોકે તેના પ્લેટફોર્મ, એન્જિન ઓપ્શન અને મોટાભાગના બૉડી પેનલ્સ વેગનઆરવાળા જ રહેશે. મારુતિની લાઈનઅપમાં આ મલ્ટી પરપઝ વ્હીકલ્સ (MPV) અર્ટિગાથી નીચે રહેશે. મારુતિ નવી 7 સીટર વેગનઆરને Renault Triber MPV અને Datsun Go+ MPVને ટક્કર આપવા લૉન્ચ કરશે.

આ અગાઉ ગયા વર્ષે સમાચાર આવ્યા હતા કે 7 સીટર વેગનઆરમાં એક્સક્લૂસિવલી કંપનીની પ્રીમિયમ NEXA ડીલરશિપ હેઠળ વેચાણ અર્થે લાવવામાં આવશે. કારણ કે વેગનઆરનું વેચાણ સતત ઘટી રહ્યું છે. નવી 7 સીટર વેગનઆર એમપીવીમાં 1.2-લીટર પેટ્રોલ એન્જિન જ આપવામાં આવશે. આ 1.2-લીટર ફોર સિલિન્ડર પેટ્રોલ યુનિટ 82bhpનો પાવર અને 113Nmનો પિક ટૉર્ક જનરેટ કરે છે. આ સાથે 5-સ્પીડ મેન્યુઅલ અથના ઓપ્શનલ એજીએસ ટ્રાન્સમિશન મળે છે.

મારુતિ સુઝુકીએ WagonR 7-સીટર મૉડલના કૉન્સેપ્ટ વર્ષ 2013માં ઈન્ડોનેશિયામાં એક મોટર શોમાં રજૂ કરવામાં આવ્યું હતું, રિપોર્ટ્સ અનુસાર પહેલા તેને ઈન્ડોનેશિયામાં લોન્ચ કરવામાં આવી શકે છે. ભારતીય માર્કેટમાં પણ તેને લોન્ચ કરવામાં આવશે.

You cannot copy content of this page