Only Gujarat

Sports

દિવાળીના તહેવારોમાં મારો સિદ્ધુપાજીના ઘરમાં લટાર, ભવ્ય એવું કે રહી જવાનું થશે મન!

ભૂતપૂર્વ ક્રિકેટર, કોમેન્ટ્રેટર અને નેતા નવજોત સિંહ સિદ્ધુ પંજાબના અમૃતસરમાં પરિવાર સાથે રહે છે. થોડાં સમય પહેલાં જ તે કોમેડી શૉમાં તેમના સહયોગી કપિલ શર્મા તેમને મળવા માટે ઘરે ગયાં હતાં. સિદ્ધુએ પોતાના ઘરે કપિલ સાથે મુલાકાત કરી હતી. જેના કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યાં છે.

કપિલ શર્મા તેના કેટલાક ફ્રેન્ડ સાથે નવજોત સિંહ સિદ્ધુના ઘરે પહોચ્યો હતો. કપિલ શર્માએ સિદ્ધુના ઘરે નાશ્તો પણ કર્યો હતો.

રિપોર્ટ્સ મુજબ, કપિલ શર્મા ત્યાં લગભગ દોઢ કલાક સુધી રહ્યો અને સિદ્ધુ સાથે ખૂબ જ વાત કરી હતી.

ફોટોમાં સિદ્ધુના આલિશાન ઘરનો શાનદાર નજારો પણ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.

સિદ્ધુનું આ ઘર વર્ષ 2014માં બનવાનું શરૂ થયું હતું અને ત્રણ વર્ષે બનીને તૈયાર થઈ ગયું હતું.

વર્ષ 2017માં જ સિદ્ધુ પરિવાર સાથે આ બંગલામાં શિફ્ટ થયો હતો.

સિદ્ધુનો આ બંગલો જોવામાં મહેલ કરતાં ઓછો નથી.

વર્ષ 2017ના રિપોર્ટ મુજબ આ ઘરને બનાવવામાં લગભગ 25 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

ઘરની અંદર જ જિમ, સ્પા અને સ્વિમિંગ પુલ પણ છે.

લૉનમાં સુંદર ફાઉન્ટેન પણ લગાવવામાં આવ્યાં છે.

બંગલાના મોટા લૉનમાં ઘણી કલાત્મક મૂર્તિઓ અને નવા-જૂના ઝાડ પણ લગાવવામાં આવ્યા છે. જેની ભવ્યતા વધુ છે.

આખા અમૃતસર જિલ્લામાં સિદ્ધુનું આ ઘર ફૅમશ છે. સિદ્ધુ અહીંથી ઘણીવાર લોકસભા સાંસદ પણ રહી ચૂક્યા છે. તેમની પત્ની પણ અમૃતસર વિધાનસભાથી ચૂંટણી લડી છે.

You cannot copy content of this page