Only Gujarat

Bollywood FEATURED

લાડલી સારાને કારણે પિતા સૈફ પર લાગ્યા અનેક આક્ષેપો, સહન ના થતાં અંતે તોડ્યું મૌન ને કહ્યું મારી દીકરી તો…

મુંબઇ સૈફ અલીખાન તેમના બાળકો સાથે ખાસ બોન્ડિંગ શેર કરે છે. સોશિયલ મીડિયા પર શેર થતી ફોટો બતાવે છે કે, સૈફ તૈમૂરની સાથે-સાથે ઇબ્રાહિમ અલીખાનને પણ ઘણો સમય આપે છે. હાલ તે ઘરમાં આવનાર નવા મહેમાનના વેલકમમાં વ્યસ્ત છે. પ્રગ્નન્ટ પત્ની કરીના કપૂરનું ખાસ ધ્યાન રાખી રહ્યાં છે. જો કે આ બધા વચ્ચે એવી ખબરો પણ આવી હતી કે, સૈફ તેમની દીકરી સારાને ડ્રગ્સ કેસમાં કોઇ મદદ નથી કરી રહ્યાં. આ સાથે સૈફ પર અનેક આરોપ લાગ્યા છે. જો કે સૈફે આ મુદ્દે મૌન તોડતા તેમના બચાવમાં કેટલાક નિવેદન આપ્યાં છે. શું કહ્યું સૈફેએ આવો જાણીએ…

બેટી સારાને સાથ ન આપનાર વાતનું ખંડન કરતા સૈફે કહ્યું કે, ‘તે હંમેશા તેમના બાળકો સાથે જ છે. તેમણે આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે, હું હંમેશા મારા બાળકો સાથે જ છું’

તેમણે જણાવ્યું કે, ‘હું મારા ત્રણેય બાળકોને ખૂબ જ પ્રેમ કરૂં છું. જો કે આ વાત સાચી છે કે, હાલ હું તૈમુર સાથે વધુ સમય વિતાવું છું. જો કે આ સાથે હું મારી મોટી દીકરી સારા અને ઇબ્રાહિમ સાથે પણ સતત જોડાયેલો છું. મારા ત્રણેય બાળકોનું મારા દિલમાં અલગ-અલગ સ્થાન છે. જો હું સારાની કોઇ વાતને લઇને નારાજ હોવ તો તૈમૂરનો સાથ તેને ઠીક નથી કરી શકવાનો’

સૈફે કહ્યું કે, ‘દરેક સમયે મારી સાથે મારા ત્રણેય બાળકોમાંથી એક હોય છે. દરેકની સાથે હું જુદી જુદી રીતે જોડાયેલો રહું છું. હું લાંબી ચેટ કે ફોન પર વાત કરીને કે પછી સારા ઇબ્રાહિમ સાથે ડિનર કરીને તેની સાથે જોડાયેલો રહી શકું છે. તે રીતે જ તૈમુર સાથે સંપર્કમાં રહેવું શક્ય નથી. મારા ત્રણ બાળકો છે. જેની ઉંમર પણ અલગ અલગ છે. તેમની જરૂરિયાત મુજબ હું તેમનો સાથ આપું છું’

કેટલીક મીડિયા રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, સૈફે સારાને ડ્રગ્સ કેસમાં મદદ કરવાનો ઇન્કાર કરી દીધો છે. આ ખબરને સૈફે ખોટી ગણાવતા જણાવ્યું હતું કે,. આ વાત તદન ખોટી છે. હું મારા બાળકો સાથે દરેક પરિસ્થિતિમાં સાથે છું. સારા સાથે બોન્ડિંગ પણ સારી છે.

ઉલ્લેખનિય છે કે, સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલા કેસમાં સારાને સમન્સ મોકલવામાં આવ્યું હતું તેમજ પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. સારા પૂછપરછ માટે એનસીબી પહોંચી હતી અને તપાસમાં સહયોગ આપ્યો હતો. આ સમયે એવી ખબર સામે આવી હતી કે, આ સમયે પિતા સૈફ સાથે ન હોવાથી સારા નારાજ છે.

આ સમયે એવા પણ સમાચાર મળ્યાં હતા કે, સૈફે સારાને આ કેસમાં મદદ કરવાની મનાઇ કરી દીધી હતી. આટલું જ નહીં તેમણે તેમની એક્સ વાઇફ અમૃતાને પણ ફોન કરીને ફટકાર લાગી હતી અને જણાવ્યું હતું કે, તે બાળકોનો સારી રીતે ઉછેર નથી રહી રહી અને તે બરાબર ધ્યાન નથી આપી રહી.

આ સમયે સૈફ તેમની પત્ની કરીના અને પુત્ર તૈમુર સાથે પટોડી પેલેસમાં સમય વિતાવી રહ્યાં છે. હાલ કરીના તેમની અપકમિંગ ફિલ્મ લાલસિંહ ચઠ્ઠાની શૂટિંગ દિલ્લીમાં કરી રહી છે. આ કારણે તેમનો પરિવાર પટોડી પેલેસમાં રોકાયો છે.

કરીના પાંચ મહિનાની પ્રેગ્નન્ટ છે. જો કે તે પ્રેગ્નન્સીમાં પણ આમિર ખાન સાથે ફિલ્મ લાલ ચઠ્ઠાની શૂકરટિંગ કરી રહી છે. આ ફિલ્મની દિલ્લીમાં 45 દિવસની શૂટિંગનું શિડ્અલ છે. કરીનાની પ્રગ્નન્સીને ધ્યાનમાં રાખીને શૂટિંગ સેટ પર તમામ કાળજી રાખવામાં આવી રહી છે. ખાસ કરીને કોવિડના કારણે દરેક પ્રકારની સાવચેતી વર્તવામાં આવી રહી છે. આમિર ખાન પણ આ વાતને લઇને ચિંતિત છે. જેથી સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેનો સંપૂર્ણ ખ્યાલ રાખવમાં આવી રહ્યો છે. શૂંટિગ ઓછા માણસો સાથે થાય અને ભીડ જમા ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

હાલ કરીનાનો બેબી બમ્પ દેખાવવા લાગ્યો છે, ત્યારે સૌના મનમાં સવાલ છે કે, આ સ્થિતિમાં તે ફિલ્મ લાલસિંહ ચટ્ઠાનું શૂટિંગ કેવી રીતે કરશે, મીડિયા રિપોર્ટ મુજબ તેમનો બેબી બમ્પ છુપાવવા માટે વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવશે.

આ મહિને કરીના-સૈફની લગ્નની વર્ષગાંઠ પણ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કપલ આ વર્ષે પટોડી પેલેસમાં જ મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરશે. આશા સેવાઇ રહી છે કે આ અવસરે પરિવારના અન્ય લોકો પણ આ હાજર રહેશે.

You cannot copy content of this page