Only Gujarat

Religion

આજે બે શુભ યોગ સાથે એક અશુભ યોગનો સંયોગ,જાણો શું થશે તમારી પર અસર

રાશિફળ: 08-10-2020: આજે બે શુભ યોગ સાથે એક અશુભ યોગનો સંયોગ! જાણો શું થશે આપની ઉપર અસર…

મેષઃ આજે નવી તકનું સર્જન સંભવ અને મધ્યાહન બાદ સામાજિક વ્યસ્તતા વધારે જણાય સાથે જ આજે અતિ ભાવુકતાથી સાવધ રહેવું તે,તેમજ આપના પડતર પ્રશ્નોનું નિરાકરણ જણાય, સત્કાર્યમાં દિવસ પસાર થતો જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રની અંદર ધનલાભ સમભાવ આપની મહેનતનું સવાયુ ફળ જણાય.
  • પરિવાર: પારિવારિક સહયોગ સારો પરંતુ ભાઈ-ભાંડુઓ સાથેના વિખવાદથી દૂર રહેવું.
  • નાણાકીય: આર્થિકક્ષેત્રમાં નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું, નવીન તક જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: માનસિક શાંતિ જળવાઈ રહેશે.
  • આજનો મંત્ર: ॐ अव्ययाय नमः

વૃષભઃ આજે ધાર્યા કામ પાર પડતા જણાય અને સામાજિક – વ્યવસાયિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય સાથે જ વિશરાયેલા સંબંધો ફરીથી તાજા થતા જણાય, વિચારો સકારાત્મક રાખવા અને જૂના રોકાણથી લાભ થતો જણાય, યાત્રા – પ્રવાસ ટાળવા.

  • કાર્યક્ષેત્ર: તમારા કરેલા કાર્યનું મધુર ફળ મળતું જણાય, કાર્યક્ષેત્રમાં પોતાની ક્ષમતા પર શંકા ના કરવી.
  • પરિવાર: પારિવારિક સહયોગ સારો પરંતુ ભાઈ-ભાંડુઓ સાથેના વિખવાદથી દૂર રહેવું.
  • નાણાકીય: પારિવારિક સહયોગ સારો પરંતુ ભાઈ-ભાંડુઓ સાથેના વિખવાદથી દૂર રહેવું.
  • વિદ્યાર્થી વર્ગ: સ્પર્ધાત્મક બાબતોમાં સફળતાનો મધુર સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: જુના રોગનું નિરાકરણ જણાય.
  • આજનો મંત્ર: ॐ जयन्ताय नमः

મિથુનઃ આજે પ્રગતિકારક તકનું નિર્માણ સંભવ સાથે જ જમીનમાં રોકાણ લાભદાયી રહેશે તથા સંપત્તિનાં પ્રશ્નો હલ થતા જણાય, મનનાં મનોરથો ફળતા જણાય, કાયદાકીય બાબતોનો ઉદેલ જોવા મળે, કાર્યક્ષેત્રમાં નવા પરિવર્તન સંભવ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં મહત્વના કાર્યોમાં સફળતા જણાય, કાર્યબોજ હળવો થતો જણાય.
  • પરિવાર: અંગત જીવન માં મધુરતા જળવાઈ રહેશે, માતૃ પક્ષથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.
  • નાણાકીય: સંપત્તિના પ્રશ્નોમાં મધુર ફળ ચાખવા મળે, આર્થિક નવા માર્ગો મળતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: તમારી સખત મહેનતથી સફળતાનો સ્વાદ ચાખી શકાશે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે વિશેષ કાળજી રાખવી.
  • આજનો મંત્ર: ॐ जयावहाय नमः

કર્કઃ આજે આર્થિક ક્ષેત્રમાં મનોવાંછિત પરિણામ જણાય અને અંગત સંબંધોમાં સામાન્ય કડવાસ અનુભવાય, ચિંતાનાં વાદળ દૂર થતા જણાય, કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ તેમજ કાર્યક્ષેત્રમાં પદોન્નતિની શક્યતા, વાણી વર્તનમાં મર્યાદા જાળવવી.

  • કાર્યક્ષેત્ર: ધારેલું કાર્ય સફળ થતું જણાય, કાર્યક્ષેત્રમાં હરિફ વર્ગથી સાવધાન રહેવું.
  • પરિવાર: સામાજિક કાર્યો પુરા થતા જણાય તથા કોઈ સામાજિક કાર્યોમાં દિવસ પરોવાયેલો રહે.
  • નાણાકીય: સંપત્તિના પ્રશ્નોમાં મધુર ફળ ચાખવા મળે, આર્થિક નવા માર્ગો મળતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: લક્ષાંક મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગેની ચિંતામાં વધારો સંભવ.
  • આજનો મંત્ર: ॐ विविक्ताय नमः

સિંહઃ આજે અગત્યની બાબતમાં ઉતાવળીયું પગલું ભરવુ નહીં, આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, સામાજિક – વ્યવસાયિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય, પારિવારિક શાંતિ જળવાઈ રહેશે,પ્રવાસ-પર્યટન ટાળવા.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્ર ની અંદર સાવધ રહીને કામ કરવું તેમજ કાર્યક્ષેત્રની અંદર યશપદની પ્રાપ્તિ જોવા મળે.
  • પરિવાર: મોસાળ પક્ષથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ તેમજ દાંપત્યજીવનનાં પ્રશ્નોનું નિરાકરણ જણાય.
  • નાણાકીય: આર્થિક ચિંતા-ઉપાધીઓ માં વધારો જણાય, રોકાણ કરવામાં સાચવવું.
  • વિદ્યાર્થી વર્ગ: એકાગ્રચિત્તે અભ્યાસ કરવો હિતાવહ.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે વિશેષ કાળજી રાખવી.
  • આજનો મંત્ર: ॐ वश्याय नमः

કન્યાઃ આજે ધાર્યા કામ પાર પડતા જણાય, આર્થિક ક્ષેત્રમાં મનોવાંછિત પરિણામ જણાય, કાર્યક્ષેત્રમાં નવા પરિવર્તન કે ઉતાર-ચઢાવ સંભવ, સામાજિક કાર્યો પાર પડતા જણાય, આધ્યાત્મિક કાર્યોમાં સમય વધારે પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: તમારી કાર્યક્ષમતામાં વધારો થતો જણાય, કાર્યક્ષેત્રમાં દિવસ સામાન્ય રહે.
  • પરિવાર: દાંપત્યજીવનમાં મધુરતા જણાય, મિત્રો-સ્નેહીજનથી વિવાદ ટાળવો.
  • નાણાકીય: લાભદાયક તક આવતી જણાય તેમજ પોતાની ક્ષમતા પર શંકા ના કરવી.
  • વિદ્યાર્થી વર્ગ: પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: જૂનારોગમાં થી રાહત જણાય.
  • આજનો મંત્ર: ॐ श्रीमते नमः

તુલાઃ આજે ધરેલા પરિણામ મેળવવા વધુ રાહ જોવી પડેત તેમજ આર્થિક માર્ગોમાં બકરું કાઢતા ઊંટ પેઠું એવી સ્થિતિ જણાયસાથે જ વિચારો ઉપર અંકુશ રાખવો તેમજ લાંબો પ્રવાસ ટાળવો, દિવસ ધીરજતાથી પસાર કરવો.

  • કાર્યક્ષેત્ર: કાર્યનું ફળ જલ્દી જોવા મળે, કાર્યક્ષેત્રમાં આપના કાર્યોની પ્રશંસા મળી રહે.
  • પરિવાર: જીવન સાથી તરફથી સ્નેહ – સહયોગ સારો જણાય તથા વિવાદ ટાળવો.
  • નાણાકીય: આર્થિક સ્રોતની તક મળતી જણાય, નવી યોજનાનું આયોજન સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને પરીક્ષામાં સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ बृहद्भानवे नमः

વૃશ્રિકઃ આજે આપના વ્યવહારથી બીજા નિરાશ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવુ તેમજ નવા કાર્યનો શુભારંભ સંભવ, રમત-ગમત સાથે સંકળાયેલી વ્યક્તિઓને વિશેષ તક મળી શકે છે, નવી તકનું નિર્માણ સંભવ, પારિવારિક વિવાદથી દૂર રહેવુ.

  • કાર્યક્ષેત્ર: નવી તકનું નિર્માણ સંભવ અને કાર્યક્ષેત્રમાં નવો પ્રોજેક્ટ મળી શકે છે.
  • પરિવાર: દાંપત્યજીવનનાં પ્રશ્નો ઉદ્દભવે, ભાઈ – બહેન ના સંબંધમાં મધુરતા જણાય.
  • નાણાકીય: રોકાયેલા પૈસા પાછા મળી શકે છે, આર્થિક રોકાણમાં પૂર્વ આયોજન કરીને આગળ વધવું.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે સાચવવું.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ सुराराध्याय नमः

ધનઃ આજે ગૃહસ્થ જીવનના મતભેદો દુર થતા જણાય સાથે જ નાણાકીયભીડ હળવી થતી જણાય, સામાજિક ક્ષેત્રે યશ-માનમાં વૃદ્ધિ જણાય, યાત્રા – પ્રવાસ ટાળવા અને અટકાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યનું ફળ જલ્દી જોવા મળે, કાર્યક્ષેત્રમાં આપના કાર્યોની પ્રશંસા મળી રહે.
  • પરિવાર: ગેરસમજ મનદુઃખ ટાળવા હિતાવહ, જૂના સંબંધો ફરીથી તાજા થાય.
  • નાણાકીય: જોખમ લેવામાં સંકોચ કરવો નહીં, આર્થિક તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: પ્રયત્નોનું ફળ મળતુ જણાય.
  • સ્વાસ્થ્ય: તબિયતની કાળજી રાખવી.
  • આજનો મંત્ર: ॐ गिरीशाय नमः

મકરઃ આજે સુસુપ્ત પડી રહેલી સમસ્યાઓ પુનઃ માથું ઉચકાતી જણાય, મકાન-વાહન-જમીન ને લગતા પ્રશ્નોનું નિરાકરણ જણાય, માંગલિક પ્રસંગોનું આયોજન સંભવ, કાર્યનું ઈચ્છિત પરિણામ જણાય તથા કૌટુંબિક તણાવનો અંત જણાય.

  • કાર્યક્ષેત્ર: ચિંતાનાં વાદળો દુર થતા જણાય, ગુસ્સા – આવેશ પર સંયમ રાખવો.
  • પરિવાર: દાંપત્યજીવનમાં મધુરતા જણાય, અંગત જીવનનાં મતભેદ દૂર થતા જણાય.
  • નાણાકીય: જમીન રોકાણમાં લાભદાયી રહે, આનંદ-મનોરંજનમાં ખર્ચ વધારે જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓ ને અભ્યાસમાં વિશેષ લાભ જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય નરમ-ગરમ જણાય.
  • આજનો મંત્ર: ॐ धीवराय नमः

કુંભઃ આજે અશાંતિના વાદળો વિખરતા જણાય, કાર્યક્ષેત્રમાં નવો વળાંક સંભવ અને પોતાની વાત રજુ કરવામાં અચકાવુ નહીં, વધારાની આવક કરવાના પ્રયત્ન સફળ થતા જણાય, આર્થિક માર્ગો ખુલતા જણાય, નવી યોજનાનું આયોજન સંભવ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં બદલાવ કરવાનું મન થાય તેમજ વાદ વિવાદથી દૂર રહેવું હિતાવહ.
  • પરિવાર: પારિવારિક અવરોધો દુર થતા જણાય, લુપ્ત થયેલા સંબંધો તાજા થાય.
  • નાણાકીય: અભ્યાસક્ષેત્રે નરમ-ગરમ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓ ને પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સચેત રહેવું.
  • આજનો મંત્ર: ॐ देवपूजिताय नमः

મીનઃ આજે ધરેલા પરિણામ મેળવવા વધુ રાહ જોવી પડે, આર્થિક ક્ષેત્રે વિચારીને પગલું ભરવું હિતાવહ, સામાજિક સંબંધમાં મીઠાશ વધતી જણાય અને દાંપત્ય જીવનમાં ઉમંગ ઉલ્લાસ જળવાઈ રહેશે, યજ્ઞ- યાગાદિનું આયોજન સંભવ.

  • કાર્યક્ષેત્ર: આજે વ્યાપારના વિસ્તાર માટે પ્રયત્નો સફળ થતા જણાય તેમજ સંવાદિતા જણાય.
  • પરિવાર: કુટુંબમાં સામાન્ય અશાંતિ જણાય, આત્મવિશ્વાસ વધે એવો પ્રસંગ જણાય.
  • નાણાકીય: આનંદ-મનોરંજનમાં ખર્ચ વધારે જણાય, વેપાર ક્ષેત્રે નવા રોકાણ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે નરમ-ગરમ જણાય.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ दयाकराय नमः
You cannot copy content of this page