Only Gujarat

Religion

59 વર્ષ બાદ સર્જાયો છે આ યોગ, કોરોનાના સમયમાં આ પાંચ રાશિઓ સંભાળીને રહે નહીંતર…

અમદાવાદઃ જ્યોતિષમાં શનિ અને ગુરુનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બંને ગ્રહો ખૂબ જ પ્રભાવશાળી હોય છે. બંને ખૂબ જ ધીમી ચાલથી એક રાશિથી બીજી રાશિમાં પોતાનું સ્થાન પરિવર્તન કરે છે. શનિ અઢી વર્ષમાં રાશિ બદલે છે તો ગુરુ 12 થી 13 મહિનાના અંતરાલમાં એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે. એવામાં ગુરુ અને શનિની યુતિ થવી એક મહાસંયોગથી કમ નથી. 29 માર્ચ 2020ના ગુરુ મકર રાશિમાં પ્રવેશી ચુક્યો છે. શનિ 24 જાન્યુઆરીથી જ મકર રાશિમાં છે. એવામાં શનિ અને ગુરુની યુતિ ઘણા વર્ષો બાદ થઈ છે. ગુરુ લગભગ ત્રણ મહિનાની યાત્રા બાદ 30 જૂને વક્રી અવસ્થામાં ફરીથી ધન રાશિમાં આવી જશે. ગુરુ અને શનિનું આ મિલન લગભગ 59 વર્ષો બાદ થયું છે.

ગુરુ અતિચારી ભાવમાં પોતાની નીચ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે પરંતુ શનિદેવ પોતાના ઘરમાં વિરાજમાન હોવાના કારણે તેમનો નીચ ભંગયોગ બનશે અને મંગળ પણ પોતાની ઉચ્ચ રાશિમાં બિરાજમાન છે. જેના કારણે ત્રિગ્રહી રાશિનું નિર્માણ છે. મંગળ, ગુરુ અને શનિની આ યુતિનું જ્યોતિષિય વિશ્લેષણ કાંઈક આવું છે.

મેષઃ યુતિના કારણે મેષ રાશિના જાતકોના પારિવારિક જીવનમાં પરેશાનીઓ પેદા થઈ શકે છે. પરિવારના સભ્યોની તબિયત બગડતાં તમારી ચિંતા વધશે. તો કામના ક્ષેત્રમાં તમને સારા સંકેતો મળી શકે છે. શનિ-ગુરુની યુતિ મેષ રાશિના જાતકો માટે તેમના કર્મના ભાવમાં થઈ છે.

વૃષભઃ આ યુતિના કારણે વૃષભ રાશિના જાતકોને નોકરીના મામલામાં પરેશાની આવી શકે છે. તમારા જીવનમાં અનેક રીતના ફેરફાર પણ જોવા મળશે.

મિથુનઃ મિથુન રાશિના જાતકો માટે અષ્ટમ ભાવમાં આ ગ્રહોની યુતિ બહુ સારી ના કહી શકાય. કોર્ટ કચેરીના મામલામાં ઝઘડા કે વિવાદથી દૂર રહો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કાર્યક્ષેત્રમાં ષડયંત્રનો શિકાર થવાથી બચો. ભાગદોડ પર ખર્ચ થશે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે.

કર્કઃ ગુરુ અને શનિની યુતિમાં સપ્તમ ભાવ હોવાના કારણે દામ્પત્ય જીવનમાં કડવાશ આવી શકે છે. વિવાહ સંબંધી વાતમાં વિઘ્ન આવી શકે છે. વેપારમાં લાભની આશાઓ વધશે. આ યુતિના પ્રભાવથી વ્યક્તિત્વ અને માન સન્માનમાં નિખાર આવશે અને છબિ મજબૂત થશે.

સિંહઃ આ યુતિ તમારી રાશિમાં છઠ્ઠા શત્રુભાવથી થઈ રહી છે. આ ગ્રહ-ગોચર યોગ રોગ અને શત્રુઓથી મુક્તિ અપાવશે. ઘણા સમયથી રોકાયેલું કામ થઈ જશે. કોર્ટ કચેરીના મામલામાં નિર્ણય તમારા પક્ષમાં આવવાનો સંકેત છે. આ યુતિ નોકરી કરતા જાતકોને નવી ઉંચાઈઓ આપશે.

કન્યાઃ તમારા માટે પંચમ ભાવમાં ગુરુ-શનિની યુતિ થશે. કામ-વેપારમાં ઉન્નતિથી લાભ માર્ગ પ્રશસ્ત થશે, સમાજમાં પ્રતિષ્ઠા વધશે, સંતાન સંબંધી ચિંતા દૂર થશે. સંતાન પ્રાપ્તિનો પણ યોગ છે. આવકમાં સારો વધારો થવાના સંકેત છે. સાથે જ સમાજમાં તમારું માન સન્માન વધશે. કેટલાક લોકોની નોકરી જઈ શકે છે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. થોડા સમયમાં તમારી સ્થિતિ ઠીક થઈ શકે છે.

તુલાઃ શનિ-ગુરુની યુતિ ચતુર્થભાવમાં હોવાના કારણે મિશ્ર ફળ આપશે. પારિવારિક કલેશ વધવાના કારણે અશાંતિ વધી શકે છે. કાર્યક્ષેત્રમાં આ યુતિ ખૂબ જ લાભ કરાવશે.

વૃશ્ચિકઃ સમાજમાં તમારું માન સન્માન વધશે. આ યુતિ તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ કરાવશે. પોતાના સાહસના બળ પર વિષમ સ્થિતિમાં પણ તમારી જીત થશે.

ધનઃ ગુરુ-શનિની યુતિ તમારી રાશિમાં ધનભાવ બનાવે છે, જેથી તમારો આર્થિક પક્ષ મજબૂત થશે. આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ બને છે. તમે કોઈ મોંઘી વસ્તુ લઈ શકો છો.

મકરઃ આ યુતિ તમારી રાશિમાં જ થઈ રહી છે. જેનો તમને લાભ મળશે. અચાનકથી ઘણી પ્રસિદ્ધિ મળી શકે છે. સરકારી નોકરી માટે આવેદન કરવું સફળ રહેશે. કોઈ મોટી જવાબદારી મળી શકે.

કુંભઃ ખર્ચમાં અચાનક વધારો જોવા મળશે કારણ કે આ યુતિ તમારી રાશિમાં વ્યયભાવમાં બનેલી છે. યાત્રા સાવધાની પૂર્વક કરો. દુર્ઘટનાથી બચો. ગોચર વધુ સાવધાની વર્તન તરફ સંકેત કરી રહ્યું છે. તમારા વિરોધીઓ સક્રિય થઈ શકે છે.

મીનઃ આ યુતિથી તમારી રાશિમાં લાભભાવ થઈ રહ્યો છે, જેના કારણે તમને વિષમ પરિસ્થિતિઓથી છુટકરો મળશે. આવકના સાધનો વધશે. વિદ્યાર્થિઓ માટે શિક્ષણ અને નોકરીમાં સારી સફળતાના યોગ બની રહ્યા છે. સંતાન સંબંધી ચિંતામાંથી મુક્તિ મળશે. નોકરીમાં સન્માનના યોગ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page