Only Gujarat

FEATURED Religion

કઈ રાશિના જાતકોને લાભ કરાવશે અતિ શુભ એવો લાભ પાંચમનો દિવસ? જુઓ આજનું રાશિફળ

લાભ પાંચના દિવસે આ રાશિના જાતકો થશે માલામાલ તો આ રાશિના જાતકો જોવા મળશે નિરાશ, જાણો આજનું લેટેસ્ટ રાશિફળ

મેષઃ વડીલોના આશીર્વાદ લઈ કાર્યનો પ્રારંભ કરવો પરંતુ પ્રેમ સંબંધમાં સામાન્ય તણાવ અનુભવાય સાથે જ અણધાર્યા સમાચારથી ખુશીની ક્ષણો આવતી જણાય, યાત્રા-પ્રવાસ માં સાનુકુળતા જળવાઈ રહેશે. મનમાં ઉત્સાહ જણાય.

કાર્યક્ષેત્ર: આપની મુજવણોના ઉકેલ મળતા જણાય, વિરોધી સામે પ્રગતિ થતી જણાય.
પરિવાર: પરિવારમાં આનંદમય વાતાવરણ જળવાઈ રહે, પારિવારિક વિવાદ ટાળવો.
નાણાકીય: નાણાકીય સાહસમાં પત્નિની સલાહ અવશ્ય લેવી, ખર્ચાઓનું પ્રમાણ વધતુ જણાય.
વિદ્યાર્થી વર્ગ: તમારા કરેલા પ્રયત્નોનું મધુર ફળ મળતુ જણાય.
સ્વાસ્થ્ય: માનસિક ચિંતાઓ દૂર થતી જણાય.
આજનો મંત્ર: ॐ लक्ष्मीपतये नमः

વૃષભઃ આજે મહત્વના કામમાં પ્રગતિ જણાય તેમજ ચિંતાનાં વાદળો હટતા જણાય, પ્રવાસમાં સાનુકૂળતા જણાય તેમજ આપના નવા કર્યો પૂર્ણ થતા જણાય, યાત્રા – પ્રવાસનું આયોજન સંભવ બને, દિવસ ધીરતાથી પસાર કરવો.

કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સંવાદિતા જણાય તેમજ કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવ સંભવ.
પરિવાર: વૈવાહિક જીવન અંગેનાં પ્રશ્નોનું સમાધાન જણાય, કૌટુંબિક શાંતિ જળવાઈ રહેશે.
નાણાકીય: ઉઘરાણી કર્જની ચિંતા જણાય તેમજ નવા સાહસો વિચારીને કરવા.
વિદ્યાર્થી વર્ગ: તમારા પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
સ્વાસ્થ્ય: આરોગ્ય અંગેની બેકારદારી બીમારીને નોતરી શકે છે.
આજનો મંત્ર: ॐ वैकुण्ठाय नमः

મિથુનઃ આજે આપને મનમાં ઉત્સાહ જણાય તેમજ જીવનમાં સ્થિરતા માટે વ્યવહારિક પગલાં લેવાય, ભવિષ્ય અગેનું આયોજન સંભવ, કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા બની રહેશે તથા આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે.

કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં ધરેલી સફળતા જણાય, રોકાયેલા કાર્ય નવી રીતથી પૂરા થતા જણાય.
પરિવાર: પ્રિયજન સાથે ગાળેલો સમય યાદગાર બની રહેશે, નવા સંબંધો બને.
નાણાકીય: આર્થિક પરિસ્થિતિ સુધરતી જણાય, જમીનમાં રોકાણ લાભદાયી જણાય.
વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે સફળતા જણાય.
સ્વાસ્થ્ય: થોડો સમય ધ્યાનયોગમાં પસાર કરવો જરૂરી.
આજનો મંત્ર: ॐ कृष्णाय नमः

કર્કઃ આજે બિનજરૂરી ખર્ચ ટાળવો અને નકામી ચિંતાથી દૂર રહેવું સાથે જ અવિચારી નિર્ણય તમારા માટે કેટલીક મુશ્કેલી સર્જી શકે છે, ઇષ્ટદેવની આરાધના વિશેષ ફળદાયી જણાય, વિદેશ કાર્ય પ્રગતિમાં જણાય, રચનાત્મક વિચારો આવે.

કાર્યક્ષેત્ર: રોકાયેલા કાર્ય નવી રીતથી પૂરા થતા જણાય, ભાગીદારીનાં કાર્યોમાં સાવધાની રાખવી.
પરિવાર: પરિવારમાં આનંદનું વાતાવરણ સર્જાય, ગેરસમજ મનદુઃખ ટાળવા.
નાણાકીય: વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ સંભવ, આવકના સ્ત્રોત વધે.
વિદ્યાર્થી વર્ગ: ઉચ્ચ અભ્યાસ માં સફળતા જણાય.
સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
આજનો મંત્ર: ॐ परब्रह्मणे नमः

સિંહઃ આજે નાણાકીય માર્ગોમાં બકરું કાઢતા ઊંટ પેઠું એવી સ્થિતિ જણાય અને સામાજિક પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય, અણધારી સહાય આપની નાવને કિનારે લગાવવા મદદરૂપ થશે, સામાજિક કાર્યોમાં બરકત જણાય.

કાર્યક્ષેત્ર: નવા કાર્યોનો શુભારંભ સંભવ બને, વિચારોને પોઝેટીવ રાખવા.
પરિવાર: ગૃહજીવન ની પરિસ્થિતિ મધુર જણાય, સ્વજનોથી મિલન સંભવ.
નાણાકીય: વધારાની આવક ઊભી કરવામાં સફળતા મળે, આર્થિક ઉતાર ચઢાવ સંભવ બને.
વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં પ્રગતિ જણાય.
સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે સાનુકુળતા જણાય.
આજનો મંત્ર: ॐ गरुडध्वजाय नमः

કન્યાઃ આજે આપના પ્રયાસનું શુભફળ ચાખવા મળે અને મહત્ત્વના વ્યક્તિનો પરિચય થાય,વ્યવસાય કે જમીનનાં પ્રશ્નોનાં ગૂંચવાડા દૂર થતા જણાય, આર્થિક જાવકનું પ્રમાણ વધે નહિ તેની તકેદારી રાખવી, કારણ વગરની ચિંતા ન કરવી.

કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે, કોઈ લાભકારક તક આવતી જણાય.
પરિવાર: દામ્પત્યજીવનમાં મધુરતા જળવાઈ રહે, મિત્ર તરફથી આર્થિક મદદ પ્રાપ્ત થાય.
નાણાકીય: મનોવાંછિત આવક મળી રહે, નાણાકીય વ્યય વધારે જણાય.
વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં સાનુકૂળતા જણાય.
સ્વાસ્થ્ય: બદલાતા હવામાનને લગતી બીમારી પરેશાન કરી શકે છે.
આજનો મંત્ર: ॐ वासुदेवाय नमः

તુલાઃ આજે નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, શુભ કાર્યોની શરૂઆત થતી જણાય, કાર્યક્ષેત્રમાં નવી તકનું નિર્માણ સંભવ, રોજિંદા જીવન કાર્યમાં પરિવર્તન લાવવાની ઇચ્છા થાય, મૂડીનું રોકાણ કરતા પૂર્વ આયોજન જરૂરી તેમજ નકારાત્મક વિચારોથી દુર રહેવું.

કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં કર્મચારીનો સહયોગ સારો મળી શકે છે, પોતાની વાત રજુ કરવામાં અચકાવુ નહીં.
પરિવાર: પારિવારિક મનભેદ-મતભેદ ટાળવા, હકારાત્મક દૃષ્ટિકોણ રાખવાનો પ્રયાસ કરવો.
નાણાકીય: જૂના રોકાણથી ફાયદો જણાય, નેગેટીવ વિચારોથી દુર રહેવું હિતાવહ છે.
વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં વૃદ્ધિ જણાય.
સ્વાસ્થ્ય: વિદ્યાભ્યાસમાં વૃદ્ધિ જણાય.
આજનો મંત્ર: ॐ मधुरिपवे नमः

વૃશ્રિકઃ આજે કાર્ય-વિચારથી બીજાને પ્રાત્સાહિત કરવામાં સફળ થશો, પોતાના વિચારોને અમલ કરાવવામાં વધુ જીદ ના કરવી, કોઈની વાતોથી વધારે પ્રભાવિત ન થવુ હિતાવહ સાથે જ જમીનમાં રોકાણ લાભદાયી રહેશે.

કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં ઉતાવળયો નિર્ણય લેવો નહિ, નવી તકનું નિર્માણ સંભવ.
પરિવાર: સામાજિક ક્ષેત્રે યશ-માનમાં વૃદ્ધિ જણાય, પારિવારિક મતભેદ ટાળવા.
નાણાકીય: સામાજિક ક્ષેત્રે યશ-માનમાં વૃદ્ધિ જણાય, પારિવારિક મતભેદ ટાળવા.
વિદ્યાર્થી વર્ગ: પરિક્ષામાં સફળતાનો મધુર સ્વાદ ચાખવા મળેશે.
સ્વાસ્થ્ય: જુનારોગમાં થી રાહત જણાય.
આજનો મંત્ર: ॐ नारायणाय नमः

ધનઃ આજે વિલંબમાં પડેલા કાર્ય આગળ વધતા જણાય, પારિવારિક મનભેદ-મતભેદ ટાળવા, રોકાણ કરવામાં ધ્યાન રાખવું, મુસાફરી ટાળવી, જમીન મકાનનાં પ્રશ્નોનો નિરાકરણ સંભવ, દિવસભર શારીરિક ઊર્જા સારી જણાય.

કાર્યક્ષેત્ર: તમારા કરેલા કાર્યનું મધુર ફળ મળતું જણાય, કાર્યક્ષેત્રમાં પોતાની ક્ષમતા પર શંકા ના કરવી.
પરિવાર: પારિવારિક સહયોગ સારો પરંતુ ભાઈ-ભાંડુઓ સાથેના વિખવાદથી દૂર રહેવું.
નાણાકીય: આર્થિકક્ષેત્રમાં નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું, નવીન તક જણાય.
વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ પ્રગતિ જણાય.
સ્વાસ્થ્ય: માનસિક શાંતિ જળવાઈ રહેશે.
આજનો મંત્ર: ॐ माधवाय नमः

મકરઃ આજે આપના ધરેલા અધૂરા કર્યો પુરા થતા જણાય, ભૌતિક વસ્તુઓ પાછળ ખર્ચ વધારે જણાય, મહત્વના કાર્યમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે, ખોટા વાદ-વિવાદમાં ના ઉતરવુ હિતાવહ તેમજ ગૃહજીવનમાં સામાન્ય મતભેદ જણાય.

કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં મહત્વના કાર્યોમાં સફળતા જણાય, કાર્યબોજ હળવો થતો જણાય.
પરિવાર: અંગત જીવન માં મધુરતા જળવાઈ રહેશે, માતૃ પક્ષથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.
નાણાકીય: સંપત્તિના પ્રશ્નોમાં મધુર ફળ ચાખવા મળે, આર્થિક નવા માર્ગો મળતા જણાય.
વિદ્યાર્થી વર્ગ: તમારી સખત મહેનતથી સફળતાનો સ્વાદ ચાખી શકાશે.
સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે વિશેષ કાળજી રાખવી.
આજનો મંત્ર: ॐ परात्पराय नमः

કુંભઃ આજે ધીરજના ફળ મીઠા એ ધ્યાનમાં રાખીને આગળ વધવું, સામાજિક કાર્યથી બહાર જવાનું સંભવ બને, રોકાણ કરતા પહેલાં અનુભવીની સલાહ અવશ્ય લેવી, કારકિર્દીમાં પરિવર્તન લાવવાનું મન થાય, સામાજિક માન સમ્માન વધે.

કાર્યક્ષેત્ર: ધારેલું કાર્ય સફળ થતું જણાય, કાર્યક્ષેત્રમાં હરિફ વર્ગથી સાવધાન રહેવું.
પરિવાર: સામાજિક કાર્યો પુરા થતા જણાય તથા કોઈ સામાજિક કાર્યોમાં દિવસ પરોવાયેલો રહે.
નાણાકીય: સંપત્તિના પ્રશ્નોમાં મધુર ફળ ચાખવા મળે, આર્થિક નવા માર્ગો મળતા જણાય.
વિદ્યાર્થી વર્ગ: લક્ષાંક મેળવવા વધુ મહેનત કરવી પડે.
સ્વાસ્થ્ય: આરોગ્ય અંગેની ચિંતામાં વધારો સંભવ.
આજનો મંત્ર: ॐ वनमालिने नमः

મીનઃ આજે યોગ્ય આયોજન અને સાહસથી આપ સફળતાનો સ્વાદ ચાખી શકશો, કાર્યક્ષેત્રમાં સકારાત્મક દ્રષ્ટિકોણ સફળતા આપાવે તેમજ પ્રગતિકારક તકનું નિર્માણ સંભવ, વાતચીતમાં કોઈના સાથે ગેર સમજ ના થાય તેની તકેદારી રાખવી.

કાર્યક્ષેત્ર: તમારી કાર્યક્ષમતામાં વધારો થતો જણાય, કાર્યક્ષેત્રમાં દિવસ સામાન્ય રહે.
પરિવાર: દાંપત્યજીવનમાં મધુરતા જણાય, મિત્રો-સ્નેહીજનથી વિવાદ ટાળવો.
નાણાકીય: આર્થિક સ્રોતની તક મળતી જણાય, નવી યોજનાનું આયોજન સંભવ.
વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને પરીક્ષામાં સફળતા જણાય.
સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
આજનો મંત્ર: ॐ उपेन्द्राय नमः

You cannot copy content of this page