Only Gujarat

Bollywood

કોઈએ 22 તો કોઈએ ઘટાડ્યું 13 કિલો વજન, આ સેલેબ્સે નવરા પડતાં જ આ રીતે ઉતાર્યું વજન

મુંબઈઃ લોકડાઉનને લીધે ઘણાં લોકો ઘરે હોવાને લીધે તેમનું વજન વધી ગયું હોવાની સમસ્યા વધી ગઈ હતી. તો બીજી તરફ કેટલાક લોકો એવા પણ હતાં જેમણે આ ખરાબ સમયનો ફાયદો પણ ઉઠાવ્યો અને પોતાની ફિટનેસ પર ધ્યાન આપ્યું. આમ તો સેલેબ્સ પોતાની ફિટનેસનું ધ્યાન રાખે છે અને જીમ જાય છે, પણ આ દરમિયાન કેટલાક સેલેબ્સે ચમત્કાર કરી દીધો હતો. ગત કેટલાક મહિનામાં ઘરે રહીને સેલેબ્સે પોતાનું ઘણું વજન ઓછું કરી લીધું. આ લિસ્ટમાં કપિલ શર્માથી લઈ શહનાઝ કૌર ગિલ સુધીના નામ સામેલ છે. તો અમે તમને જણાવીએ સેલેબ્સે કરેલાં ટ્રાન્સફોર્મ વિશે.

કપિલ શર્મા
કપિલ શર્માએ આ વર્ષો પોતાનું 11 કિલો વજન ઓછું કર્યું છે. પહેલાં તે 92 કિલોના હતાં હવે તેમનું વજન 82 કિલો છે.

અવિકા ગોર
અવિકા ગોરે આ વર્ષે પોતાનું 13 કિલો વજન ઓછું કર્યું છે. એક્ટ્રસે જબરદસ્ત ટ્રાન્સફોર્મેશનના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાં છે.

શેહનાઝ કૌર ગીલ
શેહનાઝ કૌર ગીલે થોડાં મહિનામાં પોતાનું 12 કિલો વજન ઓછું કર્યું છે. લેટેસ્ટ ફોટોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે, તે કેટલી પાતળી થઈ ગઈ છે.

કશ્મેરા શાહ
કશ્મેરા શાહના હોટ ફોટોઝ અત્યારે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યાં છે. એક્ટ્રસે આ વર્ષે પોતાનું 13 કિલો વજન ઓછું કર્યું છે.

કૃષ્ણા અભિષેક
ટીવી એક્ટર કૃષ્ણા અભિષેકે પોતાનું 7 કિલો વજન ઓછું કર્યું છે.

આરતી સિંહ
ટીવી એક્ટ્રસ અને બિગબોસ 13 ફેમ આરતી સિંહ પોતાનું ઘણું ફિગર ઓછું કરી નાખ્યું છે. તેમણે ગત કેટલાક મહિનામાં પોતાનું 5 કિલો વજન ઓછું કર્યું છે. એક્ટ્રસે પોતાના ટ્રાન્સફોર્મેશનના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાં હતાં.

સલોની દૈની
કોમે઼ડી સર્કસની નાની ગંગૂ બાઈ એટલે કે સલોની દૈનીએ હાલમાં ખુલાસો કર્યો છે કે, તેમને લોકડાઉન દરમિયાન પોતાનું 22 કિલો વજન ઓછું કર્યું છે.

You cannot copy content of this page