Only Gujarat

Religion

આજે દેવઉઠી એકાદશી: કઈ રાશિના જાતકો પર મહેરબાદન થશે શ્રીવિષ્ણુજીની કૃપા?

મિત્રો, આજે તારીખ 25-11-2020ના બુધવારે કારતક સુદ એકાદશી તિથિ છે સાથે જ ચાતુર્માસ પુરા થાય છે એટલે આને દેવઉઠી એકાદશીના નામે ઓળખવામાં આવે છે. આજના દિવસે ભગવાન શ્રીવિષ્ણુજીની વિશેષ આરાધના કરાવી તેમજ આપણી રાશિ પ્રમાણે તેમના મંત્રના જાપ કરવા હિતાવહ રહેશે.

મેષઃ આજે સહકર્મીની મદદ થી આપની કાર્યશૈલીને વધુ પ્રગતિશીલ બને સાથે રાજકીય નેતાઓની નવી જવાબદારીઓ પણ મળી શકે તેમ છે, કળ થી કામ લેવું, પારિવારિક નિર્ણયમાં વિચારીને પગલું ભરવું હિતાવહ રહે.

કાર્યક્ષેત્ર: નવા કાર્યનો શુભારંભ સંભવ બને તેમજ વાદ વિવાદ ટાળવો.
પરિવાર: કુટુંબમાં સામાન્ય અશાંતિ જણાય, આત્મવિશ્વાસ વધે એવો પ્રસંગ જણાય.
નાણાકીય: મૂડી રોકાણ સાવધાનીથી કરવું હિતાવહ સાથે આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ.
વિદ્યાર્થી વર્ગ: સકારાત્મક દ્રષ્ટિકોણ આપના સફળતા આપાવે.
સ્વાસ્થ્ય: બદલાતા હવામાનને લગતી બીમારી પરેશાન કરી શકે છે.
આજનો મંત્ર: ॐ लक्ष्मीपतये नमः

વૃષભઃ આજે બાળકો અને પરિવાર સાથે સુખદ સમય પસાર થાય સાથે આર્થિક પ્રશ્નોમાં નિરાકરણનો માર્ગ જણાય, જીવનસાથી તથા પરિવારની સાથે આનંદદાયક સમય વિતશે તથા કોઈ નવા કરાર સંભવ બને.

કાર્યક્ષેત્ર: આપના પુરુષાર્થનું ફળ મળવામાં વિલંબ જણાય, મનમાં ધારેલું કાર્ય આગળ વધતું જણાય.
પરિવાર: સામાજિક કાર્યોમાં વ્યસ્તતા જણાય, પારિવારિક કલેશ થી દુર રહેવું.
નાણાકીય: સ્થાઇ સંપત્તિ વિશે કોઇપણ નિર્ણય વિચારીને કરવો, ખર્ચ નું પ્રમાણ વધતું જણાય.
વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી વર્ગ માટે સમય અનુકૂળ.
સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીના કારણે મન માં બેચેની જણાય.
આજનો મંત્ર: ॐ वैकुण्ठाय नमः

મિથુનઃ આજે મહત્ત્વની વ્યક્તિઓ સાથે આપને મળવાનું થશે અને તેનાથી આપને ફાયદો પણ થશે તથા લાભદાયક સોદાઓ આપણું મનોબળ વધારશે પરંતુ ધ્યાન રાખવું કે પિતાના આરોગ્યમાં અનિયમિતતાની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે તેમ છે.

કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળશે અને કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ.
પરિવાર: પારિવારિક સુખ ઉત્તમ રહે સાથે પારિવારિક સહયોગ સારો મળશે.
નાણાકીય: આર્થિક પ્રશ્નોનો નવો માર્ગ જણાય, આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય.
વિદ્યાર્થી વર્ગ: આપના પ્રયત્નો સફળ થતા જણાય.
સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાવધ રહેવું.
આજનો મંત્ર: ॐ परब्रह्मणे नमः

કર્કઃ આજે વ્યવસાયિક સંદર્ભમાં શત્રુઓ આપનું કંઈ બગાડી નહીં શકે સાથે મન અને ધન પર કાબુ રાખવો હિતાવહ, આર્થિક પ્રશ્નોમાં લાભ થતો જોવા મળે તથા પારિવારિક ટૂંકા પ્રવાસનું આયોજન સંભવ બને.

કાર્યક્ષેત્ર: આજે કોઈ મહત્વની તક મળતી જણાય, આપના કાર્યોની પ્રસંશા થાય.
પરિવાર: પારિવારિક નિર્ણય વિચારી ને કરવો, સામાજિક કાર્યમાં મધુર ફળ ચાખવા મળે.
નાણાકીય: આવકના નવા દ્વાર ખુલતા જણાય, આર્થિકક્ષેત્રની મોકળાસમાં થી બહાર આવાનો માર્ગ જણાય.
વિદ્યાર્થી વર્ગ: શિક્ષણ માટે આજનો દિવસ સારો રહેશે.
સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
આજનો મંત્ર: ॐ वासुदेवाय नमः

સિંહઃ આજે આપની યોગ્યતાને સાબિત કરવા માટે ઉત્તમ તકો જણાય સાથે નાણાંની કોઈ ઉણપ નહીં રહે અને બધાં જ કામ સમયસર થતા રહેશે પરંતુ ઓનલાઈન અભ્યાસ કરાવતા શિક્ષકો માટે આજનો દિવસ કેટલીક તકનિકી મુશ્કેલીઓથી ભરેલો પસાર થશે.

કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા મળે તથા સામાજિક સંબંધમાં મીઠાશ વધે.
પરિવાર: સામાજિક સંબંધો માં ઊંધા પાટા ન બાંધાય તેની કાળજી રાખવી, કૌટુંબિક સુખ જળવાઈ રહે.
નાણાકીય: આર્થિક પ્રગતિ જણાય તથા જોખમ ઉઠાવવામાં સંકોચના કરવો.
વિદ્યાર્થી વર્ગ: નકારાત્મક વિચારોથી દુર રહેવું.
સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
આજનો મંત્ર: ॐ दैत्यान्तकाय नमः

કન્યાઃ આજે આપના દાંપત્યજીવનના સુખની ઉણપ પરંતુ પ્રેમ કરનારા પ્રેમીઓ માટે આજનો દિવસ સારો પસાર થશે. આર્થિક લાભ મેળવવા માટે થોડો વધારે સંઘર્ષ કરવો પડી શકે તેમ છે સાથે મુસાફરી સાચવી ને કરાવી હિતાવહ રહે.

કાર્યક્ષેત્ર: ધીરજના ફળ મીઠાએ સમજીને આગળ વધવું તેમજ રચનાત્મક પ્રવૃત્તિમાં વધારો જણાય.
પરિવાર: દાંપત્ય જીવનનાં સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે, પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા.
નાણાકીય: આર્થિક પરિસ્થિતિ વધારે મજબૂત થાય, આવકની ચિંતા અનુભવો.
વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં નવસર્જનના વિચારો આવે.
સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે ચિંતાહળવી થતી જણાય.
આજનો મંત્ર: ॐ नारायणाय नमः

તુલાઃ આજે બીજાની ઉપર ભરોસો રાખીને કામ કરવાનું અત્યંત નુકસાનકારક થઈ શકે છે સાથે જ આપના જીવનસાથી માટે આપ કોઈ ઉપહાર ખરીદી શકો છો અને આપના માનસન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે, દિવસ આનંદિતરીતે પસાર થાય.

કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રે વાણી-સંયમ જાળવવો, સકારાત્મક દ્રષ્ટિકોણ સફળતા આપાવે.
પરિવાર: સામાજિક માન સમ્માન વધે તેમજ સામાજિક સમસ્યા દૂર થતી જણાય.
નાણાકીય: અણધાર્યા ખર્ચ આપના પર આર્થિક દબાણ સર્જે, આર્થિક બાબતોમાં કળથી કામ લેવું.
વિદ્યાર્થી વર્ગ: ઉચ્ચ અભ્યાસની અંદર સફળતા જોવા મળે.
સ્વાસ્થ્ય: આરોગ્યમાં સામાન્ય ઉતાર-ચઢાવ જણાય.
આજનો મંત્ર: ॐ हृषीकेशाय नमः

વૃશ્રિકઃ આજે નોકરી કરતી વ્યક્તિને કોઈ સંસ્થા તરફથી આર્થિક મદદ મળી શકે છે તેમજ વેપારમાં પ્રગતિ કરવાની તક મળશે સાથે જ સામાજિક કાર્યમાં વ્યસ્ત રહેતા કોઈ મહત્વના કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર મળી શકે છે પરંતુ આરોગ્ય સાચવવું.

કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રનાં પ્રશ્નોનું મધુર ફળ આવતુ જણાય, વિચારોને પોઝેટીવ રાખવા.
પરિવાર: સામાજિક જવાબદારીમાં વધારો જણાય, અતિ ભાવુકતાથી સાવધ રહેવું હિતાવહ.
નાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો હિતાવહ, નવા સ્રોતનું નિર્માણ થતુ જણાય.
વિદ્યાર્થી વર્ગ: વાંચન-મનનની અંદર સમય વધારે પસાર કરવો.
સ્વાસ્થ્ય: તબિયત અંગે કાળજી રાખવી.
આજનો મંત્ર: ॐ माधवाय नमः

ધનઃ આજે આપની આળસના લીધે આપના કાર્યમાં અવરોધ આવી શકે છે સાથે જ સહકર્મીઓની સાથે કોઈ વિકટ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે, આર્થિક સમસ્યાનો હલ જોવા મળે અને આપની કોઈ શંકાનું સમાધાન જણાય.

કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા બની રહેશે તેમજ પોતાની વાત વિચારીને મુકવી.
પરિવાર: પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય, લુપ્ત થયેલા સંબંધો ફરીથી તાજા થાય.
નાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, આકસ્મિક ધન-લાભ સંભવ.
વિદ્યાર્થી વર્ગ: જાતકોને સામાન્ય મૂંઝવણ જણાય.
સ્વાસ્થ્ય: આરોગ્ય બાબતે સજાગ રહેવું.
આજનો મંત્ર: ॐ स्थितिकर्त्रे नमः

મકરઃ આજે કેટલાંક લોકોના લીધે આપના પ્રેમના સંબંધમાં તણાવ ઉત્પન્ન થવાની આશંકા છે સાથે તમારા લક્ષ્યો મેળવવા વધારે પરિશ્રમ કરવો પડે, આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં જણાય, પોતાની વાત વિચારીને મુકવી, સ્થાવર મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ જણાય.

કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાની યોજનાઓ ને ગુપ્ત રાખવી તેમજ કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા બની રહેશે.
પરિવાર: સામાજિક માન સમ્માન વધે, વડીલો તરફથી પડતર પ્રશ્નો નું નિરાકરણ જણાય.
નાણાકીય: આર્થિક આયોજનો મધુર ફળ આપતા જણાય તેમજ આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય.
વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે નવા પડાવ સર થાય.
સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય બદલાવની અનુભૂતિ સંભવ.
આજનો મંત્ર: ॐ वनमालिने नमः

કુંભઃ આજે આપની વારસાગત માલ-મિલકતમાં વિવાદ ઊભો થઈ શખે છે પરંતુ આજે આપને નવા કામ મળવાથી મનમાં આનંદ રહેશે. જીવનસાથી સાથેના વાદ-વિવાદથી બચતા રહેશો જેના લીધે આપના અંગત સંબંધમાં કોઈ પ્રતિકૂળ અસર ના પડે.

કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા જણાય તેમજ વિરોધીથી સાવધ રહેવું.
પરિવાર: પારિવારિક સુખ ઉત્તમ જણાય, વૈવાહિક જીવનનાં પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ જણાય.
નાણાકીય: વારસાગત મિલકતના પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જણાય, જમીનમાં રોકાણ લાભદાયી રહેશે.
વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને મનોવાંછિત પરિણામ ની પ્રાપ્તિ સંભવ.
સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાવધ રહેવું હિતાવહ.
આજનો મંત્ર: ॐ चक्रपाणये नमः

મીનઃ આજે આપની નવી યોજનાઓ ઉપર કાર્ય આગળ વધતું જણાય અને મધ્યાહન બાદ કોઈ નવી તકનું નિર્માણ સંભવ બને, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો તથા આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં રહે, ઊજળું એટલું દૂધ નહિએ વિચારીને આગળ વધવું.

કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં આશાઓ ફળતી જણાય અને પોતાનો હક માંગવામાં સંકોચ ના કરવો.
પરિવાર: પારિવારિક મધુરતા જળવાઈ રહેશે અનેપારિવારિક વાતાવરણ ઉલ્લાસમય રહેશે.
નાણાકીય: આર્થિકક્ષેત્રે સાનુકુળ તક મળે, સ્થાવર મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ જણાય.
વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓ ને પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
આજનો મંત્ર: ॐ उपेन्द्राय नमः

You cannot copy content of this page