Only Gujarat

Gujarat

કોરોનાકાળમાં વર્ચ્યુઅલ સેક્સ નવો ટ્રેન્ડ: એક યુવતીદીઠ થતી 60 હજારની કમાણી

સંસ્કારીનગરી વડોદરામાં ગુજરાતનું પહેલું વર્ચ્યુઅલ લાઇવ સેક્સ કોલ સેન્ટર ઝડપાયું છે. જેમાં વેબ કેમથી ‘વેપાર’ ચાલતો અને રૂપાળી યુવતીઓને વેબકેમથી જોઈને વર્ચ્યુઅલ સેક્સ કરવામાં આવતું. આ માટે સેક્સ ટોઇઝનો ઉપયોગ કરવામાં આવતો. આમ કરીને ગ્રાહકો પાસેથી તગડો ચાર્જ વસૂલી રૂપિયા ખંખેરવામાં આવતા હતા. જેમાં ડોલરથી પેમેન્ટ કરે એને જ ટોકન આપવામાં આવતું. જ્યારે રશિયન એકાઉન્ટમાં બીટ કોઈનથી મની ટ્રાન્સફર કરવામાં આવતા હતા. પોલીસે આર્કિટેક્ટની ઓફિસ અને ઘરે દરોડા પાડતાં નેટવર્ક સેટ-અપનાં સાધનો અને સેક્સ ટોઈઝ મળી આવ્યાં.

આ અંગની વિગત એવી છે કે, વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી પી.એફ. ઓફિસ રોડ પર વર્ચ્યુઅલ સેક્સ કોલસેન્ટર ચાલી રહ્યું હોવાની સચોટ માહિતી જે. પી. રોડ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે આર્કિટેક્ટની ઓફિસ અને તેના મકાનમાં રેડ કરી હતી. જેમાં વર્ચ્યુઅલ સેક્સ કોલસેન્ટરનું ઇન્ટરનેશનલ સેટ-અપ અને યુવતીઓ પોલીસને મળી આવ્યાં હતાં. ઓનલાઇન પ્લાનિંગ, આર્કિટેક્ચર ડિઝાઇનીંગની ઓફિસની આડમાં યુવતીઓ તથા છોકરીઓ પાસે અશ્લીલ લાઇવ ઓનલાઇન ચેટિંગ કરાવવામાં આવતું હતું.

પોલીસનું માનીએ તો નિલેશ ગુપ્તા Chaturbate નામથી વર્ચ્યુઅલ સેક્સ રેકેટનું સંચાલન કરતો હતો. નિલેશના હાર્દિક ચેમ્બર્સ ખાતેના નિવાસસ્થાનેથી આઠ યુવતી પોલીસને મળી આવી હતી. તેણે અત્યાર સુધી ૩૦ જેટલી યુવતીઓને નોકરીના નામે રાખી હતી. હાલ આઠ યુવતી મળી આવી હતી. જેમાંથી છ છોકરી વડોદરાની, એક સુરતની અને એક ઉત્તરપ્રદેશની છે. છોકરીને લાલચ આપીને રાખવામાં આવતી હતી. તેઓને અંગપ્રદર્શનની અમી પરમાર તાલીમ આપતી હતી.

વર્ચ્યુઅલ સેક્સ રેકેટ ચલાવવા માટે નિલેશ ગુપ્તા અને કારેલીબાગ ખાતે રહેતી અમી પરમારે ઇન્ટરનેશનલ વર્ચ્યુઅલ સેક્સ કોલસેન્ટરનું સેટ-અપ વડોદરામાં ઊભું કર્યું હતું, જેમાં મધ્યમવર્ગીય યુવતીઓને રૂપિયાની લાલચ આપીને નોકરીએ રાખવામાં આવી હતી. વડોદરા, સુરત અને ઉત્તર પ્રદેશની યુવતીઓને અમી પરમાર ગ્રાહકો સાથે કંઇ રીતે વાતો કરવી અને બાદમાં અંગ પ્રદર્શન કરવું એની ખાસ તાલીમ આપતી હતી. તેમના પાસપોર્ટ સંચાલક રાખતો હતો. ડોલરમાં જે પેમેન્ટ આવે તેમાંથી એક હિસ્સો આ યુવતીઓને આપતો હતો, જ્યારે બીજો હિસ્સો તેની પાસે રાખતો હતો.

Chaturbate નામથી ચાલતા ઇન્ટરનેશનલ વર્ચ્યુઅલ સેક્સ કોલસેન્ટરમાં એન્ટ્રી મેળવવા માટે નિલેશ અને અમીએ વિવિધ જગ્યાએ જાહેરાતો આપતા હતા. વેબસાઇટ એકાઉન્ટ બનાવી ગ્રાહક વેબ કેમેરાથી લાઇવ સેક્સ ચેટ તેમજ વર્ચ્યુઅલ સેક્સ કરાતું હતું. આ માટે ગ્રાહકે ટોકન લેવું પડતું હતું અને સામેની વ્યક્તિને એ પોઇન્ટ તરીકે આપવામાં આવતા હતા. તેઓ Chaturbate સહિત Strip.com નામની બે જુદી-જુદી વેબસાઇટ ચલાવતા હતા.

આ બંન્ને વેબસાઇટ ચલાવવા માટે લેપટોપ અને વેબકેમેરાનો ઉપયોગ કરવામાં આવતો હતો. વેબ કેમેરાના માધ્યમથી ચાલતા ઓનલાઇન વર્ચ્યુઅલ સેક્સ કોલસેન્ટરમાં એક યુવતી થકી નિલેશ અને અમી મહિને રૂપિયા 50થી 60 હજારની કમાણી કરતાં હતાં, જેમાંથી યુવતીઓને મહિને પગાર પેટે રૂપિયા 18થી 20 હજાર આપવામાં આવતા હતા. છેલ્લા પોણા બે વર્ષમાં વર્ચ્યુઅલ કોલસેન્ટરમાં 30 જેટલી યુવતી પાસે આ પ્રકારનું કામ કરાવી રૂપિયા સવા કરોડ જેટલી કમાણી કરી લીધી હતી. વર્ચ્યુલ સેક્સ માટે સેક્સ ટોઇઝનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. ‘રેય ડીઝાઇન વર્લ્ડ’ આર્કિટેક્ટ ઓફિસમાંથી પોલીસે 11 લેપટોપ, મોબાઇલ, 2 ટીવી, 2 ઇન્ટરનેટના રાઉટર, 2 વેબ કેમ, સેક્સ ટોઇઝ અને કાર કબજે કરી છે.

 

You cannot copy content of this page