સુરતમાં 12 વર્ષની નાનકડી પ્રિશા સંયમના માર્ગે, ઓડી કારમાં બેસી વાજતે-ગાજતે મૂહુર્ત મેળવ્યું

Surat 12 year prisha diksha grahan: ચાતુર્માસની રંગારંગ ઉજવણી બાદ જૈન સમાજ કેટલાક લોકો સાધુ જીવનમાં પ્રવેશ કરી રહ્યાં છે. સુરતના અડાજણ વિસ્તારના બિઝનેસમેનની દીકરીએ દીક્ષા ધારણ કરી સંયમના માર્ગ તરફ પ્રયાણ કર્યો છે. માત્ર 12 વર્ષની વયે દીક્ષા લેવા માગતી શાહ પરિવારની મુમુક્ષુ પ્રિશા શાહનું દીક્ષા મુહૂર્ત જૈનાચાર્ય રશ્મિરતન સુરીજીની નિશ્રામાં સુરતના ઉમરા જૈન સંઘમાં કાઢવામાં આવ્યું હતું. ફક્ત 12 વર્ષની ઉંમરમાં નાનકડી દીકરીએ વૈભવી જીવનશૈલીની મોહ-માયાનો ત્યાગ કરીને સંયમના માર્ગે પ્રયાણ કરશે.

12 વર્ષની દીકરીએ દીક્ષાના માર્ગે

મુમુક્ષુ પ્રિશા શાહે ઓડી કારમાં ઘરેથી મુહૂર્ત લેવા પહોંચી હતી. પ્રિશાને આચાર્ય રશ્મિરત્નસૂરીએ 17 જાન્યુઆરીનું મુહૂર્ત પ્રદાન કર્યું હતું. 17 વર્ષીય મુમુક્ષુ જાન્યા શાહ, 10 વર્ષીય ઝોહી શાહ, મુમુક્ષુ ધ્રુવી શાહ અને મુમુક્ષુ શ્રુતિ શાહના પણ સંયમ મુહૂર્તની તૈયારી કરી રહી છે. પ્રિશા હર્ષિત શાહની ઉંમર 12 વર્ષની છે અને માત્ર ધોરણ 4 સુધીનું શિક્ષણ મેળવ્યું છે. જેમણે સંયમનો માર્ગ અપનાવ્યો છે. પ્રિયાએ વૈભવી જીવનશૈલી છોડી સંયમના માર્ગે પ્રયાણ કર્યો છે.

પ્રિશાએ જણાવ્યું હતું કે, માનવજીવનમાં મુનિ બની મોક્ષમાં જવા માટે આ માર્ગ અપનાવવો છે, મારે માનવજન્મને સાર્થક કરવું છે. આચાર્ય રશ્મિરત્નસૂરીએ કહ્યું હતું કે, આ બધા મુમુક્ષુઓ સંયમ પાળતા હોય છે તેમની સક્રિય અનુમોદના ત્યારે જ થશે કે જ્યારે જીવનમાં નાના-મોટા ત્યાગ અને વિરતિની સાધનામાં આગળ વધીએ

ઓડી કારમાં પ્રિશા દીક્ષામુહૂર્ત લેવા માટે જૈનાચાર્ય રશ્મિરત્નસૂરી સમક્ષ પહોંચી હતી.દરમિયાન પ્રિશાએ કહ્યું હતું કે, ગુરુદેવ, માનવજીવન મુનિ બની મોક્ષમાં જવા માટે મળ્યું છે.. તે માટે ચરિત્ર સ્વીકારના લાઇસન્સરૂપી ચારિત્ર્યનું મંગલ મુહૂર્ત પ્રદાન કરો.

સુરતમાં દીક્ષા મુહૂર્તની વણઝાર જોવા મળશે

હૃદયના આશીર્વાદ સાથે 17 જાન્યુઆરી-2024નું મુહૂર્ત બાળમુમુક્ષુને પ્રદાન કરાયું હતું. આ સિવાય આગામી દિવસોમાં સુરતમાં દીક્ષા મુહૂર્તની વણઝાર જોવા મળશે. 17 વર્ષીય મુમુક્ષુ જાન્યા શાહ, 10 વર્ષીય ઝોહી શાહ, મુમુક્ષુ ધ્રુવી શાહ અને મુમુક્ષુ શ્રુતિ શાહને સંયમ મુહૂર્તની તૈયારી કરવામાં આવી રહી છે.