Only Gujarat

Gujarat

અક્ષર પટેલ ગર્લફ્રેન્ડ મેહા સાથે લગ્નના બંધનમાં બંધાયો, આવો હતો જલસો

ઓલરાઉન્ડર અક્ષર પટેલ ગુરુવારે વડોદરામાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેમણે ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્ન કર્યા છે. બંનેની સગાઈ ગયા વર્ષે 20 જાન્યુઆરીના રોજ થઈ હતી. તે દિવસે અક્ષર પટેલનો જન્મદિવસ હતો.

મેહા ડાયટીશિયન અને ન્યૂટ્રીશિયનિસ્ટ છે. આ સિવાય તે સોશિયલ મીડિયા ઉપર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. રીલ્સ પણ બનાવે છે. અક્ષર-મેહાના લગ્નમાં મોહમ્મદ કેફ, જયદેવ ઉનાદકટ સહિત અનેક ક્રિકેટર પણ આવ્યાં હતાં.

અક્ષરના લગ્નમાં ભારતનો પૂર્વ ક્રિકેટસર મોહમ્મદ કૈફ પણ આવ્યો આવ્યો. કૈફે ટ્વિટર ઉપર કપલ સાથે ફોટો પોસ્ટ કરીને તેમને શુભકામનાઓ આપી. અક્ષરે ટીમ ઇન્ડિયાના અનેક ખિલાડીઓને લગ્નમાં આમંત્રિત કર્યા હતાં. પરંતુ, વ્યસ્ત શિડ્યુલના લીધે કોઈ લગ્નમાં સામેલ થઈ શક્યું નહીં.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઑલરાઉન્ડર અક્ષર પટેલનો જન્મ 20 જાન્યુઆરી, 1994ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો. અક્ષર પટેલનું પૂરું નામ અક્ષર રાજેશભાઈ પટેલ છે અને નાનપણથી જ અક્ષરને ભણવું બહું ગમતું હતું. એટલે જ અક્ષર પટેલે ક્યારેય સપનામાં પણ ક્રિકેટર બનવાનું વિચાર્યું પણ નહોંતું.

અક્ષર પટેલના પરિવારમાં તેના પિતા રાજેશ પટેલ અને માતા પ્રીતિબેન પટેલ છે. સાથે-સાથે તેમને એક ભાઈ સંશિપ અને એક બહેન શિવાંગી પટેલ પણ છે. અક્ષર પટેલ મિકેનિકલ એન્જિનિયર બનવા ઈચ્છતો હતો, પરંતુ નસીબને કઈંક અલગ જ મંજૂર હતું, જેના કારણે આજે તેઓ ભારતીય ખેલાડીઓમાં બહુ મહત્વનું સ્થાન ધરાવે છે.

અક્ષર પટેલને નાનપણથી જ ક્રિકેટનો બહુ શોખ હતો. તે ક્રિકેટને જ પોતાનું કરિયર બનાવવા માગતો હતો. તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ વચ્ચે જ છોડી દીધો હતો, જેથી ક્રિકેટમાં ફૂલટાઈમ ફોકસ કરી શકે અને ટ્રેનિંગ પર ધ્યાન આપી શકે. આજે તે પોતાના ઓલરાઉન્ડર દેખાવને લીધે દેશના ચર્ચિત ક્રિકેટર્સમાં સામેલ છે.

અક્ષર પટેલે 22 ફેબ્રુઆરી, 2012 ના રોજ વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્ર સાથે લિસ્ટ-એ ક્રિકેટમાં ડેબ્યૂ કયું હતું. ક્રિકેટમાં સારું પ્રદર્ષન કર્યા બાદ ફરી એકવાર અક્ષર પટેલની પસંદગી 2 નવેમ્બર, 2012 ના રોજ રણજી ટ્રોફીમાં મધ્ય પ્રદેશ વિરૂદ્ધ પ્રથમ ઈનિંગમાં ક્રિકેટ રમવા માટે થઈ હતી.

પોતાના સુંદર પ્રદર્ષનના કારણે અક્ષરે 15 જૂન, 2014 ના રોજ બાંગ્લાદેશ સામેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી ડેબ્યૂ કર્યું હતું, આ મેચમાં અક્ષરે 10 ઓવરમાં 59 રન આપીને એક વિકેટ લીધી હતી. ત્યારબાદ 17 જુલાઈ 2015 ના રોજ ઝિમ્બાબ્વે સામેની ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી.

આ મેચમાં અક્ષરે 4 ઓવર બોલિંગ કરી, જેમાં તેણે 17 રન આપીને 3 મહત્વની વિકેટ લીધી હતી. આ બે સારાં પ્રદર્ષન કર્યા બાદ પસંદગીકર્તાઓએ 13 ફેબ્રુઆરી 2021 ના રોજ ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક આપી. જેમાં અક્ષર પટેલે પહેલી ઈનિંગમાં 2 વિકેટ અને બીજી ઈનિંગમાં 5 વિકેટ લીધી.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અક્ષર પટેલ જેની સાથે લગ્ન કરવાના છે તે મેહા વ્યવસાયે ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે. તેને ફરવાનો ખૂબ જ શોખ છે, તેને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વના વિવિધ સ્થળોએ ફરવાનું પસંદ છે. આ સાથે તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે, મેહાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી જાણવા મળ્યું છે કે તેને ફરવાનો ઘણો શોખ છે. તે દુબઈ, ગોવા અને સ્કોટલેન્ડ ફરી ચૂકી છે. અક્ષર પટેલની મંગેતરે એક હાથ પર અક્ષરના નામ ટેટૂ પણ કરાવ્યું છે.

અક્ષરે 20 જાન્યુઆરી 2022ના રોજ પોતાની ગર્લફ્રેન્ડને મોટું સરપ્રાઈઝ આપ્યું હતું. તેણે બર્થડે પાર્ટીમાં મેહાને પ્રપોઝ કરવાની બધી તૈયારી કરી રાખી હતી. પછી મિત્રો અને પરિવારની હાજરીમાં પ્રપોઝ કર્યું હતું અને સગાઈ કરી હતી. સોશિયલ મીડિયા પર અક્ષર પોતાની તસવીરો કાયમ શેર કરતો હોય છે.

You cannot copy content of this page