Only Gujarat

Bollywood

લગ્ન કર્યા તે સમયે આ એક્ટ્રેસને જતો હતો બીજો મહિનો, લગ્નના પાંચ મહિના બાદ યોજ્યું સીમંત

ટેલિવિઝનની પ્રખ્યાત અભિનેત્રી પૂજા બેનર્જી થોડા દિવસમાં જ બાળકને જન્મ આપવાની છે. તેમની બેબી બંપ ફ્લોન્ટ કરતી તસવીર સોશિયલ મીડિયા પર વાયરસ ખૂબ વાયરલ થઇ રહી છે. નોંધનિય છે કે, પૂજાએ એપ્રિલમાં તેમના બોયફ્રેન્ડ અભિનેતા કૃણાલ વર્મા સાથે લગ્ન કર્યાં હતા. પૂજાએ બેબી બંપ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા તેમના ફેન્સ સાથે મા બનાવાની ખુશી શેર કરી છે. જો કે પૂજાના મા બનાવાની ખબર જાહેર થતાં યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયાના યુઝર્સનુ કહેવું છે કે, પૂજા લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ થઇ ગઇ હતી.

પૂજા બેનર્જી તેની પ્રેગ્નન્સીને લઇને પણ આજ કાલ ચર્ચાામં છે. કારણે કે, પૂજાએ 15 એપ્રિલ લોકડાઉન સમયે તેમના બોયફ્રેન્ડ અભિનેતા કુણાલ વર્મા સાથે લગ્ન કર્યાં હતા. પૂજા હાલ પ્રેગ્નન્ટ છે. ત્યારે આ સ્થિતિમાં પૂજાના ફેન્સ અને સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે, પૂજા લગ્ન પહેલા જ પ્રગ્નન્ટ હતી.

આ ચર્ચા એટલા માટે થઇ રહી છે કે, લગ્નના પાંચ મહિના બાદ જ પૂજા બાળકને જન્મ આપવાની છે.

થોડા દિવસ પહેલા તેમના બેબી શાવરનું આયોજન કરાયું હતું. બેબી શાવર સેરીમનીની તસવીર તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

વર્ષ 2017માં બંનેની સગાઇ થઇ હતી.

પૂજા બેનર્જી તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કુણાલની સાથે તેમની રોમેન્ટીંક તસવીર અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

પૂજા અને કૃણાલ છેલ્લા 11 વર્ષથી રિલેશનશિપમાં છે, જો કે તેમનો સંબંધ હંમેશા એક સરખો નથી રહ્યો.

બધી જ તસવીર પૂજાના ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલથી લેવામાં આવી છે.

You cannot copy content of this page