Only Gujarat

Sports

પ્રજામાં ખુમારીનો છાંટો નહીં રહ્યો, આપણે ભયંકર સ્થિતિ તરફ આપણે જઈ રહ્યા છે: રાજભા ગઢવી

સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હીચકારી હત્યાએ લોકોને ધ્રુજાવી દીધા છે. આ ઘટનાને સમાજના તમામ લોકોએ વખોડી છે. એકતરફી પ્રેમમાં નરાધમ યુવક દ્વારા મામૂસ દીકરીની હત્યાએ લોક સાહિત્યકારોને પણ હચમચાવી દીધા છે. લોકકલાકાર રાજભા ગઢવીનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. રાજભા ગઢવીએ આકારા પાણીએ ઘટનાને કડક શબ્દોમાં નિંદા કરી હતી. લાલઘુમ રાજભા ગઢવીએ સોશ્યલ મીડિયા પર એક વીડિયો બનાવી છોતરા કાઢી નાખ્યા હતા. રાજભા ગઢવીએ હાજર લોકોનો પણ આડેહાથ લીધા હતા.

ઘટના સ્થળે તમાશો જોતા લોકો પર પ્રહાર કરતાં રાજભા ગઢવીએ કહ્યું કે કેવું નપુંસક ટોળું ભેગું થયું હશે કે બધાની હાજરીમાં હત્યા કરી નાખી. કોઈને ખુમારી ન જાગી. ખુમારી હોય તો જાગેને. કોઈએ સારી શુરવીરોની કથા સાંભળી હોય તો ખબર પડેને. ઘણા એવું કહે છે કે નજીક આવે તો પેલો દીકરીને મારી નાંખે એટલે લોકો નજીક નહોતા આવતા. એ વાત પણ સાચી છે. પણ સામે દીકરી મરતી હોય એવું દૃશ્ય જોયું હોય અને પછી એ જીવતો જાય એ નપુંસકતા કહેવાય. વગડાનો કોઈ પણ એક માણસ ત્યાં ઉભો હોત તો, ભલે તે 17 વર્ષનો હોત તો પણ સૂતા સૂતા ફુફાડો મારીને પેલાને પાડી દેત. વીડિયો બનાવતા હોય તો સારી વાત છે. એક-બે જણા વીડિયો બનાવે તો પુરાવો રહે, પણ હવે જ્યાં જુઓ ત્યાં બધા વીડિયો જ બનાવતા રહે છે .

ઘટના સ્થળે તમાશો જોતા લોકો પર પ્રહાર કરતાં રાજભા ગઢવીએ કહ્યું કે કેવું નપુંસક ટોળું ભેગું થયું હશે કે બધાની હાજરીમાં હત્યા કરી નાખી. કોઈને ખુમારી ન જાગી. ખુમારી હોય તો જાગેને. કોઈએ સારી શુરવીરોની કથા સાંભળી હોય તો ખબર પડેને. ઘણા એવું કહે છે કે નજીક આવે તો પેલો દીકરીને મારી નાંખે એટલે લોકો નજીક નહોતા આવતા. એ વાત પણ સાચી છે. પણ સામે દીકરી મરતી હોય એવું દૃશ્ય જોયું હોય અને પછી એ જીવતો જાય એ નપુંસકતા કહેવાય. વગડાનો કોઈ પણ એક માણસ ત્યાં ઉભો હોત તો, ભલે તે 17 વર્ષનો હોત તો પણ સૂતા સૂતા ફુફાડો મારીને પેલાને પાડી દેત. વીડિયો બનાવતા હોય તો સારી વાત છે. એક-બે જણા વીડિયો બનાવે તો પુરાવો રહે, પણ હવે જ્યાં જુઓ ત્યાં બધા વીડિયો જ બનાવતા રહે છે.

રાજભા ગઢવીએ કહ્યું કે હિંમત, સંસ્કાર અને ખુમારીનો છાંટો નહીં રહ્યો. આપણા ઇતિહાસમાં પક્ષીઓ માટે માણસો કપાયાના દાખલા છે. હવે કોઈકને મદદ કરવી કે કોઈકના માટે મરી પડવું એ કથાઓ અને ઈતિહાસ બની ગયુ છે. લોકો કહે છે આપણા બાળકો સ્વતંત્ર છે, રખડો મોજ કરો. જેના કારણે આમ થયું છે. પણ છોકરા ક્યા જાય છે એની એના માતાપિતાને ખબર નથી હોત. બેફામના પેટની પ્રજા થઈ ગઈ છે.

તેમણે કહ્યું કે દુર્ગાભાભી, ઝાંસીની રાણી, જીજીબાઈ, મણીબેન કેટલી દીકરીના અદભુત ઈતિહાસ છે. ચારણ કન્યા ડાંગ લઈને સિંહને ભગાડ્યો હતો. તમે ગરોળી રસોડામાં ઘુસે તો દીકરીઓ બહાર નીકળી જાય એવી દીકરી તૈયાર કરો છો. મૂવી જોવાની વાત કરે તો તરત લઈ જાવ. હું નથી કહેતો કે ન લઈ જાવ, સારું છે આનંદ માટે લઈ જાવ. પણ તમે તમારી વાડીએ ક્યારેય લઈ ગયા? વાડી કે વગડામાં ક્યારેય કહ્યું કે આટલી વસ્તુ ઉપાડી લે. શક્તિ આવે એવું તો તમે ક્યારેય કહ્યું જ નથી.

તેમણે કહ્યું કે દુનિયાનો કોઈ દેશ નથી જઈ રહ્યો એ ભયંકર સ્થિતિ તરફ આપણે જઈ રહ્યા છે, ખબર નહીં ભારતનું આગળ શું થવાનું છે. માતા-પિતા હજી જાગે. પોતાની દીકરી-દીકરાને એટલા મજબૂત બનાવે, કોઈને નુકસાન ન કરીએ, પણ આપણા ઉપર આવે એટલે ત્રણને લીધા વગર ન જાય એટલું શીખવાડવું જોઈએ. કાયદાનું કામ કાયદાને કરવા દેવું જોઈએ, પણ આપણું રક્ષણ આપણે કરી શકીએ એટલી તૈયારી હોવા જોઈએ. ભગવાન કૃષ્ણે પણ કહ્યું છે કે જ્યારે આપણા રક્ષણને વાત આવે ત્યારે બધુ કરી શકાય.

You cannot copy content of this page