Only Gujarat

FEATURED Sports

મુંબઈ એરપોર્ટ પર ચહલ અને પત્ની ધનશ્રીનો એકસાથે જોવા મળ્યો હટકે અંદાજ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર લૅગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ પોતાની પત્ની ધનશ્રી વર્મા સાથે મુંબઈના એરપોર્ટ પર સ્પૉટ થયો હતો. ધનશ્રી અત્યારે પોતાના ડાન્સ વીડિયોને લીધે ખૂબ જ ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે, પ્રોફેશનથી ધનશ્રી ડૉક્ટર અને કોરિયોગ્રાફર છે.

પોતાના લગ્ન પછી યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા મુંબઈના એરપોર્ટ પર સ્પૉટ થયાં હતાં. યુજવેન્દ્ર ચહલ પોતાની પત્ની સાથે ખૂબ જ સિમ્પલ લુકમાં જોવા મળ્યો હતો. આ સાથે જ ધનશ્રી વર્મા સ્પૉર્ટી લુકમાં પણ જોવા મળી હતી.

યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના ફોટો સોશિયલ મીડિયા પર કૂબ જ વાઇરલ થઈ રહ્યાં છે. ધનશ્રી અને ચહલ ક્યાંકથી પાછા ફરી મુંબઈ એરપોર્ટ પર પાછા ફર્યાં હતાં. આ દરમિયાન ધનશ્રી વર્માએ યલો કલરનું ટ્રેક પેન્ટ અને ટી-શર્ટ પહેર્યું હતું. યુજવેન્દ્ર ચહલે વ્હાઇટ કલરનો શર્ટ અને વાદળી કલરનું જીન્સ કેરી કર્યું હતું.

ચહલની પત્ની ધનશ્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેમની ફેનફોલોઇંગ પણ જબરદસ્ત છે. ચહલ અને ધનશ્રીએ ડિસેમ્બરમાં ગુરુગ્રામમાં હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન પણ કર્યાં હતાં.

ચહલે ફોટો શેર કરી લખ્યું હતું કે, ‘અમે વન્સ અપોન ટાઇમથી શરૂઆત કરી હતી, અને મેળવી અમે ખૂબ જ ખુશ છીએ. કેમ કે, ધનશ્રીએ યુજવેન્દ્રને હંમેશા અને તેનાથી પણ આગળ માટે હા કહી દીધી છે.’

You cannot copy content of this page