Only Gujarat

FEATURED Religion

આખું અઠવાડિયું કેવું રહેશે? કયા જાતકોના ભાગ્યમાં લખાયા છે રૂપિયા ને કોના હિસ્સે આવશે મુશ્કેલીઓ?

અમદાવાદઃ ત્રણ ફેબ્રુઆરીથી નવ ફેબ્રુઆરી દરમિયાન તમારું આર્થિક, પારિવારક, નોકરી, વેપાર તથા પ્રેમ જીવન કેવું રહેશે તે અંગે વાત કરીશું. આ સાત દિવસ તમારા માટે સારા હશે કે મિશ્ર, જ્યોતિષ શું કહે છે?


મેષઃ શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મળશે. ડિસ્ટન્સ લર્નિંગ કરતા વિદ્યાર્થીઓની પ્રગતિ થશે. નવા વિચાર તથા નવી વિચારસરણી સાથે નવા કામો થશે. તાર્કિક વાતથી લોકો તમારાથી પ્રભાવિત થશે. આર્થિક પક્ષ મજબૂત બનશે. નોકરી શોધતા હશો તો મળશે. વેપારમાં પહેલાં કરતાં સારી સ્થિતિ બનશે. જીવનસાથી તથા પારિવારિક સભ્યોનો સહયોગ મળશે. ઘરમાં ધાર્મિક કાર્ય સંપન્ન થશે. પ્રેમીઓ માટે આ સમય ઉત્તમ છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે.

વૃષભઃ રાજકારણ સાથે જોડાયેલ જાતકોને નવી દિશા મળે. માત્ર એક દિવસ જીવવાની આદત પર કંટ્રોલ કરો અને જરૂરથી વધુ પૈસા અને સમય મનોરંજન પાછળ ખર્ચ ના કરો. અટકેલા પૈસા મળવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વેપારમાં વૃદ્ધિ થશે. નોકરીયાતની પ્રગતિ થશે. દાંપત્ય જીવનમાં સંભાળીને રહેવું. બાળકો સાથે સારો અનુભવ રહેશે. પ્રેમી યુગલ બહાર જવાની યોજના બનાવી શકે છે. આ સમયે તમને ઘુંટણના દુખાવામાંથી રાહત મળશે.

મિથુનઃ આ અઠવાડિયું તમારા માટે સામાન્ય રહેશે નહીં. નોકરી કરતા જાતકો માટે આ સમય મુશ્કેલ રહેશે. વ્યવસાયિક તથા આર્થિક રીતે નુકસાન થાય તેવી શક્યતા છે. આડંબરને પોતાની શાન ના બનાવો. જીવનસાથીનું ધ્યાન રાખવાની જરૂર છે. તેમને ડોક્ટરી દેખરેખની જરૂર પડી શકે છે. યોગ્ય સમયે તમારી મદદ મોટી મુસીબતમાંથી બચાવી શકે છે. પ્રેમ સંબંધમાં સંભાળવું. પ્રિય લોકો સાથે સારી રીતે વર્તન કરવું. હૃદયની સમસ્યા હેરાન કરી શકે છે.

કર્કઃ ઘરની જરૂરિયાત ધીમે ધીમે પૂરી થશે. મિત્રોનો સાથ રાહત આપશે. વ્યવસાયિક મીટિંગ દરમિયાન ભાવુક ના બનો. તમારી જીભ પર કાબૂ રાખો નહીંતર સરળતાથી પ્રતિષ્ઠા ધૂળમાં મેળવી દેશો. અચાનક યાત્રાને કારણે સ્ટ્રેસનો અનુભવ કરશો. આર્થિક સ્થિતિમાં થોડો સુધારો થશે. નોકરીમાં કારણ વગર કોઈની સાથે વિવાદ ના કરો. જીવનસાથી તથા પરિવારના સભ્યો સાથે મધુર સંબંધો બનશે. પ્રિય વ્યક્તિ સમક્ષ પ્રેમનો ઈઝહાર કરો. હર્નિયાના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું.

સિંહઃ આ સમયે ભાગ્યની અપેક્ષાએ કર્મ પર વિશ્વાસ રાખીને કામ કરો અને પોતાની પૂરી કાર્યક્ષમતાનો ઉપયોગ કરવાથી દરેક ક્ષણ સફળ બનશે. ન્યાય સાથે જોડાયેલ લોકોને રાહત મળશે. ભૌતિક સુખમાં વૃદ્ધિ થશે. શિક્ષણ સાથે જોડાયેલ જાતકોને સફળતા મળશે. નોકરીયાત માટે આ સમય ઠીકઠાક રહેશે. વેપારમાં રોકાણ ના કરો. આર્થિક સ્થિતિ સ્થિર રહેશે પરંતુ કારણ વગરના ખર્ચ વધશે. વૈવાહિક જીવનમાં સુધારો થશે. પારિવારિક જીવન યથાવત્ રહેશે. શારીરિક સ્વાસ્થ્ય તમને રાહત આપી શકે છે.

કન્યાઃ વિવાદ, મતભેદ તથા તમારા કામમાં ભૂલ કાઢવાની લોકોની આદત પર બહુ ધ્યાન આપવું નહીં. તમારો ઝઘડાખોર સ્વભાવ તમારા દુશ્મનોની યાદીને લાંબી બનાવી શકે છે. પોતાના પર નિયંત્રણ રાખો. આ સમયે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વેપારમાં નુકસાન જશે. નોકરિયાત માટે આ સમય અનુકૂળ છે. જીવનસાથીનું તમારા પ્રત્યે વલણ સારું રહેશે નહીં. પ્રેમી યુગલ માટે આ સમય સારો રહેશે.

તુલાઃ આ અઠવાડિયું તમારા માટે સારું છે. ભાગ્ય કરતાં કર્મ પર વિશ્વાસ રાખજો નોકરીયાત માટે સ્થાન પરિવર્તનનો યોગ છે. આ અઠવાડિયે અચાનક આવક વધી શકે છે. મકાન માટેના પ્રયાસો સફળ થશે. કુંવારી યુવતીના લગ્નના યોગ છે. નવ દંપતિ માટે સંતાન પ્રાપ્તિના યોગ બને છે. પ્રેમીઓને પોતાના પ્રિયજન પાસેથી સારી ગિફ્ટ મળી શકે છે. સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે.

વૃશ્ચિકઃ આ અઠવાડિયું સામાન્ય જશે. સાંભળેલી વાતો પર આંખો બંધ કરીને વિશ્વાસ ના કરો. પહેલાં તેની સત્યતા ચકાસો. વિદ્યાર્થીઓને નવી તક મળશે. અઠવાડિયાની શરૂઆતમાં આવક વધવાની તક મળશે. વેપાર માટે આ સામાન્ય સમય નથી. ઉતાર-ચઢાવ આવી શકે છે. નોકરીયાત માટે થોડી રાહત થશે. વૈવાહિક સંબંધોમાં મતભેદ સર્જાઈ શકે છે. પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા આવશે. બહારની વસ્તુઓનું તમારા માટે ખાસ મહત્વ રહેશે નહીં. પેટ દર્દના પેશન્ટ્સ ખાસ ધ્યાન રાખે તે જરૂરી છે.

ધનઃ આ અઠવાડિયું એવરેજ રહેશે. બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થશે. વેપારમાં ઉધારી ના રાખો. નોકરીમાં સ્થિરતાના આસાર છે. બીજાનું હિત ધ્યાનમાં રાખીને પોતાના કામ કરો. ખોટા ખર્ચ ના કરો. કોર્ટ-કચેરીમાં ફાયદો થશે. ધર્મ-કર્મ પર ખાસ ધ્યાન આપશો. સંતાન તરફથી સારા સમાચાર મળશે. સામાજિક દાયિત્વની પૂર્તિ થશે. પારિવારિક સભ્યો સાથે કડવાશ આવે તેવી શક્યતા છે. પ્રેમી યુગલને એકબીજા સાથે સમય પસાર કરવા મળશે.

મકરઃ તમારે મહિલાઓથી દૂર રહેવું. બૌદ્ધિક કાર્યો દ્વારા તમે લોકોમાં અલગ ઓળખ બનાવશો. આ અઠવાડિયે આર્થિક સુધારો થશે. નોકરિયાત વરિષ્ઠ અધિકારીઓ સાથે સારા સંબંધો રાખે. વેપારમાં રોકાણ કરતા પહેલાં વડીલોનો અભિપ્રાય લો. વૈવૈહિક જીવનમાં પરસ્પર સમજણ વધશે. પારિવારિક સભ્યોનો પૂર્ણ સાથ સહકાર મળશે. સામાજિક તથા રાજકિય જવાબદારી વધશે. આ સમયે તમે કોઈ ધાર્મિક યાત્રા કરો તેવી શક્યતા છે. પ્રેમી યુગલો એકબીજાને અચૂકથી માન આપે. માઈગ્રેનની તકલીફ વધી શકે છે.

કુંભઃ આ આઠવાડિયું તમારા માટે શુભ રહેશે નહીં. તમારો ઝઘડાખોર સ્વભાવ દુશ્મોની યાદી લાંબી કરી શકે છે. તમારા ખર્ચમાં વધારો થશે, જે તમારા માટે મુશ્કેલી સર્જશે. આર્થિક સ્થિતિમાં અડચણો આવશે. વેપારમાં કોઈ નવો પ્રયોગ ના કરવો. નોકરીમાં પ્રમોશનના યોગ છે. જીવનસાથીને કોઈ વચન ના આપો. પ્રેમમાં પ્રગઢતા થશે પરંતુ વધુ પડતો વિશ્વાસ ના રાખવો. ડાયાબિટીઝના દર્દીઓ ખાસ સાચવે.

મીનઃ વ્યાપારિક તથા વ્યાવસાયિક સંદર્ભમાં તમને એવું લાગી શકે કે તમારો દિવસ બરબાદ થઈ રહ્યો છે. આથી દિવસની શરૂઆતમાં યોગ્ય યોજનાઓ બનાવો. વેપારમાં આ સમયે સ્થિતિ સામાન્ય રહેશે. નોકરીમાં બોસ સાથે સારા સંબંધો રાખો. આ સમયે આવકના નવા સ્ત્રોત ખુલશે પરંતુ વધુ ખર્ચ તમારા માટે મુશ્કેલી સર્જી શકે છે. પરિવારને પૂરતો સમય આપો. તેમને એ વાત જણાવો કે તમે કેટલું ધ્યાન રાખો છો. તેમને ફરિયાદ કરવાની તક ના આપો. દાંપત્ય જીવનમાં ખટપટ રહેશે. પ્રેમી યુગલનો સમય સારો જશે. શારીરિક સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બનશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page