Only Gujarat

FEATURED International

આ જાદુઈ દેશમાં ગરીબ ભારતીયો બની જાય છે ધનિક, અહીંયા જશો તો પડી જશે જલસો!

કુવૈત સિટીઃ કોરોનાકાળમાં ઘણા લોકોના જનજીવન પ્રભાવિત થયા છે અને ઘણા લોકો હવે નવી નોકરીઓની શોધ કરી રહ્યાં છે. આ દરમિયાન અમે તમારી સમક્ષ એવા દેશ અંગે વાત કરી રહ્યાં છીએ જ્યાં જનાર ગરીબ ભારતીય પણ ધનિક બની જાય છે. આ દેશમાં સાઉદી કરતા પણ વધુ ભારતીયો જાય છે. આ દેશની કરન્સી સમગ્ર વિશ્વમાં સૌથી મજબૂત સ્તરે છે. અમે અહીં વિશ્વના ચોથા સૌથી ધનિક દેશ અંગે વાત કરી રહ્યાં છીએ. 29 સપ્ટેમ્બરે કુવૈતના અમીરના નિધન બાદ આ દેશ ફરી ચર્ચામાં છે. આજે અમે તમારી સમક્ષ કુવૈતની અમુક એવી વાતો જણાવી રહ્યાં છીએ જે તમે ભાગ્યે જ જાણતા હશો.

સૌથી ધનિક દેશોની યાદીમાં કુવૈત ચોથા નંબર અને આરબ દેશોમાં તે કતાર બાદ બીજા ક્રમે આવે છે. કુવૈતની કરન્સી દીનાર છે. જેની કિંમત સમગ્ર વિશ્વમાં સૌથી વધુ છે. આ અંગે ઘણા ઓછા લોકો જાણતા હશે.

આ દેશના 1 દીનારની કિંમત ભારતના 240 રૂપિયા જેટલી છે. જ્યારે તેની સરખામણી કરીએ તો ભારતમાં 1 ડૉલરની કિંમત 74 રૂપિયા જેટલી છે. કુવૈતમાં એક વ્યક્તિની આવક સામાન્ય ભારતીય કરતા 10 ગણી હોય છે. આ જ કારણ સમગ્ર વિશ્વમાંથી લોકો આ દેશમાં પોતાનું ભાગ્ય અજમાવવા પહોંચતા હોય છે.

કુવૈતની મોટાભાગની કમાણી ક્રૂડ ઓઈલના ઉત્પાદનથી થાય છે. આ દેશ ઓઈલ એક્સપોર્ટ કરે છે. જેના કારણે તેને સારી એવી કમાણી થાય છે. સમગ્ર વિશ્વમાં ઉત્પાદિત થતા ઓઈલનો એક મોટો હિસ્સો એટલે 10 ટકા માત્ર કુવૈતમાં જ મળી આવે છે. કુવૈતમાં ઓઈલનું કેટલું ઉત્પાદન થાય છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.

જોકે અહીંના કાયદા અનુસાર, દેશમાં જ્યાંપણ ઓઈલ મળી આવે તો તે સરકારનું મનાય છે, તેથી ઓઈલ સંબંધિત તમામ સ્થળ સરકારના નિયંત્રણ આવે છે. કુવૈતમાં નોકરીની તકો અન્ય દેશની સરખામણીએ વધુ હોવાથી સમગ્ર વિશ્વમાંથી લોકો અહીં આવતા હોય છે.

કુવૈતમાં વીઝા નિયમો બાકીના દેશો કરતા વધુ સરળ છે તેથી વિદેશી લોકોને અહીં આવવામાં સરળતા રહે છે.

You cannot copy content of this page