ટીચરને વિવાદસ્પદ પર બૂક વહેંચી મોંઘી પડી, થઈ આવી હાલત

રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં વિવાદિત બુક વહેચવાના મામલે આરોપી મહિલા ટીચરને જેલમાં ધકેલી મુકી છે. આરોપી મહિલા ટીચર રૂપપુરા સ્થિત રાજકિય સીનિયર હાયર સેકેંડરી સ્કૂલમાં ભણાવતી હતી. આરોપી મહિલા ટીચરનું નામ નિર્મલા કામડ છે. તેની પર સ્કૂલના વિદ્યાર્થીઓને ધર્મ વિરોધી બુક વહેંચવાનો આરોપ છે. આ મામલે આસીંદ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ આરોપી ટીચર નિર્મલા કામડની ધરપકડ કરી હતી. નિર્મલા કામડના કેસમાં સંગઠન સતત પ્રસાશનને મેમોરેન્ડમ આપી રહી હતી.


આસીંદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, 2 માર્ચે આસીંદ પોલીસ સ્ટેશનના રાજકિય સીનિયર હાયર સેકેંડરી સ્કૂલ રૂપપુરાની ટીચર નિર્મલા કામડની વિરુદ્ધ ગ્રામજનોએ સામૂહિક રૂપથી ફરિયાદ દાખલ કરાવી હતી.


પોલીસે ગ્રામજનોની ફરિયાદ પર મહિલા ટીચર પર લગાવેલ આરોપોની તપાસ કર્યા બાદ તે મહિલા આરોપીની શનિવારે ધરપકડ કરી હતી અને આસીંદ કોર્ટમાં હાજર કરી હતી. જ્યાં કોર્ટે જામીન અરજી ફગાવીને તેને જેલમાં ધકેલી દીધી હતી.


2 માર્ચે રૂપપુર સ્કૂલમાં ગ્રામજનોએ મહિલા ટીચર પર વિદ્યાર્થીઓને ધર્મ વિરોધી બૂક વહેંચવાના મામલે સ્કૂલ પર તાળું મારીને પ્રદર્શન કર્યું હતું. આ ઘટનાને લઈને શિક્ષણ વિભાગે ટીચર નિર્મલા કામડ પર કાર્યવાહી કરી હતી. ત્યાર બાદ નિર્મલા કામડના સમર્થન અને વિરોધમાં ઘણાં સંગઠનોએ પ્રદર્શન કર્યું હતું.


વિશ્વ હિંદુ પરિષદે આ મામલે ગુરૂવારે પ્રદર્શન યોજી આરોપી મહિલા ટીચરની ધરપકડ કરવાની માંગ કરી હતી તો શુક્રવારે અલગ-અલગ દળોના સંગઠનોએ મહિલા ટીચરના સમર્થનમાં પ્રદર્શન કર્યું હતું.

You cannot copy content of this page