Only Gujarat

Gujarat

આજથી પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરમાં ભક્તો નહીં લઈ જઈ શકે છોલેલું શ્રીફળ

થોડા દિવસ પહેલા જ અંબાણી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેતા ચિકીનો પ્રસાદ શરૂ કરતાં હોબાળો મચી ગયો હતો. જોકે ગણતરીના દિવસોમાં અંબાણી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરમાં છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકાશે નહીં જેને લઈને વેપારીઓ અને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મહત્વની વાત એ છે કે, પાવાગઢ માતાજીના મંદિરમાં આજથી છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

આજથી પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકશે નહીં. છોલ્યા વિનાનું આખું નાળિયેર માતાજીને ધરાવી ઘરે લઈ જવાનું ફરમાન શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. મંદિરની આસપાસ સ્વચ્છતા રાખવા માટે આ નિર્ણય લેવાયો આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે, ક્ષીફલ વધેરવા માટે મશીન મુકવામાં આવ્યું છે. આ મશીન પુરતી માચી ખાતે ખાતે મુકવામાં આવ્યું છે. જોકે આ પહેલા દુધિયા તળાવ પાસે ભક્તો શ્રીફળ વધેરતા હતાં.

આજથી યાત્રાધામ પાવાગઢ મંદિરમાં છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પાવાગઢ ટ્રસ્ટે છોલેલા શ્રીફળ નહીં લઈ જવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે, છોલ્યા વિનાનું આખું નાળિયેર માતાજીને ધરાવી ઘરે લઈ જવાનું ફરમાન શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા કરાયું છે. જોકે આ મંદિરની આસપાસ સ્વચ્છતા રાખવા નિર્ણય લેવાયો છે.

શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા શ્રીફળ વધેરવાનું મશીનનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંદિર ટ્રસ્ટ દ્વારા છોલેલું શ્રીફળ મંદિરમાં લઈ જવા પર પ્રતિબંધ મુક્યો છે. જેથી હવે આજથી મંદિરમાં નવા નિયમની અમલવારી કરવામાં આવશે. નોંધનીય છે કે, યાત્રાળુઓને તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મશીન મુકાયું છે.

ભક્તોએ મંદિરમાં શ્રીફળ જાતે ચડાવી ચૂંદડી સાથે ઘરે લઇ જવાનું રહેશે. આ સાથે જ મંદિરની આસપાસ કોઈ વેપારીઓ પણ છોલેલું શ્રીફળ વેંચી શકશે નહીં. જો વેપારી પાસે છોલેલું શ્રીફળ મળશે તો કાર્યવાહી કરવામાં આવશે.

વેપારી સામે પવિત્ર સ્થાનમાં સ્વચ્છતા ન રાખવા બદલ કાર્યવાહી કરાશે. શક્તિ દ્વારથી જ સિક્યુરીટી ગાર્ડ દ્વારા ભક્તોને તપાસીને અંદર પ્રવેશ અપાશે. સિક્યુરીટી ગાર્ડ સાથે તકરાર કરનાર સામે પોલીસ ફરીયાદ કરાશે.

કાલીકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમ તમામ ભક્તો માટે આજથી જ લાગુ કરાયો છે. આ નિર્ણયને પગલે સ્થાનિક વેપારીઓ અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

You cannot copy content of this page