Only Gujarat

FEATURED International

લૉકડાઉનમાં ઘરે બેસી-બેસીને કંટાળી ગયો આ વ્યક્તિ, દીવાલમાં પાડ્યું કાણું ને પછી જે થયું એ….

લંડનઃ લૉકડાઉનના સમયમાં લોકો સમય પસાર કરવા માટે અવનવાના તરીકા અપનાવતા રહે છે. કોઈ પેઈન્ટિંગ કરે છે તો કોઈ નવી-નવી વાનગી બનાવે છે. આ ઉપરાંત અનેક લોકો એવા છે, જે કંઈક અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બ્રિટનના ડેવોનમાં રહેતા એક શખ્સે પણ કંઈક અલગ કરવાનો પ્રયાસ કર્યો. તેઓ ઘરમાં બેઠા બેઠા બોર થઈ ગયા હતા, એટલે તેમણે ઘરની દીવાલમાં કાણું પાડવાનું શરૂ કરી દીધું, પરંતુ તેમને શું ખબર હતી કે આવું કરવાથી અનેક વર્ષો સુધી છુપાવેલું એક ઘેરું રહસ્ય તેમની સામે આવી જશે.

શખ્સનું નામ જેક બ્રાઉન છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, તેમને પોતાના ઘરની એક દીવાલ અજીબ લાગતી હતી. એવામાં જેકને તેના વિશે જાણવાની ઉત્સુકતા જાગી. એટલે તેણે ડ્રિલિંગ મશીનની મદદથી દીવાલમાં એક કાણું પાડ્યું અને ટૉર્ચની રોશનીમાં કાણાની અંદર જોવાનો પ્રયાસ કર્યો. અંદરનો નજારો જોઈને તેમના હોંશ ઉડી ગયા.

જેકે જોયું કે ટોર્ચની રોશની તેના ઘરની દીવાલની ખૂબ પાછળ સુધી નજર આવી રહી હતી. હવે જેકના મનમાં તેના વિશે જાણવાની તીવ્ર ઈચ્છા જાગી કે આખરે અંદર ક્યું રહસ્ય છુપાયેલું છે. એટલે તેઓ દીવાલમાં એક મોટું કાણું પાડવા લાગ્યા, જેનાથી તે સરળતાથી જોઈ શકે અને દીવાલની બીજી પાર જઈ શકે.

ડ્રિલિંગ મશીનની મદદથી થોડા જ સમયમાં જેકે દીવાલમાં એક મોટું કાણું પાડી દીધું અને તેમાં ઘુસીને દીવાલની બીજી પાર ગયા. અહીં તેઓ એ જોઈને હેરાન થઈ ગયા કે અંદર તો ખૂબ જ મોટી ખાલી જગ્યા હતી, જે વર્ષોથી છુપાયેલી હતી, તે એક ગુફા હતી. તપાસ દરમિયાન ખબર પડી કે તે સુરંગ ખૂબ જ મોટી અને જૂની હતી, ઓછામાં ઓછા 120 વર્ષ જૂની. ગુફાની અંદર મળેલા અખબારના ટુકડાથી ખબર પડી કે તે લગભગ 50 વર્ષથી બંધ છે.

રિપોર્ટ્સ પ્રમાણે, 120 વર્ષ જૂની તે ગુફાનો ઉપયોગ વર્ષો પહેલા પેઈન્ટ અને જૂના ડબ્બા અને નિર્માણ કાર્યમાં જોડાયેલો સામાન રાખવામાં આવતો હતો. જેકને ત્યાં તેની સાથે જોડાયેલો અનેક સામાન મળ્યો. આ ઉપરાંત તેમને એક જૂની સાયકલ પણ મળી. જેકનું કહેવું છે કે તેમણે હજી આ વિશે નથી વિચાર્યું કે સુરંગનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page