Only Gujarat

International

હજારોની ફૂટની ઊંચાઈએથી પડ્યા હતા બે અફઘાનીઓ, જેના ધાબે પડ્યા તેણે ધ્રુજતા અવાજે કહ્યું…

કાબુલઃ અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો છે. હાલમાં જ કાબુલ એરપોર્ટ પરથી ભયાવહ તસવીરો દુનિયાની સામે આવી હતી. 16 ઓગસ્ટની એક તસવીરને અત્યાર સુધીની ખતરનાક તસવીર કહી શકાય. કાબુલ એરપોર્ટ પર અમેરિકન વિમાનના પૈડા પર બે અફઘાન નાગરિકો છુપાઈને દેશથી ભાગીને જવાનો પ્રયાસ કરતા હતા. એરક્રાફ્ટ ટેકઓફ થયા બાદ બંને સેંકડો ફૂટની ઊંચાઈ પરથી એક મકાનના ધાબે પડ્યા હતા. બંનેનું માથું ફાટી ગયું હતું અને તેમનું શરીર અનેક હિસ્સામાં વહેંચાઈ ગયું હતું. જે મકાનના ધાબે પડ્યા, તે મકાન એક સિક્યોરિટી ગાર્ડનું હતું. તેણે આ ઘટના અંગે વાત કરી હતી.

વિમાનમાંથી પડીને કુલ 3 લોકોના મોત થયા હતા. એક ફૂટબોલર પ્લેયર હતો, એક ડોક્ટર હતો અને એક સામાન્ય નાગરિક હતો. ફૂટબોલ પ્લેયરનું નામ જકી અનવરી હતું. અફઘાનિસ્તાનના સ્પોર્ટ્સ વિભાગે જકી અનવરીનું વિમાનમાંથી પડીને મોત થયું હોવાની વાતનો સ્વીકાર કર્યો છે.

એવું લાગ્યું કે કોઈ ટાયર ફાટી ગયું છેઃ 49 વર્ષીય સિક્યોરિટી ગાર્ડનું નામ વલી સાલેક છે. વલીએ કહ્યું હતું કે સોમવાર, 16 ઓગસ્ટના રોજ પરિવાર ઘરમાં હતો. બહાર નીકળી શકાય તેવી સ્થિતિ નહોતી. અચાનક ધાબે બ્લાસ્ટ થયો હોય તેવો અવાજ થયો હતો. લાગ્યું કે કોઈ મોટું ટાયર ફાટ્યું છે. તે ભાગીને ધાબે ગયા અને જોયું તો ત્યાં બે લાશો પડી હતી. જોઈને જ ડરી જવાયું હતું. બંનેના માથા ફાટી ગયા હતા તો શરીર અનેક ભાગોમાં વહેંચાયું હતું. પત્ની તો આ જોઈને બહોશ થઈ ગઈ હતી.

પડોશીએ આખી ઘટના કહીઃ વલીના મતે, તેને પડોશમાં રહેતું લોકો ટીવી જોતા હતા. તેઓ તેના ઘરે આવ્યા અને કહ્યું કે આ બંને વિમાનમાંથી પ્યા છે. ત્યારબાદ તેઓ બંને લાશને નજીક આવેલી મસ્જિદમાં લઈ ગયા હતા. વીડિયોમાં દુનિયાએ જોયું કે કાબુલ એરપોર્ટ પર હવે કેવી પરિસ્થિતિ છે. દરેક લોકો દેશ છોડીને જવા માગે છે. લોકો ઘરમાં બંધ છે.

અમેરિકન એરફોર્સના એરક્રાફ્ટમાંથી આ બંને લોકો પડ્યા હતા. કાબુલથી જ્યારે આ વિમાન કતર ગયું ત્યારે પૈડામાંથી માનવ શરીરના ટુકડાઓ ફસાયેલા મળ્યા હતા. વીલનું ઘર એરપોર્ટથી ચાર કિમી દૂર છે અને તેના મકાનની છતને ઘણું જ નુકસાન પહોંચ્યું છે.

મૃતકો 30 વર્ષથી પણ નાનાઃ વલીએ કહ્યું હતું કે તેમણે બંને લાશો પર ચાદર નાખી અને ત્યાંથી લઈ ગયા હતા. મૃતકોની પણ ઓળખ થઈ ગઈ છે. બંને 30 વર્ષથી પણ નના હતા. એક મૃતકનું બર્થ સર્ટિફિકેટ તેની પાસેથી મળી આવ્યું હતું. તેનું નામ સૈફુલ્લા હોતક હતું. તે ડૉક્ટર હતો. બીજો ફિદા મોહમ્મદ હતો.

વલીએ કહ્યું હતું કે તે દિવસે બધાએ જોયું કે કાબુલ કેવી રીતે અને કેટલી ઝડપથી બદલાઈ રહ્યું છે. રસ્તાઓ પર સન્નાટો છવાઈ ગયો છે. પુરુષ, સ્ત્રી કે બાળકો બધા જ ડરેલા અને ચિંતામાં છે. બધા ઘરની અંદર બંધ છે. જો તેને તક મળશે તો તે પણ દેશ છોડી દેશે. લોકો પાગલની જેમ એરપોર્ટ તરફ ભાગે છે.

You cannot copy content of this page