Only Gujarat

International

માનવી તો શું જાનવરને પણ આ જગ્યા જવાની છે મનાઈ, વાંચો શું છે તેની પાછળની ખતરનાક કહાણી

દુનિયામાં એવી અનેક જગ્યાઓ છે. જે વેરાન છે પરંતુ રહસ્ય સભર છે. આવી રહહસ્યમ જગ્યાએ જવાનું લોકો સામાન્ય રીતે ટાળે છે કારણ કે આવી રહસ્યમય જગ્યા સાથે ભયંકર કહાણીઓ જોડાયેલી હોય છે. આજે અમે આપને એવી જ એક જગ્યા વિશે જણાવીશું, જે વેરાન છે. ત્યાં કોઇ પણ આવતું-જતું નથી. 100 વર્ષ પહેલા આ જ જગ્યાએ માનવ વસ્તી હતી. જો કે ત્યારબાદ અહીં ઘટેલી એક એક ઘટનાના કારણે અહીં કોઇ નથી આવતું. આ જગ્યાએ જાનવરોને જવાની પણ પાબંદી છે. આ જગ્યા ફ્રાન્સના ઉત્તર પૂર્વીય વિસ્તારમાં આવેલી છે. અહીં લોકોના ન આવવા પાછળ એક ખતરનાક કહાણી છે. શું છે કહાણી જાણીએ…

આ સ્થાનનું નામ ‘જોન રોગ’છે આ જગ્યા એટલી ખતરનાક છે કે અહીં દરેક જગ્યાએ ડેન્જર જોનના બોર્ડ લગાવેલા છે. આ બોર્ડ એટલા માટે લગાવવામાં આવ્યાં છે કે, જો કોઇ ભૂલથી પણ અહીં આવી ગયું હોય તો બોર્ડ વાંચીને આગળ વધવાની હિંમત ન કરે. જો કે આ સ્થાનને ફ્રાન્સની અન્ય જગ્યાથી અલગ કરી દેવાયું છે. જેથી અહીં કોઇ આવી ન શકે.


આ સ્થાન ‘રેડ જોન’ના નામે પ્રચલિત છે. કહેવાય છે કે, પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા આ વિસ્તારમાં કુલ નવ ગામ હતા. જ્યાં લોકો રહેતા હતા અને ખેતી વાડી કરીને ગુજરાન ચલાવતા હતા. જો કે વિશ્વ યુદ્ધ દરમિયાન અહીં એટલા બોમ્બ પડ્યાં કે સમગ્ર વિસ્તાર બરબાદ થઇ ગયો. આ સ્થાને અનેક લોકો મૃત્યુ પામ્યાં બાદ આ જગ્યા રહેવા લાયક ન બચી.

કહેવાય છે કે, આ સમગ્ર વિસ્તારમાં માત્ર કેમિકલ્સયુક્ત યુદ્ધ સામ્રગી ફેલાયેલી છે, જેના કારણે અહીની જમીન પણ ઝેરયુક્ત બની ગઇ છે. જમીનની સાથે અહીંનું પાણી પણ પીવા લાયક નથી રહ્યું. પાણી પણ ઝેરી કેમિકલ્સયુક્ત બની ગયું છે. આ વિસ્તારની જમીન અને પાણીને કેમકલમુક્ત બનાવવું શક્ય ન હતું, આ કરાણે ફ્રાંસની સરકારે આ જગ્યા પર જવાની પાબંદી લગાવી દીધી.

વર્ષ 2004માં અહીંની માટી અને પાણીની તપાસ કરાઇ હતી. જેમાં ભારે માત્રમાં આર્સેનિક જોવા મળ્યું હતું. આર્સનિક એક એવું તત્વ છે. જેની થોડી માત્રા પણ જો મોંમાં જતી રહે તો થોડા કલાકમાં જ મૃત્યુ થઇ જાય છે. આ કારણે જ અહી મનુષ્ય સહિત જાનવરોને પણ પ્રવેશ નથી મળતો.

You cannot copy content of this page