Only Gujarat

National

આ મોડલની સુંદરતા જોઈ તમે લપસી ના જતાં નહીં તો તમારા પણ થઈ શકે છે આવા હાલ

છોકરીની સુંદરતાં એક એવી વસ્તુ છે જેને જોઈને દરેક મર્દ ફસાઈ જાય છે. એવામાં કેટલીક ચાલાક મગજવાળી છોકરીઓ પણ આ સુંદરતાનો ઉપયોગ કરી અમીર લોકોને ફસાવે છે. આવો જ એક કિસ્સો ઝારખંડના રાંચીથી સામે આવ્યો છે. અહીં એક સુંદર મોડેલે પોતાની સુંદરતા બતાવીને અમીર છોકરા સાથે ફ્રેન્ડશીપ કરી હતી. આ પછી તેને ફસાવીને પોતાનું કામ કઢાવતી હતી. પોલીસે જ્યારે આ મોડેલને પકડી ત્યારે ઘણાં ઘટસ્ફોટ થયાં હતાં.


ડ્રગ્સ એક એવી વસ્તુ છે જે હવે માત્ર મોટા-મોટા શહેરો સુધી સીમિત નથી. હવે તેનું નેટવર્ક નાના ગામ સુધી પણ જોવા મળે છે. જેમાં કેટલાય લોકોની ધરપકડ પણ થઈ છે. જોકે, આમાં મોટાભાગના પુરુષો જ પકડાતાં હોય છે. ઝારખંડના રાંચી શહેરમાં પોલીસે એક સુંદર મોડેલની ડ્રગ્સ મામલે ધરપકડ કરી છે.


આ મોડેલનું નામ જ્યોતિ ભારદ્વાજ છે. જ્યોતિ પર રાંચીમાં બ્રાઉન શુગરની તસ્કરી કરવાનો આરોપ છે. જ્યોતિ છેલ્લાં કેટલાક સમયથી રાંચીમાં ડ્રગ્સનો વેપાર કરતી હતી. રાંચીના સુખદેવનગર પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રેડ કરીને જ્યોતિને રંગે હાથે ઝડપી લીધી હતી. તેની પાસે પોલીસને મોટા પ્રમાણમાં બ્રાઉન શુગર પણ મળ્યું છે.


પોલીસ ઇન્સ્પેક્ટર મમતા કુમારીએ મોડેલની ધરપકડ કર્યા પછી જણાવ્યું કે, અમે તેને ઘણાં દિવસોથી શોધતાં હતાં. તેમણે મોડેલ વિશે ગુપ્ત માહિતી સાથે યુવક હર્ષ કુમાર દ્વારા મળી હતી. પોલીસે પહેલાં હર્ષને ડ્રગ્સ મામલે ઝડપ્યો હતો. તેને પોલીસને જ્યોતિ અંગે જણાવ્યું હતું. હર્ષે મોડેલ જ્યોતિ વિશે ઘણાં ઘટસ્ફોટ કર્યા છે.

પકડાયેલાં આરોપી હર્ષે જણાવ્યું કે, મોડેલ સૌથી પહેલાં અમીર છોકરાઓને શોધતી હતી. તેમને પોતાની સુંદરતાની જાળમાં ફસાવતી હતી. પછી ધીરે ધીરે તેમને ડ્ર્ગ્સની લત લગાડતી હતી. જ્યારે છોકરા તેની જાળમાં ફસાઈ જતાં ત્યારે તે તેમને પણ ડ્રગ્સનો કારોબાર કરવા માટે કહેતી હતી. તે જે ડ્રગ્સ વેચતાં હતાં તેમાં તેમનું કમિશન હતું.


પોલીસે જ્યારે મોડેલ જ્યોતિનું બેકગ્રાઉન્ડ જાણ્યું તો ખબર પડી કે, તે પહેલાં દિલ્હીમાં મોડેલિંગ કરતી હતી. જોકે, છેલ્લાં કેટલાક દિવસોથી તે રાંચીમાં રોકાઈ હતી. અત્યારે પોલીસ જ્યોતિની પૂછપરછ કરી રહી છે. તેમને આશા છે કે, હજુ વધારે તસ્કરોના નામ સામે આવી શકે છે.

You cannot copy content of this page