Only Gujarat

National TOP STORIES

અભિનેત્રીઓને ટક્કર મારે એટલા સુંદર છે અંબાણી પરિવારની નાની વહુ, જુઓ તસવીરો

મુંબઈઃ દેશના સૌથી અમીર વ્યક્તિ અને દુનિયાના ટોચના 10 અમીરોમાં સ્થાન રાખતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ફેમિલી વિશે સૌ કોઈ જાણવા માંગે છે. અંબાણી ફેમિલીનો દરેક સભ્ય સેલિબ્રિટી જેવો જ છે. આ ફેમિલીના દરેક ફંક્શન પર લોકોની નજર હોય છે. ખાસ કરીને મુકેશ અંબાણીના જોડિયાં દીકરા આકાશ અને દીકરી ઈશા અંબાણીના લગ્ન બાદ હવે લોકો એ જાણવા ઈચ્છે છે કે તેમના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન ક્યારે થશે. મહત્વનું છે કે આકાશ અંબાણી અને ઈશા અંબાણીના લગ્ન દુનિયાના સૌથી મોંઘા લગ્નોમાંથી એક હતાં. આ લગ્નના ફંક્શનમાં બોલીવુડના જાણીતા સિતારાઓની સાથે દુનિયાની મોટી મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો.

કોણ છે અનંત અંબાણીની ગર્લફ્રેન્ડઃ હવે એ વાત કોઈનાથી છૂપાયેલી નથી કે અનંત અંબાણીની ગર્લફ્રેન્ડ કોણ છે. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈની પાર્ટીમાં જ તેનો ખુલાસો થઈ ગયો હતો કે રાધિકા મર્ચન્ટ અનંત અંબાણીની ગર્લફ્રેન્ડ છે. રાધિકા અનંતના કહેવા પર તે પાર્ટીમાં સામેલ થવા આવી હતી.

શાહરુખ ખાને મજાકમાં પુછ્યું હતુંઃ આ પાર્ટીમાં બોલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાન હોસ્ટ બન્યા હતા. પાર્ટી દરમિયાન જ તેણે મજાક મજાકમાં અનંત અંબાણીને કહ્યું કે પોતાની ગર્લફ્રેન્ડ વિશે જણાવો. જે બાદ સૌને ખબર પડી કે રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારની નાની વહૂ બનશે.

અનંત-રાધિકાને જાહેરમાં જોવા મળ્યાઃ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને અનેક પ્રસંગે સાથે જોવા મળ્યા છે. અનેક ઈવેન્ટમાં પણ તેમને સાથે જોવામાં આવ્યા છે.

ઈશા-શ્લોકા સાથે કર્યો હતો ઘૂમર ડાન્સઃ આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની એન્ટીલિયામાં થયેલી સગાઈની પાર્ટીમાં રાધિકા મર્ચન્ટે ડાન્સમાં ભાગ લીધો હતો. ઈશા અંબાણી અને શ્લોકા મહેતાએ જે ઘૂમર ડાન્સ કર્યો હતો, તેમાં રાધિકા મર્ચન્ટ પણ સામેલ થઈ હતી. ફિલ્મ ‘પદ્માવતી’ના ઘૂમર ગીત પર આ ડાન્સ પર્ફોર્મન્સ થયું હતું.

નીતા અંબાણી કરે છે ખૂબ જ પસંદઃ નીતા અંબાણી રાધિકા મર્ચન્ટને ખૂબ જ પસંદ કરે છે. પોતાને ત્યાં થતાં કોઈ પણ પ્રોગ્રામમાં તે રાધિકા મર્ચન્ટને બોલાવવાનું ભૂલતા નથી. બંનેમાં અત્યારથી જ સારી કેમિસ્ટ્રી જોવા મળે છે.

કોણ છે મર્ચન્ટ પરિવારઃ રાધિકા મર્ચન્ટના પિતા વીરેન મર્ચન્ટ ADSના નૉન એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર છે. આ સિવાય, તે એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ કંપનીના સીઈઓ અને વાઈસ ચેરમેન પણ છે. તેઓ મૂળ રૂપથી ગુજરાતના કચ્છના છે. વીરેન મર્ચન્ટ અંબાણી પરિવાર સાથે પહેલાથી જ જોડાયેલા છે. મુકેશ અંબાણી અને વીરેન મર્ચન્ટમાં સારી મિત્રતા છે. આમ તો, તેઓ અંબાણી ફેમિલીમાં થનારા ફંક્શન્સમાં ઘણાં જ ઓછા જોવા મળે છે.

એન્કોર હેલ્થ કેરમાં ડાયરેક્ટર છે રાધિકાઃ રાધિકા મર્ચન્ટ પોતાના ફેમિલી બિઝનેસ સાથે જોડાયેલી છે. તેમના પિતા વીરેન મર્ચન્ટની 8 કંપનીઓ છે. રાધિકાના દાદાજી ગોવર્ધનદાસ મર્ચન્ટ ધીરૂભાઈ અંબાણીની જેમ સંઘર્ષ કરીને એક સફળ બિઝનેસમેન બન્યા હતા. રાધિકા પોતાના પિતાની કંપની એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડમાં ડાયરેક્ટરની જવાબદારી સંભાળે છે.

રાધિકા મર્ચન્ટની મા-બહેનઃ રાધિકાની માતાનું નામ શૈલા મર્ચન્ટ છે. તેમના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે, પરંતુ તે મુંબઈની પેજ 3 પાર્ટીઓની જાણીતી હસ્તી છે. તે પણ એન્કોર હેલ્થકેરમાં ડાયરેક્ટર છે સાથે જ પતિની અનેક કંપનીઓમાં તે મહત્વની જવાબદારી સંભાળે છે. રાધિકાની બહેન અંજલિ મર્ચન્ટ તેનાથી મોટી છે. તેમણે વિદેશમાંથી ઉચ્ચ શિક્ષા મેળવી છે. તે પણ એન્કોર હેલ્થકેરમાં ઊંચા પદ પર છે. તે પોતાના કામમાં બિઝી છે. મીડિયા અને લાઈમલાઈટમાં આવવું પસંદ નથી. એટલે તેના વિશે લોકોને વધુ જાણકારી નથી.

અનંત અને રાધિકાની સગાઈઃ જ્યારે આકાશ અંબાણીની સગાઈ થઈ રહી હતી, એ સમય દરમિયાન જ આ અફવા ઉડી હતી કે અનંત અંબાણી અને રાધિકા અંબાણીની પણ સગાઈ થઈ ચુકી છે. પરંતુ એ સમયે રિલાયન્સ જિયોના સ્પોક્સપર્સને તેને અફવા ગણાવ્યું હતું.

અંબાણી પરિવારની નાની વહુઃ આ વાતમાં કોઈ બેમત નથી કે અંબાણી પરિવારે રાધિકાને પોતાના પરિવારની નાની વહુના રૂપમાં સ્વીકારી લીધી છે. અનંત અંબાણીના જ્યારે પણ લગ્ન થશે તો રાધિકા સાથે જ થશે. નીતા અંબાણી તો તેમને અત્યારથી જ પોતાની નાની વહુની જેમ માને છે.

You cannot copy content of this page