Only Gujarat

National

અગ્નિના સાત ફેરથી લઈ સ્મશાનની ચિતા સુધી, સાથે જ રહ્યા આ પતિ-પત્ની

રાજસ્થાના નાગૌરમાં 58 વર્ષથી સાથે રહેતા પતિ-પત્નીએ એકસાથે દુનિયાને અલવિદા કહી હતી. પતિના મોતની ગણતરીની મીનિટોમાં પત્નીએ પણ શ્વાસ છોડી દીધો હતો અને દુનિયાને અલવિદા કહી હતી. બન્નેના એક જ જગ્યાએ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. બન્ને પુત્રીઓ માતા-પિતાના અંતિમ સંસ્કાર કર્યા હતાં. આ અંતિમ વિદાયની ચર્ચા ગામ અને શહેરમાં ચાહેર બાજુ થઈ રહી હતી. દરેક લોકો કહી રહ્યાં છે કે, સૌભાગ્યશાળી હોય છે આવા પતિ-પત્ની જેમનું એક સાથે મોત નસીબમાં હોય.


નાગૌરના રૂણ ગામના રહેવાસી 78 વર્ષના રાણારામ સેનને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સારવાર માટે તેમને પહેલા નાગૌર અને પછી જોધપુર લઈ જવામાં આ્યા હતાં. રવિવારે સવારે 4 વાગે જોધપુરમાં તેમનું મોત નિપજ્યું હતું.


મૃતદેહ સવારે 8 વાગે ઘરે પહોંચ્યો હતો ત્યાર બાદ પત્નીએ પતિનો મૃતદેહ જોયો એવું તરત જ સહન કરી શકી નહોતી અને તાત્કાલિક તેમણે પણ દુનિયાને અલવિદા કહી દીધી હતી. બન્નેને બે પુત્રીઓ છે અને બન્નેના લગ્ન થઈ ચૂક્યા છે. ગામના લોકોએ કહ્યું કે, રાણારામ સેન ગામના શનિદેવ મંદિરમાં પૂજા-પાઠ કરતાં હતાં. તેમના મોતથી ગામમાં શોકનો માહોલ છે


માતા-પિતાની એકસાથે દુનિયાને અલવિદાને લઈને બન્ને પુત્રીઓ બહુ જ દુખી છે. તેમણે માતા-પિતાની અર્થીને કાંધ આપ્યો હતો. એક જ ચિતા પર માતા-પિતાને મુખાગ્નિ આપવામાં આવી હતી. બેંડ બાજાની સાથે બન્નેની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં આખું ગામ ઉમટી પડ્યું હતું. પુત્રીઓની ફરજ જોઈને ગામના લોકોએ કહ્યું કે, જેમને આવી પુત્રીઓ છે તેમને શું જોઈએ. રાણારામ અને ભંવરી દેવી સૌભાગ્યવતી હતાં.


ગામના લોકોએ જણાવ્યું હતું કે, રાણારામ સેમના લગ્ન 58 વર્ષ પહેલા ભંવરી દેવીની સાથે થયા હતાં. બન્ને વચ્ચે અતૂટ પ્રેમ હતો. બન્ને એકસાથે જ રહેતા હતાં. એક-બીજાનો બહુ જ ખ્યાલ રાખતા હતાં. હવે બન્નેએ એકસાથે દુનિયાને છોડી દીધી. તેમના મોત બાદ નજીકના વિસ્તારમાં બહુ જ સુમસાન થઈ ગયું છે. શનિદેવ મંદિરમાં પણ તેમની ઉળપ વર્તાઈ રહી છે.

You cannot copy content of this page