Only Gujarat

International TOP STORIES

સમગ્ર દુનિયામાં વિનાશ લાવનાર કોરોના વાયરસ હવે ધીમે ધીમે બદલી રહ્યો છે તેનું સ્વરૂપ

દુનિયાભરમાં વિનાશ લાવનાર કોરોના વાયરસ હવે ધીમે ધીમે તેનું સ્વરૂપ બદલી રહ્યો છે. બ્રિટનની પ્રતિષ્ઠિત રૉયલ સોસાયટી ઓફ લંડનનાં સંશોધનમાં આ મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. સંશોધનકારોનું કહેવું છે કે અત્યાર સુધીમાં વાયરસના આનુવંશિક તત્વોમાં એક પણ ફેરફાર તેને વધુ ચેપી બનાવતા નથી. તે સ્પષ્ટ છે કે વાયરસ ફેલાવાની ગતિ અને જીવલેણ ક્ષમતામાં ઘટાડો થયો છે. જ્યારે અગાઉના સંશોધનમાં કહેવામાં આવ્યું હતું કે, ભલે વાયરસ ધીરે ધીરે ફેલાતો હોવા છતાં તે વધુ જીવલેણ બન્યો છે.

રસી બનાવવા પર અસરકારક રહેશે
સંશોધનકારોનું કહેવું છે કે જો કોવિડ -19 વાયરસમાં મ્યૂટેશન અથવા પરિવર્તન ધીમું થઈ રહ્યું છે, તો તેનો ફાયદો કોવિડની રસી બનાવવા પર થશે. આ રસી લોકોને લાંબા સમય સુધી વાયરસથી સુરક્ષા આપી શકશે કારણકે, વાયરસ સમય જવાની સાથે વધારે શક્તિશાળી નહીં થઈ શકે.

વાયરસ હવે સ્થાયીરૂપમાં હાજર
કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે સંકળાયેલા અગ્રણી સંશોધન વૈજ્ઞાનિક ડૉ.જેફ્રી સ્મિથનું કહેવું છે કે, વાયરસ ગતિ અને ક્ષમતાની દ્રષ્ટિએ હવે વધુ સ્થાયી છે. તેની સરળતાથી ઓળખની સાથે યોગ્ય રીતે ઉપચાર કરી શકાય છે. રોયલ સોસાયટીના સાયન્સ ઈન ઈમરજન્સી ટાસ્ક ફોર્સે આ અભ્યાસને પ્રી-પિંટનાં રૂપમાં ઓનલાઈન પ્રકાશિત કર્યો છે.

ઘાતક નથી બની રહી બિમારી
સંશોધનકારોએ જીનોમ સાંકળનો અભ્યાસ કર્યો અને જાણવા મળ્યું કે ધીમી ગતિથી થઈ રહેલાં રૂપ પરિવર્તન છતાં વાયરસની અંદર એવા ગુણો વિકસિત નથી થઈ રહ્યા, જેનાંથી વાયરસનું નવું સ્ટ્રેન કોઈ દવા પ્રત્યે પ્રતિરોધક ક્ષમતા વિકસિત કરી લે. એવામાં સંશોધનકરોને વિશ્વાસ છેકે, આ વાયરસ હવે બીમારીને વધારે સંક્રામક અને જીવલેણ બનાવી રહ્યો નથી.

વાયરસ લેબોરેટરીમાં તૈયાર નથી થયો
વૈજ્ઞાનિકોએ વાયરસની ઉત્પત્તિનો પણ અભ્યાસ કર્યો. તેમનું કહેવું છે કે કોઈ પણ લેબોરેટરીમાં વાયરસ તૈયાર કરવામાં આવ્યો નથી. સાર્સકોવ -2 અને અન્ય વાયરસની આનુવંશિક પ્રકૃતિ વચ્ચે એટલો તફાવત છે કે તેને પ્રયોગશાળામાં બનાવવું અશક્ય છે. વૈજ્ઞાનિકોએ બ્રિટનમાં ફેલાયેલા કોવિડ -19 વાયરસના સ્ટ્રેનનું ટ્રેસિંગ કર્યુ છે. તેમાં જાણવા મળ્યુકે, વાયરસનાં 97 ટકા નજીકનાં ગુણવાળો અન્ય એક વાયરસ ‘RATG13’ ચીનનાં ચામાચિડીયામાં હાજર હતા. જોકે, બંને વાયરસનાં આનુવંશક તત્વોની તપાસમાં ઘણા અલગ હતા. સંશોધનકારોનું કહેવું છેકે, કોવિડ-19 અને કોરોના પ્રજાતિનાં અન્ય વાયરસમાં એટલું વધારે અંતર છેકે, તેને લેબમાં તૈયાર કરવાનું સંભન નથી.

ફેબ્રુઆરીમાં શરૂ થયુ હતુ મ્યૂટેશન
કોરોનાના આનુવંશિક તત્વોમાં આંશિક ફેરફારો અથવા મ્યૂટેશન સૌ પ્રથમ ફેબ્રુઆરીમાં જોવા મળ્યા હતા. ડબ્લ્યુએચઓનું કહેવું છે કે વાયરસનું બદલાયેલું રૂપ યુરોપથી અમેરિકામાં ફેલાય છે.

રોયલ સોસાયટીના સંશોધનનું મહત્વ
રોયલ સોસાયટી ઓફ લંડનની સ્થાપના 1660માં થઈ હતી, આ બ્રિટનની સૌથી પ્રાચીન વૈજ્ઞાનિક સંસ્થા છે. કોરોના સંક્રમણના આ કટોકટીમાં, રોયલ સોસાયટી એક વિશેષ ટાસ્ક ફોર્સ ચલાવી રહી છે અને વાયરસનો અભ્યાસ કરી રહી છે. તાજેતરના સંશોધનની સમીક્ષા કરવાની બાકી છે, જે પછી તેને જર્નલમાં પ્રકાશિત કરવામાં આવશે. પરંતુ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા અન્ય વૈજ્ઞાનિકો સમાજ સાથે સંકળાયેલા જાણીતા વૈજ્ઞાનિકોના અભ્યાસ તરફ નજર કરી રહ્યા છે.

સોસાયટીએ સૌથી પહેલાં જણાવી હતી માસ્કની જરૂરિયાત
રોયલ સોસાયટી તે વૈજ્ઞાનિક સંસ્થાઓમાંથી એક છે, જેમણે પહેલા કહ્યું હતું કે લોકડાઉનથી ચેપને રોકી શકતું નથી. આ માટે, મહત્વપૂર્ણ છે કે લોકોને જાહેર સ્થળોએ ફેસમાસ્ક મૂકવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે અને તેમણે શારીરિક અંતર અપનાવવું જોઈએ.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page