Only Gujarat

Bollywood TOP STORIES

દીપિકાએ NCBને ગોળ-ગોળ જવાબ આપ્યા પણ અંતે ડ્રગ્સ ચેટની વાત કબૂલી જ લીધી

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ ઘણા સેલેબ્સના નામનો પણ ખુલાસો થયો હતો. જેમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર જેવી જાણીતી એક્ટ્રેસિસના ડ્રગ્સ કનેક્શન સામે આવ્યા છે. એનસીબી આ કેસમાં તમામ કનેક્શનની વિસ્તૃત તપાસ કરી રહી છે. તાજેતરમાં એનસીબીએ રકુલ પ્રીત સિંહ અને દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્માની ડ્રગ્સ મામલે પૂછપરછ કરી હતી. રકુલે ખુલાસો કર્યો હતો કે રિયાએ ડ્રગ્સ તેના ઘરે રાખ્યું હતું. એનસીબી સમક્ષ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શ્રદ્ધાએ કહ્યું હતું કે, ફિલ્મની શૂટિંગ દરમિયાન વેનિટી વેનમાં મેં પોતે સુશાંતને ડ્રગ્સનો ડોઝ લેતાં જોયો છે. શ્રદ્ધા કપૂરે કહ્યું કે, ફિલ્મ ‘છિછોરે’ બાદ યોજવામાં આવેલી પાર્ટીમાં ડ્રગ્સ લેવામાં આવ્યું હતું. જોકે તેણે પોતે ડ્રગ્સ લેવાનો ઈન્કાર કર્યો હતો.

દીપિકાએ સ્વીકારી ડ્રગ્સ ચેટની વાત
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો કે દીપિકાએ ડ્રગ્સ ચેટની વાત સ્વીકારી છે. જેમાં તેણે ‘માલ હૈ ક્યા?’ લખ્યું હતું. દીપિકાએ કહ્યું કે,‘આ ચેટથી તેના સર્કલમાં ડૂબ મંગાવવામાં આવતી હતી. ડૂબ એટલે કે ભરેલી સિગરેટ જેનું લોકો સેવન કરે છે. જોકે તેણે ઘણા સવાલોના જવાબ આપવા કરતા મૌન રહેવાનું પસંદ કર્યું હતું.’

દીપિકાને તે ડ્રગ્સ લેતી હોવાનો સવાલ પણ કરવામા આવ્યો હતો પરંતુ એક્ટ્રેસે તેનો યોગ્ય જવાબ આપ્યો નહોતો. દીપિકાએ ડ્રગ્સ કેસ મામલે થયેલા તમામ સવાલો બાબતે સંતોષજનક જવાબ આપ્યા નહોતા. દીપિકાને સવાલ કરવામા આવ્યા ત્યારે તેની સાથે તેની મેનેજર કરિશ્મા પ્રકાશને પણ સામે બેસાડવામા આવી હતી. કરિશ્માની શુક્રવારે પણ પૂછપરછ કરવામા આવી હતી. પૂછપરછ દરમિયાન દીપિકાનો ફોન અલગ મુકાવી દેવામાં આવ્યો હતો.

શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન પણ એનસીબી ગેસ્ટ હાઉસ પહોંચી હતી અને તેમની પૂછપરછ ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું. સારા અને શ્રદ્ધાની પૂછપરછના જે સવાલો થશે તે સુશાંત કેસ સાથે જોડાયેલા રહેશે. આ બંનેની પૂછપરછ સમીર વાનખેડે અને એક મહિલા કોન્સ્ટેબલ તથા એક અધિકારી કરશે. બંનેને સુશાંતની આઈલેન્ડ પાર્ટી, સીબીડી ઓઈલ અને ડ્રગ્સ અંગે સવાલો કરવામા આવશે.

એક અહેવાલ અનુસાર, સારા અને શ્રદ્ધા બંને પોતાની લીગલ ટીમ પાસેથી સલાહ લઈ રહી છે, જેના કારણે તેમણે એનસીબી પાસે સમય માગ્યો હતો. એનસીબીએ બંનેને મંજૂરી આપી હતી. સારા પોતાની માતા અમૃતા સિંહ સાથે લીગલ ટીમથી વીડિયો કોન્ફરન્સિંગ પર સલાહ લઈ રહી છે.

વ્હોટ્સએપ ગ્રૂપની એડમીન હતી દીપિકા
જે ગ્રૂપમાં ડ્રગ્સની ચર્ચા કરવામા આવી હતી. તે ગ્રૂપની એડમીન દીપિકા પાદુકોણ હતી. તેણે પોતે જ ગ્રૂપમાં ‘માલ હૈ ક્યા?’ જેવો પ્રશ્ન કર્યો હોવાનું સામે આવ્યા બાદ જ દીપિકા વિરુદ્ધ તપાસની શરૂઆત કરવામા આવી હતી. દીપિકાને એનસીબીએ આ અંગે જ સવાલ કરવા માટે પૂછપરછ માટે બોલાવી હતી.

રણવીરને મંજૂરી ના મળી
અગાઉ ચર્ચા હતી કે એનસીબી સાથે પૂછપરછમાં દીપિકા સાથે તેનો પતિ રણવીર સિંહ પણ જોડાઈ શકે છે. પરંતુ દીપિકા સાથે પૂછપરછમાં હાજર રહેવા માટે એનસીબીએ રણવીરને મંજૂરી આપી નથી. રણવીરે એનસીબીને અપીલ કરી હતી કે દીપિકા અમુકવાર ડરી જાય છે તેથી તે સાથે રહેવા માટે મંજૂરી માગી રહ્યો છે.

સુશાંત કેસઃ સંપૂર્ણ ટાઈમલાઈન

  • 14 જૂન- સુશાંતનો મૃતદેહ તેના ઘરેથી મળી આવ્યો.
  • 18 જૂન- સુશાંતના સુસાઈડ મામલે રિયાએ નિવેદન નોંધાવ્યું.
  • 24 જૂનઃ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી. શરીર પર ઈજાના કોઈ નિશાન ના મળ્યાનો દાવો. શ્વાંસ રુંધાતા જીવ ગયાનો ઉલ્લેખ કરાયો.
    25 જુલાઈ- સુશાંતના પિતાએ પટણામાં રિયા અને તેના પરિવાર વિરુદ્ધ સુશાંતની આત્મહત્યામાં સંડોવણી સહિતના આરોપ લગાવતા ફરિયાદ નોંધાવી.
  • 27 જુલાઈ- પટણાથી બિહાર એસઆઈટીની ટીમ મુંબઈ પહોંચી અને સુશાંત કેસની તપાસ શરૂ કરી.
  • 4 ઓગસ્ટ- બિહાર સરકારે મોત મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરી.
  • 19 ઓગસ્ટ- મુંબઈ પોલી અને બિહાર પોલીસ વચ્ચે કેસ મામલે ખેંચતાણ જોઈ સુપ્રીમે 19 ઓગસ્ટના સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો.
  • 26 ઓગસ્ટ- ઈડીએ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનના કેસમાં મની લોન્ડ્રિંગ એંગલ મામલે ટેલેન્ટ મેનેજર જયા સાહાને બોલાવી.
  • 27 ઓગસ્ટ- એનસીબીએ ડ્રગ્સ કેસમાં રિયા ઉપરાંત મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા, ટેલેન્ટ મેનેજર જયા સાહા અને ગૌરવ આર્યા નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી.
  • 29 ઓગસ્ટ- સીબીઆઈની વિશેષ તપાસ ટીમે રિયાની 7 કલાક પૂછપરછ કરી.
  • 5 સપ્ટેમ્બર- એનસીબીએ રિયાની પૂછપરછ કરી.
  • 8 સપ્ટેમ્બર- એનસીબીએ રિયા અને તેના ભાઈ શોવિકની ધરપકડ કરી. જેઓ 6 ઓક્ટોબર સુધી કસ્ટડીમાં રહેશે.
  • 23 સપ્ટેમ્બર- એનસીબીએ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ, સારા અલી ખાન, શ્રુતિ મોદી, કરિશ્મા પ્રકાશ અને સિમોન ખમ્બાટાને સમન મોકલી 3 દિવસમાં હાજર થવા માટે પૂછપરછ હાથ ધરી હતી.
Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page