Only Gujarat

Bollywood

ડ્રગ્સ કેસમાં નામ આવ્યા બાદ સરખું જમી કે સુઈ પણ નથી શકી દીપિકા

મુંબઈઃ બોલિવૂડની ટોચની અભિનેત્રીમાંથી એક દીપિકા પાદુકોણનું નામ ડ્રગ્સ કેસમાં આવતા ચાહકોને ઘેરો આઘાત લાગ્યો છે. દીપિકાના ચાહકો આ વાત માનવા તૈયાર નથી. જોકે, દીપિકાની NCBએ સાડા પાંચ કલાક પૂછપરછ કરી હતી. આ પૂછપરછમાં દીપિકાએ સંતોષકારક જવાબો આપ્યા નહોતો. જોકે, દીપિકાએ ડ્રગ્સ લેવાની વાત કબૂલી લીધી છે. દીપિકા માટે આ સાડા પાંચ કલાક ઘણાં જ મુશ્કેલ રહ્યાં હતાં.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જ્યારથી દીપિકાનું નામ ડ્રગ્સ કેસમાં આવ્યું છે ત્યારથી તે વ્યવસ્થિત રીતે સૂઈ શકી નથી અને તે જમી પણ શકી નથી. આટલું જ નહીં દીપિકા સતત ચિંતામાં રહેતી હતી.

NCBના નિકટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દીપિકાની પૂછપરછ કરવાની શરૂઆત કરવામાં આવી ત્યારે તે રડી પડી હતી. દીપિકાએ મુશ્કેલથી પોતાની જાતને સંભાળી હતી. દીપિકાના ચહેરા પર સતત ગભરાટ જોવા મળ્યો હતો. દીપિકા પરસેવેથી રેબેઝબ થઈ હતી.

વધુમાં સૂત્રોએ દાવો કર્યો હતો કે દીપિકા સાડા પાંચ કલાકની પૂછપરછમાં અનેકવાર ભાવુક થઈ ગઈ હતી. તે ઘણીવાર અસ્વસ્થ જોવા મળી હતી. આટલું જ નહીં NCBએ દીપિકાને ચાની ઓફર કરી હતી.

દીપિકાએ પૂછપરછમાં ડ્રગ્સ ચેટની વાત સ્વીકારી લીધી હતી. જોકે, દીપિકાએ કહ્યું હતું કે તેણે ક્યારેય ડ્રગ્સ લીધું નથી. વ્હોટ્સએપ ગ્રુપના તમામ સભ્યો ડૂબ લેતા હતા. આ એક ખાસ પ્રકારની સિગારેટ છે. જોકે, અધિકારીઓએ જ્યારે પૂછ્યું કે આ ડૂબમાં ડ્રગ્સ હોય છે કે નહીં તે સવાલ પર તે ચૂપ રહી હતી.

You cannot copy content of this page