Only Gujarat

Bollywood

ટીવીના આ સ્ટાર એક્ટિંગ સાથે સાઈડમાં કરે છે આ બિઝનેસ, જાણો આ સિતારાઓ વિશે

નાના પડદાના એ કલાકારો જે ઘર ઘરમાં જાણીતા છે, શું તમને ખબર છે કે તેઓ મલ્ટી ટેલેન્ટેડ છે? ટીવી ઈન્ડસ્ટ્રીઝના આ અભિનેતાઓ માત્ર એક્ટિંગની આવક પર જ આધારિત નથી હોતા. તેઓ એક્ટિંગમાંથી કમાયેલા પૈસાને બીજી જગ્યાએ ઈન્વેસ્ટ કરીને સાઈડ બિઝનેસ પણ ચલાવે છે. તો ચાલો અમે તમને જણાવીએ કે એક્ટિંગ સિવાય તમારા ફેવરિટ સ્ટાર્સ શું બિઝનેસ કરે છે.

નાગિન અને મેરી આશિકી તુમસે હી જેવી પૉપ્યુલર ટીવી સીરિયલમાં લીડ રોલ કરી ચુકેલા અર્જુન બિજલાની ટીવીની દુનિયાનો ચર્ચિત ચહેરો છે. મુંબઈમાં અર્જુન બિજલાનીની એક વાઈન શોપ છે. સાથે તે બૉક્સ ક્રિકેટ લીગની એક ટીમના કો-ઓનર પણ છે.

દિવ્યાંકા ત્રિપાઠી ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાના અભિનય માટે જાણીતી છે અને સાથે જ પોતાના હોમટાઉન ભોપાલમાં એક ડાન્સ એકેડેમી માટે પણ. દિવ્યાંકા ત્રિપાઠી અનેક વર્ષોથી એક ડાન્સ એકેડેમી ચલાવી રહી છે.

ટીવીના પૉપ્યુલર એક્ટર અને બિગ બૉસ 8ના વિજેતા ગૌતમ ગુલાટી પણ સાઈડ બિઝનેસના મામલામાં કોઈનાથી પાછળ નથી. તે દિલ્લીમાં RSVP નામના પબના માલિક છે. બિગ બૉસ 8 નો ખિતાબ પોતાના નામે કરી ચુકેલા ગૌતમ ગુલાટી એક જાણીતા બિઝનેસમેન છે.

ટીવી અને બોલીવુડમાં જાણીતું નામ બની ચુકેલા રોનિત રૉય ઋતિક રોશનની ફિલ્મ કાબિલમાં વિલન બન્યા હતા. કસૌટી ઝિંદગી કી અને ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી સીરિયલથી ઘરે ઘરે જાણીતા થનારા રોનિત રૉય એક્ટિંગ સિવાય પોતાની સિક્યોરિટી એજન્સી પણ ચલાવે છે.

ભારતની સાથે સાથે ઈન્ડોનેશિયામાં પણ શાહીર શેખ ખૂબ જ લોકપ્રિય છે. ઈન્ડોનેશિયામાં શાહીર શેખે એક પ્રોડક્શન હાઉસ ખોલ્યું છે.

You cannot copy content of this page