Only Gujarat

Bollywood TOP STORIES

અક્ષય કુમારની બહેને પોતાનાથી 15 વર્ષ મોટા બિઝનેસમેન સાથે કર્યાં છે લગ્ન, અક્કી થયો હતો નારાજ

મુંબઈઃ દેશભરમાં કોરોનાને લીધે 17 મે સુધી લૉકડાઉન છે. એવામાં સામાન્ય લોકોની જેમ સેલેબ્રિટી પણ તેમના ઘરમાં કેદ રહે છે. આ દરમિયા દરેક સોશિયલ મીડિયામાં એક્ટિવ પણ રહે છે. એવામાં સોશિયલ મીડિયામાં અક્ષય કુમારની બહેન સાથે જોડાયેલો એક કિસ્સો સોશિયલ મીડિયામાં શેર થયો છે.

આમ તો અક્ષયના પરિવાર વિશે દરેક લોકો જાણે છે પણ, તેમની નાની બહેન અલકા, વિશે ઓછાં લોકો જાણતાં હશે.

લાઇમ લાઇટથી દૂર અક્ષયની બહેન અલકા 2012માં તેનાં લગ્નને લઈને ખૂબ જ ચર્ચામાં રહી હતી.

અલકાએ 40 વર્ષની ઉંમરે 15 વર્ષ મોટાં બિઝનેસમેન અને ત્રણ બાળકોના પિતા સુરેન્દ્ર હીરાનંદાની સાથે લવ મેરેજ કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રના બીજા લગ્ન હતાં અને સુરેન્દ્ર કન્સ્ટ્રક્શન કંપની હીરાનંદાની ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર પણ છે.

અક્ષયકુમાર તેની બહેન અલકા કરતાં સુરેન્દ્ર 15 વર્ષ મોટો હોવાથી લગ્નથી ખુશ નહોતો. સુરેન્દ્રના અલકા સાથે બીજા લગ્ન હતાં. સુરેન્દ્રએ 2011માં પહેલી પત્ની પ્રિતી સાથે છુટાછેડા લીધા હતાં. આ પછી તેમણે અલકા સાથે લગ્ન કર્યાં હતાં.

અક્ષય કુમારે તેની બહેનના પ્રેમ આગળ હાર માની અને લગ્નમાં આખો પરિવાર સામેલ થયો હતો. લગ્ન પછી અલકા અને સુરેન્દ્ર હનીમૂન માટે તુર્કી ગયા હતાં.

અલકા અત્યારે હાઉસ વાઇફ છે. આ ઉપરાંત તેમણે ફિલ્મ ‘ફગલી’ને પણ પ્રોડ્યુસ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રની પહેલી પત્નીને એખ દીકરી નેહા છે જે પરિણીત છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page