Only Gujarat

Bollywood

દોઢ વર્ષથી શાહરુખ ખાન બેઠો છે ઘરે છતાં પણ ખિલાડી કુમાર, સલમાન ખાન કરતાં પણ છે અમીર

મુંબઈ: કિંગ ઑફ રોમાન્સના નામે જાણીતા શાહરુખ ખાન લગભગ દોઢ વર્ષથી ખાલી બેઠા છે. શાહરુખ છેલ્લા ડિસેમ્બર 2018માં ફિલ્મ ઝીરોમાં નજર આવ્યા હતા. ત્યારથી તેમની કોઈ જ ફિલ્મ નથી આવી. તો પણ શાહરુખ ખાનની શાન-ઔ-શૌકત અને લક્ઝુરીસ લાઈફસ્ટાઈલમાં કોઈ કમી નથી આવી. ત્યાં સુધી કે દોઢ વર્ષ સુધી ઘરે બેઠા હોવા છતા શાહરુખ આજની તારીખમાં બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન અને અક્ષય કુમારથી અમીર છે.

આમ તો, બોલીવુડના ત્રણેય ખાન સલમાન, શાહરુખ અને આમિર ઉપરાંત અક્ષય કુમાર અને અજય દેવગણે છેલ્લા 30 વર્ષમાં અનેક ટ્રેન્ડ્સ બદલ્યા છે. પ્રોપર્ટી વિશે વાત કરીએ તો શાહરુખ ખાન આજે પણ સલમાન અને અક્ષયથી વધુ પૈસાદાર છે.

ઈન્ટરનેટ પર મળતી જાણકારી અનુસાર, શાહરુખ પાસે જ્યાં 600 મિલિયન ડૉલર (લગભગ 4500 કરોડ રૂપિયા)ની પ્રોપર્ટી છે તો તેમની પહેલાથી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલા સલમાન ખાન આ મામલે ઘણા પાછળ છે. સલમાન ખાન 310 મિલિયન ડૉલર (2325 કરોડ)ની સંપત્તિના માલિક છે. તો અક્ષય કુમાર પાસે 273 મિલિયન ડૉલર (2047) કરોડની પ્રોપર્ટી છે.

કિંગ ઑફ રોમાન્સ લાંબા સમયથી સ્ટ્રગલ કરી રહ્યા છે અને તેમની ફિલ્મોનું બૉક્સ ઑફિસ પર કલેક્શન સતત આ વાત તરફ ઈશારો કરે છે. શાહરુખે પોતાના દમદાર એક્ટિંગ અને હાલતને અનુસાર પોતાને ઢાળીને એ સાબિત કર્યું છે કે તે ખરેખર બોલીવુડનો બાદશાહ છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી આ સ્પાર્ક ખતમ થતો જોવા મળી રહ્યો છે, પરંતુ તેના ઠાઠ-માઠમાં કોઈ કમી નથી.

શાહરુખ ખાને પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત નાના પડદાથી કરી હતી. અને જોત જોતામાં તે બોલીવુડના સૌથી મોટા સ્ટાર બની ગયા. બોલીવુડમાં કદમ રાખતા પહેલા તેમણે ફૌજી, સર્કસ જેવી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું. જે બાદ તેમણે ઘણી હિટ ફિલ્મો આપી.

પછી એક સમય એવો આવ્યો કે જ્યારે દિલ્હીનો આ છોકરો 90ના દશકમાં કિંગ ઑફ રોમાન્સ તરીકે જાણીતો બન્યો. શાહરુખના કરિયરે એ સમયે ઉડાન ભરવાની શરુ કરી જ્યારે તેની પહેલી ફિલ્મ ‘દીવાના’ બૉલીવુડમાં જબરદસ્ત હિટ રહી. એવું કહેવામાં આવે છે કે તેમની મહેનત સાથે સાથે નસીબે પણ તેમનો સાથ આપ્યો છે.

જો શાહરુખ ખાનની કુલ સંપત્તિની વાત કરવામાં આવે તો દુનિયામાં તેની પ્રોપર્ટીઝથી તેનો અંદાજ લગાવી શકાય છે. કારણ કે એમ જ તેને કિંગ ખાનનું ટાઈટલ નથી મળ્યું. મુંબઈમાં આલીશાન ઘર સિવાય તેમની યૂકે, દુબઈ અને દુનિયાની બાકી જગ્યાઓ પર પણ પ્રૉપર્ટી છે. શાહરુખ ખાનની સૌથી મોટી પ્રોપર્ટી તેમનો મુંબઈ સ્થિત બંગ્લો મન્નત છે.

શાહરુખે મન્નત માત્ર 13 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અને આજે તેની કિંમત 200 કરોડ રૂપિયાથી વધુ છે. કિંગ ખાન આ બંગલામાં છેલ્લા 25 વર્ષથી રહે છે.

લગભગ 26 હજાર વર્ગફીટમાં બનેલા આ બંગલો શાહરુખે 1995માં ખરીદ્યો હતો અને ત્યારે તેનું નામ વિલા વિએના હતું જે એક પારસી ગુજરાતી કેકૂ ગાંધી પાસે હતો. એક્ટિંગ ઉપરાંત શાહરુખ ખાન એક સક્સેસફૂલ પ્રોડ્યૂસર છે. તેમની ફિલ્મ પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ પણ બોલીવુડની સફળ કંપનીઓમાંથી એક છે. રેડ ચિલીઝથી પહેલા તેણે પોતાની પાર્ટનર જૂહી ચાવલા અને અજીજ મિર્ઝા સાથે ડ્રીમ્ઝ અનલિમિટેડ કંપની શરુ કરી હતી.

શાહરુખ ખાને 2008માં IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને જૂહી ચાવલાના પિતા જય મેહતા સાથે પાર્ટનરશિપમાં સાડા સાત કરોડ ડૉલરમાં ખરીદી હતી. દેશને એ સમયે પહેલી વાર શાહરુખ ખાનની સંપત્તિ વિશે ખબર પડી હતી.

દુબઈના પામ જુમેરાહમાં સ્થિત શાહરુખનો વિલા 14 હજાર સ્કવેર ફિટમાં ફેલાયેલો છે. શાહરુખને આ બંગ્લો પામ જુમેરાહના ડેવલપર્સે ગિફ્ટમાં આપી હતી. આ બીચ-ફેસિંગ મેન્શનની કિંમત 18 કરોડ રૂપિયા છે. એમાં બે રિમોટ કંટ્રોલ્ડ ગેરેજ, એક ઈન્ડિપેન્ડેન્ટ બીચ અને પ્રાઈવેટ પૂલ છે. અહીં ખાન પરિવાર વેકેશન મનાવવા આવે છે.

શાહરુખ ખાનનું અલીબાગમાં હૉલિડે હોમ છે. લગભગ 20 હજાર વર્ગમીટરમાં ફેલાયેલા આ ફાર્મહાઉસની કિંમત 146 મિલિયન ડૉલર છે. અહીં હેલિપેડ પણ બનેલું છે. શાહરુખ ખાન અહીં રજાઓ ગાળવા આવે છે.

શાહરુખ ખાનની પાસે લંડનના પૉશ એરિયા પાર્ક લેનમાં એક આલિશાન ઘર છે. આ ઘરની કિંમત લગભગ 176 કરોડ રૂપિયા છે. આ સિવાય શાહરુખ સ્ટેજ શો થી પણ વધુ પૈસા કમાય છે.

શાહરુખ લક્ઝરી કારના શોખીન છે. તેમના કલેક્શનમાં અનેક બ્રાન્ડની કાર્સ છે. જેમાં ઑડી એ6, બુગાતી વેરૉન, ટોયોટા લેન્ડ ક્રૂઝર, રૉલ્સ રૉયસ, બીએમડબલ્યૂ આઈ 8, મર્સિડિઝ બેન્ઝ એસ 600 ગાર્ડ જેવી મોંઘી કાર્સ છે.

મુંબઈના બાંદ્રા(બેન્ડ સ્ટેન્ડ)માં આવેલા પોતાના બંગલા મન્નતમાં શાહરુખ ખાન.

You cannot copy content of this page