Only Gujarat

National TOP STORIES

દીકરાને IAS બનાવવા પિતાએ મજૂરી કરી, લાડલાએ આ રીતે સપનું કર્યું પૂરું

ગોપાલગંજ(બિહાર): બિહારના ગોપાલગંજમાં રહેતા પ્રદીપ સિંહે માત્ર 23 વર્ષની વયે યુપીએસસી પરીક્ષા પાસ કરી આઈએએસ અધિકારી બન્યા. જોકે તેમની આ બધુ સરળ નહોતું. કારણ કે તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. પ્રદીપના અભ્યાસ માટે તેમના પિતાએ ઘર પણ વેચવું પડ્યું હતું.

પ્રદીપ સિંહ મૂળ બિહારના જ છે. તેમનો પરિવાર ઈન્દોરમાં રહે છે. બાળપણથી અભ્યાસમાં ઘણા આગળ હતા. તેમણે શાળાકીય અભ્યાસ ઈન્દોરથી જ કર્યો હતો. પ્રદીપ સિંહે 12 ધોરણ બાદ યુપીએસસીની તૈયારી માટે દિલ્હી જવાનો નિર્ણય કર્યો.

પ્રદીપના પિતા પેટ્રોલ પંપ પર કામ કરતા હોવાથી તેમની પાસે એટલા પૈસા નહોતા. જોકે તેમણે દીકરાના અભ્યાસ માટે પોતાનું ઘર વેચી દીધું. 12મું ધોરણ પાસ કર્યા બાદ પ્રદીપ દિલ્હીમાં યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરવા લાગ્યા.

પિતાએ ઘર વેચી અભ્યાસના પૈસા કાઢ્યા હોવાથી પ્રદીપ દબાણમાં હતા. તેઓ વહેલી તકે યુપીએસસી પાસ કરી આઈએએસ અધિકારી બની પરિવારજનોની ઈચ્છા પૂર્ણ કરશે તેવો નિર્ણય લીધો. પ્રદીપ સિંહે 2018માં પ્રથમવાર યુપીએસસી પરીક્ષા આપી અને ઓલ ઈન્ડિયામાં 93મો રેન્ક મેળવ્યો હતો.

જોકે તે સમયે આઈએએસમાં સિલેક્શન થયું નહોતું. પરીક્ષામાં સફળ થયા બાદ પ્રદીપની નિમણૂંક આઈઆરએસમાં થઈ. પ્રદીપ સિંહ 2018માં માત્ર એક રેન્કથી આઈએએસ બનવાથી ચૂક્યા હતા. તેમની પાસે આઈપીએસ બનવાની તક હતી.

જોકે તેમણે ફોરેન્સ સર્વિસ જોઈન કરી. જે પછી રજા પર ઉતરી ફરી યુપીએસસીની તૈયારી કરવા લાગ્યા. એક વર્ષ બાદ ફરીવાર પ્રદીપ સિંહે આઈએએસ અધિકારી બનવા માટે યુપીએસસી પરીક્ષા આપી. જે પછી તેમણે રેન્ક સુધારતા 26મો ક્રમ મેળવ્યો અને આઈએએસ માટે પસંદગી થતા તેમનું સ્વપ્ન પૂર્ણ થયું હતું.

You cannot copy content of this page