Only Gujarat

National

ભારતમાં કેમ વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે, ખ્યાતનામ ડૉક્ટરે આવ્યો આ જવાબ

દેશમાં વધી રહેલા કોરોનાના કેસ અંગે દેશની સૌથી મોટી હોસ્પિટલ એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ અનેક કારણો જણાવ્યા છે. તેઓએ કોરોનાના વધતા કેસ માટે દેશની જનસંખ્યાને જવાબદાર ગણાવી છે. જો કે સાથે જ તેઓએ એક સારા સમાચાર પણ જણાવ્યા કે દેશમાં કોરોનાના કેસ તો વધી રહ્યાં છે પરંતુ તેનો રિકવર રેટ પણ વધારે છે. તો મોરટાલિટી રેટ એટલે કે મૃત્યુ દર પણ ઓછો છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યાં છે. દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 લાખથી વધુ થઇ ચૂકી છે. તો 3000થી વધુ લોકોના જીવ ગયા છે. જો કે એક વાતથી રાહત છે કે અહીં દર્દીની એક મોટી સંખ્યા ઝડપથી રિકવર થઇ રહી છે. અંદાજે 90 હજારથી વધુ દર્દી સાજા થઇ ચૂક્યા છે.

તો થોડા દિવસ પહેલા ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ એવું પણ કહ્યું હતું કે વાયરસના વધતા પ્રભાવને રોકવા માટે ઓછામાં ઓછું 14 દિવસનું લોકડાઉન હોવું જોઇએ. ઉલ્લેખનીય છે કે દિલ્હી નજીક આવેલા ઉત્તરપ્રદેશમાં બે દિવસનું લોકડાઉન લાગુ થયું હતું. ત્યાં એવા પણ આદેશ આપવામાં આવ્યા છે કે સપ્તાહના અંતમાં હવે શનિવાર અને રવિવારે લોકડાઉન રહેશે.

ઉલ્લેખનીય છે કે એઇમ્સ બિહારમાં કોરોનાની વેક્સીનનું હ્યુમન ટ્રાયલ શરૂ થઇ ચૂક્યું છે. આ કડીમાં એક યુવકને કોરોનાની વેક્સીન પણ આપવામાં આવી છે. જો કે આ સિવાય અન્ય છ લોકો પર પણ તેનું ટ્રાયલ થશે. આ પ્રથમ ઘટના છે જ્યારે વેક્સીનનું ટ્રાયલ શરૂ થયું છે. હવે આવનારા સમયમાં એ નક્કી થશે કે આ વેક્સીન લોકોનો જીવ બચાવવામાં કેટલી કારગર સાબિત થશે. પટના એઇમ્સના એમએસ ડોક્ટર સીએમ સિંહે કહ્યું કે કોરોનાની વેક્સીન હૈદરાબાદના ભારત બાયોટેક કંપની અને આઇસીએમઆરે બનાવી છે. તેનું પટના એઇમ્સ સહિત દેશના 12 અન્ય જગ્યા પર ટ્રાયલ થશે. જે સૌથી પહેલા પટના એઇમ્સમાં શરૂ થયું છે.

 

You cannot copy content of this page