Only Gujarat

National

સાપના શરીરમાં દૂધ સરળતાથી પચતું નથી, જાણો સાપ વિશેની ખોટી માન્યતાઓ વિશે

મોટાભાગના લોકો સાંપનું નામ જ સાંભળતા જ ડરવા લાગે છે પરંતુ ખુબ જ ઓછા લોકો જાણતા હશે કે દુનિયાભરમાં 2500થી વધુ પ્રજાતીના સાંપ જોવા મળે છે. જેમાંથી માત્ર 20 ટકા જ જેરીલા હોય છે. ભારતમાં અંદાજે 270 પ્રજાતિના સાંપ જોવા મળે છે પરંતુ તેમાંથી સૌથી વધુ જેરીલા સાંપ માત્ર 4 પ્રજાતીના જ હોય છે. જેમાં કોબરા કરૈત, રસેલ વાઇપર અને સોવ સ્કેલ્ડ વાઇપર સામેલ છે. લોકોનું માનવું છે કે સાંપ માણસને જોતા જ બચકુ ભરી લે છે પરંતુ હકિકત એ છે કે સાંપ હંમેશા આપણાથી એટલા જ ડરે છે જેટલા આપણે સાંપથી ડરીએ છીએ. સાંપ માત્ર પોતાની આત્મરક્ષા કરવા માટે જ વાર કરે છે અને કપડે છે. દર વર્ષે 16 જુલાઇએ વર્લ્ડ સ્નેક ડે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળ એક ખાસ વાત છૂપાયેલી છે.

વર્લ્ડ સ્નેક ડેની શરૂઆત ટેક્સાસથી થઇ હતી. 1967માં સાંપ સાથે જોડાયેલી એક કંપની અહીં શરૂ કરવામાં આવી જેઓએ લોકોને સાંપ અંગે જાગરૂક કરવાનું શરૂ કર્યું. સાંપ સાથે જોડાયેલા લોકોનો ભ્રમ દૂર કરવા માટે 16 જુલાઇએ વિશ્વ સાંપ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું. ધીમે ધીમે આ ખુબ જ પ્રચલિત થયો અને જાગરુકતા વધતી ગઇ.

જ્યાં સાંપ કરડે તો ત્યાં બે અલગ-અલગ નિશાન જોવા મળશે. તેની આસપાસ લાલાશની સાથે સોજો જોવા મળે છે. પ્રભાવિત ભાગમાં દુખાવા સિવાય શ્વાસ લેવામાં તકલીફ થાય છે. દેખાવાનું ઓછું થવા લાગે છે અને પરશેવો વધુ નીકળે છે. સૌથી ખાસ વાત મોઢામાંથી ફીણ નીકળવા લાગે છે.

સૌથી પહેલા જે ભાગમાં સાંપ કરડ્યો છે તેને ખલ્લો કરવો. તેના પરથી કપડું અને જ્વેલરી હટાવવી. સૌથી જરૂરી વાત કે વધુ હલવું-ડગવું નહીં. તેનાથી ઝેર વધુ ઝડપથી અને સરળતાથી શરીરમાં ફેલાવા લાગે છે. દર્દીને ચાલવા ન દેવા. ઘટનાસ્થળેથી સાંપને પકડવાનો પ્રયાસ કરવો નહીં. શક્ય હોય તો તસવીર લઇ લેવી જેથી તેની પ્રજાતી જોઇ સારવાર કરવામાં સરળતા રહે.

વાઇલ્ડ લાઇફ સાથે જોડાયેલા આશિષ શર્માના જણાવ્યા પ્રમાણે વેનમ અને પોઇઝનમાં ઘણો ફરક હોય છે. પોઇઝનને પીવાથી મૃત્યુ થવાનો ખતરો છે પરંતુ સાંપનું ઝેર એટલે કે વેનમ પીવાથી મૃત્યુ થતું નથી. જો શરીરના અંદરનો ભાગ ક્યાંયથી ડેમેજ ન થાય તો એવું નથી હોતું કે વેનમ લોહીમાં ભળતું નથી. તો સાંપ કરડે તો વેનમ સીધું લોહીમાં ભળી શરીરમાં ફેલાઇ જાય છે.

ઇન્ડિયન સોસાયટી ફોર વાઇલ્ડ લાઇફ રિસર્ચ પ્રમાણે દૂધ પીધા બાદ 90 ટકા સાંપનું મૃત્યુ થઇ જાય છે. સાંપ એક રેપ્ટાઇલ એટલે કે રગડતું જીવ છે. દૂધ મોટાભાગે માત્ર સ્તનધારી જ પીવે છે. સાંપ રંગ અને સ્વાદને ઓળખી શકતાં નથી. ઘણી વખત ગળુ સૂકાઇ જવાને કારણે પાણીની શોધ કરે છે. આ દરમિયાન દૂધ મળવા પર તેની ઓળખ કરી શકતાં નથી અને પી જાય છે. તેનાતી શરીરમાં દૂધ સરળતાથી પચતું નથી અને ઘણીવાત તેના મૃત્યુનું કારણ બની શકે છે.

  • ઇનલેન્ડ તાઇપાનઃ આ સાંપ દુનિયાનો સૌથી ઝેરીલો સાંપ છે તેના ડંખમાં એટલું ઝેર હોય છે કે તેના એક ડંખથી 10 માણસ અને અઢી લાખ ઉંદર મરી શકે છે. ઇસ્ટર્ન બ્રાઉન સ્નેક જે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે તે પણ ખુબ જ ઝેરીલા સાંપ છે. તેના ઝેરનો 14000મો ભાગથી એક માણસનું મૃત્યુ થઇ શકે છે.
  • બ્લૂ કરૈતઃ દક્ષિણ-પૂર્વ એશિયા અને ઇન્ડોનેશિયામાં જોવા મળે છે આ ઝેરીલો સાંપ અનોખી પ્રવૃત્તિનો હોય છે તેનામાં કોબરાથી 12 ગણું વધારે ઝેર હોય છે.
  • તાઇપાન સાંપ : ઓસ્ટ્રિયાના વિસ્તારોમાં જોવા મળે છે તેના એક ડંખમાં એટલું ઝેર હોય છે કે કરડવાના એક કલાકમાં માણસનું મૃત્યુ થઇ જાય છે. બ્લેક માબ્બાઃ આ ખુબ જ ઝેરીલો સાંપ છે જે આફ્રિકામાં સૌથી મોટી સંખ્યામાં જોવા મળે છે. જે 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ભાગી શકે છે.
  • ટાઇગર સ્નેકઃ આ સાંપ ખુબ જ ઝેરીલો છે જે ઓસ્ટ્રિયાના વિસ્તારોમાં જોવા મળે છે. આ સાંપ કરડવાને 30 મિનિટથી લઇને 24 કલાકમાં માણસનું મૃત્યુ થઇ શકે છે.
  • ફિલિપીન કોબરાઃ જો કોબરા પ્રજાતીની વાત કરીએ તો તેમાં સૌથી વધુ ઝેરીલા સાંપ હોય છે. જે 3 મીટર દૂરથી જ પોતાના શિકાર પર ઝેર ફેંકી શકે છે જેનાથી 30 મિનિટમાં જ મૃત્યુ થઇ શકે છે. વાઇપર પ્રજાતીના સાંપ આમ તો સમગ્ર દુનિયામાં જોવા મળે છે પરંતુ ભારત, ચીન અને દક્ષિણ પૂર્વ એશિયા વિસ્તારોમાં સૌથી વધુ જોવા મળે છે.
  • ડેથ એડરઃ આ ખાસ કરીને ઓસ્ટ્રેલિયાના વિસ્તારોમાં જોવા મળે છે. આ પોતાના શિકારને ખુબ જ ઝડપથી પોતાની ઝપેટમાં લઇ લે છે. આ સાંપ કરડવાના 6 કલાકમાં જ શિકારનું મૃત્યુ થઇ જાય છે.
  • રેટ્લ સ્નેકઃ આ સાંપ અમેરિકન મહાદ્વિપમાં સૌથી વધુ સંખ્યામાં જોવા મળે છે. તેની પુછડીના ભાગમાં એક અવાજ કરે છે જે પોતાની મોજુદગીનો પૂરાવો આપે છે.
You cannot copy content of this page